Thursday, March 5, 2020

સમયચક્ર


શું સમય બધા જીવો માટે અલગ-અલગ ગતિએ વહે છે? આપ જાણો જ છો કે જ્યારે આપણે કોઇ મચ્છર અથવા માખી મારવાની કોશિશ કરીએ છીએ ત્યારે તે આપણાં હાથના સંપર્ક પહેલાજ પોતાના સ્થાનથી ખસી જાય છે કેમ? આપણને મનમાં થતુ હોય કે આપણે તો બહુ તેજ ગતિએ તેની ઉપર વાર કર્યો છતાં તે કેવી રીતે બચી ગયું?
-
આવું એટલા માટે થાય છે કેમકે બધા જીવો માટે સમય અલગ ગતિએ વહે છે. અધિકતર નાના જીવો માટે સમય મનુષ્યોની તુલનાએ ધીમો ચાલે છે. મતલબ આપણે કોઇ ઘડીયાળને જે ગતિએ આગળ વધતી જોઇએ છીએ(1 સેકન્ડ=1 સેકન્ડ), બીજા જીવો તે ઘડીયાળને બીજી ગતિએ આગળ વધતી જુએ છે(જુઓ ઇમેજ). માનવીની તુલનાએ માખી માટે સમય છ ગણો ધીમો પસાર થાય છે. મતલબ માખી મનુષ્યો કરતાં છ ગણી વધુ ઝડપે વસ્તુઓને જોઇ શકે છે. અર્થાત આપણી લગભગ છ સેકન્ડ વિતશે ત્યારે માખીની એક સેકન્ડ વિતશે. ટૂંકમાં તેને આપણે સ્લો મોશનમાં હલનચલન કરતા દેખાશું.
-
હવે મહત્વની વાત, આવું શા કારણે થાય છે? આને Flicker Fusion Threshold કહે છે. જેનો અર્થ થાય છે.....કોઇ જીવ પ્રકાશ વડે બનનાર કેટલી છબીને પ્રતિ સમયમાં પ્રોસેસ કરી શકે છે. દરઅસલ કેટલાંક જીવોનું મગજ તેમજ આંખો આપણી કરતા તેજ ગતિએ પ્રકાશને પ્રોસેસ કરી શકે છે, તેથી સમય તેમના માટે ધીમો છે. તેમજ કેટલાક પ્રકાશને આપણી કરતા ધીમી ગતિએ પ્રોસેસ કરી શકે છે, તેથી સમય તેમના માટે ઝડપી છે

No comments:

Post a Comment