Thursday, March 5, 2020

પદવી


નામ સાંભળ્યું છે કેસરબાઇ કેરકર નું? ભારતના મશહુર શાસ્ત્રીય ગાયિકા જેમને “The Niagara Falls of Indian Classical Music” કહેવામાં આવે છે. જેઓ સ્વભાવે થોડા દબંગ પણ હતાં છતાં તેમનું સ્થાન એ ઉંચાઇએ છે જ્યાં પહોંચવું કોઇનું કામ નથી. આવો એમની દબંગગીરીના એક-બે કિસ્સા જોઇએ તેમજ તેમની પ્રસિધ્ધિ......
-
એકવખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે એમની ગાયકી સાંભળીને કહ્યું બોલો આપને શું જોઇએ? આપ મોં માંગ્યું ઇનામ માંગો. એમણે કહ્યું તમે એકદિવસ પુરતી તમારી ખુરશી મને આપો(આઇલા!!!). જવાબમાં યશવંતજીએ કહ્યું એ તો મારા હાથમાં નથી. કેસરબાઇએ છાતી ફુલાવીને કહ્યું, “ચલો! મારી પદવી ઉંચી છે કારણકે કેસરબાઇની ખુરશી કેસરબાઇના હાથમાં છે.”
-
એકવખત તેમણે મુંબઇના ફુટપાથ પર પોતાના ગ્રામોફોનની રેકોર્ડ વેચાતી જોઇ. એમણે કહ્યું, “કેસરબાઇની જગ્યા ફુટપાથ ઉપર લાવનારી કંપનીઓને કહી દો હવે તેઓ કંપનીઓ માટે ગાશે નહીં. હું નથી ઇચ્છતી કે આવનારી પેઢી મને રદ્દીની ટોપલીમાં શોધે. હું ત્યારેજ રેકોર્ડિંગ કરીશ જ્યારે મારૂ આસન ઉંચુ હો અને લોકો મને સાંભળવા તરસે.” અને બન્યું પણ કંઇક એવુંજ, આજે એમની રેકોર્ડિંગ મળવી દુર્લભ છે. ઇમેજને ફરી જુઓ તેમાં અંતરિક્ષયાનની તસ્વીર પણ મૌજૂદ છે. આ છબીને કેસરબાઇ સાથે શું લેવાદેવા?(ફુલ કનેક્શન હૈ બાબા!!) અંતરિક્ષયાન વોયેજર જ્યારે અંતરિક્ષ તરફ રવાના થયું તો પોતાની સાથે એક ગોલ્ડન ડિસ્ક લેતું ગયું(જુઓ

ઇમેજ) જેને THE SOUNDS OF EARTH નામ એનાયત કરવામાં આવ્યું છે. જેમાં કેસરબાઇનો અવાજ મૌજૂદ છે. હવે એ અવાજ ફુટપાથ ઉપર નહીં પરંતુ એ આસન ઉપર બિરાજમાન છે જેની ઉંચાઇ અકલ્પનીય છે

No comments:

Post a Comment