એવું કહેવાય છે કે નવજાત શિશુને છ મહિના સુધી પાણી ન પીવડાવવું જોઇએ. શું આ સાચું છે? જી હાં, બિલકુલ સાચું છે. પણ કેમ? પાણી તો અતિ અગત્યનું પ્રવાહી છે જીવો માટે. તો શા માટે નવજાત શિશુને પાણી ન પીવડાવવું જોઇએ? ચાલો જોઇએ......
-
શું તમને ખબર છે કે નવજાત શિશુને સતત પાણી આપવાથી તેની મૃત્યુ પણ થઇ શકે છે? બિલકુલ સાચું સાંભળ્યું આપે. જેની પાછળનું કારણ આ પ્રમાણે છે....એક સ્વસ્થ પુરૂષ કે સ્ત્રીના શરીરનો 55 થી 60% હિસ્સો ફક્ત પાણી જ હોય છે. જ્યારે શિશુનો 75% હિસ્સો પાણી હોય છે. આજ એ પ્રમુખ કારણ છે કે શિશુને પાણી ન આપવું જોઇએ. ઓકે આ વાત તો જાણે સમજ્યા પણ તેનાથી પ્રોબલમ શું છે? બાયોલોજીકલી જોવા જઇએ તો તેનો સીધો સબંધ કિડની સાથે છે.
-
આપણી કિડનીનું મુખ્ય કાર્ય લોહીને સ્વચ્છ રાખવાનું છે. તેમાંથી કચરો અલગ કરી પેશાબ વાટે તેને બહાર કરી દેવાનો હોય છે. શરીરના હર અંગની જેમ તેની પણ એક ક્ષમતા(capacity) હોય છે. કિડની એક હદ સુધી જ કામના ભાર(filteration) ને બર્દાશ્ત કરી શકે છે. કહેવાનો મતલબ છે કે શરીરમાં વધુ પાણી હોવાથી કિડની પર કામનું પ્રેશર વધી જાય છે. માટે કિડની એટલી જલ્દીથી કાર્ય નથી કરી શકતી જેટલું તેને પાણી મળી રહ્યું હોય છે.
-
થોડું ટેકનિકલી જોઇએ.....વધુ પાણીના પ્રેશરને કારણે કિડની તે પાણીને ફિલ્ટર નથી કરી શકતી. તેથી પાણી લોહીમાં ભળવાનું શરૂ થઇ જાય છે. લોહીમાં આ એકસ્ટ્રા પાણી તેમાં મૌજૂદ ક્ષારમાં રહેલ સોડિયમને મંદ(dilute) કરી નાંખે છે. જેના કારણે કોષોમાં સોડિયમની અછત ઉભી થાય છે. માટે કોષ વધુ સોડિયમ મેળવવા માટે વધુ પાણીને પોતાની અંદર દાખલ કરે છે. જેના લીધે કોષ ફુલવા માંડે છે. આ સ્થિતિને Hyponatremia કહે છે. પરિણામ સ્વરૂપ ઉલ્ટી થવી, બેચેની થવી વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.
-
આ Hyponatremia મુખ્યરૂપે ટેનિસ ખેલાડીઓ અને મેરેથોન રનર્સમાં જોવા મળે છે. કેમકે તેમને સતત વધુ પાણીની જરૂર પડે છે અને તેઓ પાણી પીતા પણ હોય છે. પરંતુ સોડિયમ નથી લેતાં. અગર તેઓ અવિરત પાણી પીતા જ રહે અને સોડિયમ ન લે તો આ એકસ્ટ્રા પાણી મગજના કોષો સુધી પણ પહોંચી જાય છે. જેને Water Intoxication કહે છે. આ કેસમાં બ્રેઇન ડેમેજ થઇ શકે છે. તેમજ મૃત્યુ પણ નીપજી શકે છે. પરંતુ એક નોર્મલ વ્યક્તિમાં Water Intoxication સાધારણ રીતે નથી થતું. કેમ? કારણકે કિડની ખુબજ કાર્યક્ષમ હોય છે, અને તેની આ કાર્યક્ષમતાને ઓવરટેક કરવા માટે નોર્મલ વ્યક્તિએ લગભગ 15 લીટર સુધી પાણી પીવું પડે હર પાંચથી આઠ કલાક બાદ. જે સામાન્યરીતે કોઇ પીતું નથી.
-
નવજાત શિશુનો કેસ થોડો અલગ હોય છે. એક તો તેમની કિડની એક નોર્મલ કદ કરતાં અડધા કદની હોય છે. માટે થોડું એકસ્ટ્રા પાણી પણ તેમના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. બીજું, તેની કાર્યક્ષમતા પણ ઓછી હોય છે. કેમકે આ સમયે તેઓની કિડની ડેવલપ થઇ રહી હોય છે. માટે થોડું પણ એકસ્ટ્રા પાણી સીધુ લોહીમાં જ પહોંચે છે. જે બ્રેઇન ડેમેજ કે મૃત્યુ પણ નોતરી શકે છે. વાત ફક્ત અહીંજ અટકતી નથી. કેટલીક માતાઓ પોતાના શિશુને સ્તનપાનના બદલે ફોર્મ્યુલાવાળુ દૂધ આપે છે. જેમાં આપણે પાણીનું ઉમેરણ કરવું પડે છે. ઘણાં લોકો ભૂલથી અથવા દૂધ બચાવવા માટે તેમાં વધુ પાણી ઉમેરે છે. જેના કારણે પણ Water Intoxication અથવા Hyponatremia થવાનો ખતરો રહે છે. તો હે માતાઓ!!! જાગો અને ચેતો!!!

No comments:
Post a Comment