Thursday, March 12, 2020

સૌંદર્ય


પ્રકૃતિએ સૌંદર્ય સ્ત્રીઓને આપ્યું છે કે પુરૂષોને??
પ્રકૃતિમાં અગર બાયોલોજીકલ રીતે કહીએ તો રીઝવવાનું/મનાવવાનું કામ પુરૂષોનું છે, સ્ત્રીઓનું નહીં. સ્ત્રીઓનું કામ પસંદગી કરવાનું છે. જી હાં, પ્રકૃતિમાં પસંદગી માદા કરે છે નર નહીં. એટલા માટે પ્રકૃતિએ નેચરલ રૂપે મહિલાઓને સૌંદર્ય આપ્યું જ નથી. આનાથી વિપરીત પુરૂષોને સૌંદર્ય વડે નવાજયા છે. ઉદાહરણ તરીકે મોર સુંદર હોય છે, ઢેલ નહીં; સિંહને કેશવાળી(ગળામાં ગુચ્છાદાર વાળ) હોય છે, સિંહણને નહીં; મરઘાને માથે ભરાવદાર કલગી હોય છે, મરઘીને નહીં. આ બધું પ્રકૃતિએ નરને એટલા માટે આપ્યું છે જેથી તે પોતાના આ સૌંદર્ય વડે માદાને રીઝવી શકે. એક Ovum(અંડાણુ) ને fertilize(ફળદ્રુપ) કરવા માટે લાખોની સંખ્યામાં શુક્રાણુઓ આવે છે, પરંતુ કયા શુક્રાણુ વડે fertilize થવું તેની પસંદગી અંડાણુ કરે છે. મોર કળા કરી નૃત્ય કરે છે ઢેલને રીઝવવા માટે, સિંહ બીજા સિંહ સાથે લડે છે સિંહણને રીઝવવા માટે જેથી સિંહણ સ્ટ્રોંગ, શક્તિશાળી સિંહને પસંદ કરી શકે. આ થઇ જાનવરોની વાત, હવે આવીએ મનુષ્યો ઉપર....
-
પ્રકૃતિએ પુરૂષોને દાઢી/મૂંછ આપ્યા છે, ખડતલ શરીર આપ્યું છે. પરંતુ સ્ત્રીઓને આવું કંઇજ નથી મળ્યું આકર્ષક લાગવા માટે. સ્તન એટલેકે Mammary Gland(સ્તનધારી ગ્રંથિ) શિશુને દૂધ પીવડાવવા માટે હોય છે, આકર્ષક લાગવા માટે નહીં. આ mammal(સસ્તન પ્રાણી) હોવાનું લક્ષણ છે અને તે હર સ્તનધારી જીવમાં હોય છે. પુરૂષોને પણ સ્તન હોય છે પરંતુ પ્રજનન ક્ષમતા મહિલાઓમાં હોવાથી મહિલાઓના સ્તન functional(કાર્યાત્મક) હોય છે અને પુરૂષોના rudimentary(પ્રાથમિક/અલ્પવિકસિત) હોય છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે મહિલાઓ પાસે પ્રાકૃતિક રીતે એવું કંઇપણ નથી હોતું જેના વડે તેઓ પુરૂષોને રીઝવી શકે. કેમકે રીઝવવાનું કામ તેઓનું નથી પુરૂષોનું છે.
-
તો પછી લાખ રૂપીયાનો સવાલ એ ઉદભવે છે કે આપણે સ્ત્રીઓને સૌંદર્ય સામ્રાજ્ઞી અને સુંદર કેમ ગણીએ છીએ? એનું કારણ છે......આપણાં સમાજમાં નાનપણ થીજ મહિલાઓને સુંદર દેખાવા માટે કંડિશનિંગ કરવામાં આવે છે. સુંદર દેખાવાનું પ્રેશર હોય છે. માટેજ બજારવાદના કેન્દ્રમાં મહિલાઓને રાખી "સજના હૈ મુજે સજના કે લીયે" જેવા કોન્સેપ્ટો પ્રચલિત કરવામાં આવે છે. કોઇપણ મહિલાનું સજવું-ધજવું બજારવાદનો પ્રપંચ માત્ર છે. ભલે તમે આને ગમે તેટલું 'મરજી' ના નામે ડિફેન્ડ કરવાની કોશિશ કરો, સજવું-ધજવું મહિલાઓની પ્રકૃતિનો હિસ્સો નથી. sexual selection માં ચાર્લ્સ ડાર્વિને પણ આજ કહ્યું છે.

No comments:

Post a Comment