Thursday, March 5, 2020

કેમ્બર


એક પ્રશ્ન ઉપર નજર નાંખીએ. ફોર્મ્યુલા-1 કાર રેસમાં હર એક કે બે ચક્કર બાદ ટાયર બદલવાની જરૂર શું કામ પડે છે? આ પ્રશ્નનો જવાબ અંતમાં સૌપ્રથમ આનું કારણ સમજી લઇએ...
-
અઘિકાંશ લોકોને લાગે છે કે આપણી કાર અથવા કોઇપણ મોટા વાહનોના ટાયરો હંમેશા એકદમ સીધા ફીટ થયેલા હોય છે. હકિકતે નથી હોતા. દરઅસલ કોઇપણ મોટા વાહનોના ટાયરો સીધા નથી હોતા, તે હંમેશા યા તો અંદરની તરફ થોડા નમેલા રાખવામાં આવે છે યા તો બહારની તરફ(જુઓ ઇમેજ). એક સીધી વર્ટિકલ રેખાના અનુસંધાનમાં ટાયર ફીટીંગનો જે કોણ બને છે તેને કેમ્બર(camber) એંગલ કહે છે. જ્યારે તે અંદરની તરફ વળેલો હોય તો તેને નેગેટિવ કેમ્બર(ઋણાત્મક કેમ્બર) અને બહારની તરફ હોય તો તેને પોઝિટિવ કેમ્બર(ધનાત્મક કેમ્બર) કહે છે. અહીં સવાલ ઉભો થાય છે કે આમ કરવાની જરૂરિયાત શું છે?
-
પોઝિટિવ કેમ્બર અર્થાત ટાયરને બહારની તરફ રાખવાથી વાહન જમીન ઉપર વધુ બળ લગાવે છે. માટે આ ટેકનિકનો ઉપયોગ ભારે વાહનોમાં કરવામાં આવે છે. જેમકે...ટ્રક, ટેક્ટર વગેરે કે જેમાં જમીન ઉપર વધુ બળ લગાવવાની આવશ્યકતા હોય. મોટાભાગની કાર જે આપણે વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ તે નેગેટિવ કેમ્બર આધારિત હોય છે જેમાં ટાયરોને અંદરની તરફ રાખવામાં આવે છે. આવી ટેકનિકવાળા વાહનો જમીનથી ઓછા સંપર્કમાં રહે છે જેના કારણે તીવ્ર ગતિથી વળવા(ટર્ન મારવા) માટે તેને ઘણી સારી ગ્રીપ મળે છે. કોઇપણ કારને ધ્યાનથી જોતા ખબર પડી જશે કે તેના ટાયરો અંદર તરફ નમેલા હશે.(જુઓ  ઇમેજ



) જેટલી પણ રેસિંગ કાર કે લક્ઝરી કાર છે તે આ ટેકનિક વડે સજ્જ છે. જેનાથી કાર ઘણી ઝડપથી તેમજ આસાનીથી વળી શકે છે.
-
પરંતુ બહુ વધુ પડતો નેગેટિવ કેમ્બર રાખવાનો પણ ગેરફાયદો છે. તેનાથી ટાયરનો બાહરી હિસ્સો બહુ જલ્દી ઘસાઇ જાય છે. એટલા માટેજ ફોર્મ્યુલા-1 કાર રેસિંગ પ્રતિયોગિતામાં કારના ટાયરને એક બે ચક્કર બાદ બદલી નાંખવામાં આવે છે.

No comments:

Post a Comment