ડાર્વિને નથી કહ્યું કે જે સૌથી ફિટ હશે તે જ જીવશે. છતાં શક્તિશાળીઓ અને સામ્રાજ્યવાદીઓએ તેનો ભરપુર દુરપયોગ કર્યો છે. સંસારભરના લાખો લોકો માટે "સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ" એક એવું ફેશનેબલ સ્ટેટમેન્ટ બની ચૂક્યુ છે કે જેનો પ્રયોગ તેઓ સામાજીક અન્યાયનું ઔચિત્ય સિદ્ધ કરવા માટે કરે છે. હકિકતે ઉપરોક્ત ઉક્તિ એમની નથી છતાં આને ડાર્વિન સાથે કેમ જોડવામાં આવે છે?
-
ડાર્વિને પોતાનું પુસ્તક "ઓરિજિન ઓફ સ્પીસીઝ" માં નેચરલ સિલેક્સનનો સિદ્ધાંત આપ્યો. ઇંગ્લેન્ડના એક દાર્શનિક હર્બર્ટ સ્પેન્સર આ પુસ્તકથી ખુબજ પ્રભાવિત થયાં. હર્બર્ટ પોતાના ચિંતન વડે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે નેચરલ સિલેક્સનના સિદ્ધાંત તથા સામાજીક વિકાસની પ્રક્રિયામાં એક અદભૂત સામ્ય છે. માટે તેમણે આ સિદ્ધાંતને સામાજીક વિજ્ઞાનના ક્ષેત્રમાં વિસ્તાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમણે સર્વાઇવલ ઓફ ફિટેસ્ટની સંકલ્પના રચી હતી. ડાર્વિન આ ઉક્તિ સાથે સહમત હતાં અને તેમણે આનો પ્રયોગ પોતાના પછીના આલેખોમાં કર્યો. એટલા માટે મૂળ હર્બર્ટ સ્પેન્સર દ્વારા રચિત આ ઉક્તિ ધીમેધીમે ડાર્વિનના નામે પ્રસિધ્ધ થઇ ગઇ.
-
ડાર્વિન અને હર્બર્ટે 'ફિટ' શબ્દનો પ્રયોગ જીવો, વ્યક્તિઓ અથવા તેમના સમુહોના મધ્યે સીધી પ્રતિસ્પર્ધાના સંદર્ભે નહતો કર્યો. ડાર્વિન માટે ફિટ તે છે જે પોતાના વાતાવરણમાં પરિવર્તનને વેઠી તથા તેના અનુરૂપ સ્વયંને ઢાળવામાં સક્ષમ હોય. આપણે કીડી અને ગરોળીથી અધિક શક્તિશાળી છીએ કિન્તુ સંભવ છે કે કોઇ પ્રાકૃતિક આપદાને વેઠવામાં તેઓ આપણાંથી વધુ સક્ષમ હોય. માટે ઉત્તરજીવિતા શારીરિક શક્તિ પર નહીં પરંતુ વાતાવરણ સાથે સંતુલન જાળવવાના ગુણ ઉપર નિર્ભર કરે છે. જીવિત રહેવા માટે પ્રતિયોગિતાથી ક્યાંય વધુ આવશ્યક પરસ્પર સહયોગ છે. ઉલ્લેખનીય છે કે ડાર્વિને વંશીય શ્રેષ્ઠતાના સિદ્ધાંતનું ખંડન કર્યુ હતું. એજ પ્રમાણે હર્બર્ટ તેને ફિટ કહેતા હતાં જે ન કેવળ પોતાની વ્યક્તિગત અસ્તિત્વની રક્ષા કરવા સક્ષમ હો, પરંતુ એક પરસ્પર સહયોગ ઉપર આધારિત સામાજીક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં યોગદાન આપે. એમણે એક એવા સમાજની કલ્પના કરી હતી જ્યાં અધિકતર લોકોને મહત્તમ લાભ પ્રાપ્ત થાય.
-
સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ.....સિદ્ધાંતનો અનર્થ ડાર્વિન અને હર્બર્ટ બાદના અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને રાજનેતાઓએ પોતાના સ્વાર્થ માટે કર્યો, જેથી પોતાની ક્રૂરતાને તેઓ એક છદ્મ વૈજ્ઞાનિકતાના પરિધાન ઓથે ઢાકી શકે. આ શ્યામ પરિધાનને તેઓ ઘણા ગર્વથી સામાજીક ડાર્વિનવાદ કહે છે. આ વિચારધારા શોષકોને પશ્ચાતાપના સ્થાને એક વૈજ્ઞાનિક જડતા આપે છે. જેમાં રહી તેઓ પોતાના દુષ્કૃત્યો ઉપર ગર્વ કરે છે. જેના પરિણામે પીડિતોના સંઘર્ષોને તેઓ આસાનીથી ગેરવ્યાજબી ઠેરવી શકે છે. યાદરાખો ડાર્વિનવાદમાં કેવળ પરસ્પર હિંસા જ નથી, આપસી સહયોગ પણ છે.

No comments:
Post a Comment