નામ સાંભળ્યું છે આ વિટામિનનું? ટૂંકમાં પરિચય.....નવજાત શિશુને જન્મ બાદ તુરંત સૌપ્રથમ રસી, આ વિટામિનની જ આપવામાં આવે છે. કેમ? શું મહત્વ છે આ વિટામિનનું?
-
વૈજ્ઞાનિક હેનરિક ડામે(Henrik Dam) 1929માં આ વિટામિનની શોધ કરી. એમણે મરઘીઓને કોલેસ્ટરોલહીન ચારો ખવડાવ્યો. ફળસ્વરૂપ તેઓમાં રક્તસ્ત્રાવની સમસ્યા ઉત્પન્ન થઇ. તપાસ કરતાં માલૂમ પડ્યુ કે ઉણપ કોલેસ્ટરોલની નથી, કોઇ અન્ય પદાર્થની છે. તે પદાર્થ વિટામિન-K તરીકે ઓળખાયો. આ વિટામિનનું મુખ્ય કાર્ય coagulation કરવાનું છે અર્થાત લોહીને ઘટ્ટ/જમાવવાનું છે. આ એ રસાયણ છે જે લોહીને ઘટ્ટ રાખનારા clotting factors નું યકૃત(liver) માં નિર્માણ કરે છે તેમજ હાડકાંઓને દ્રઢતા પણ પ્રદાન કરે છે.
-
વિટામિન-K શાકભાજીમાંથી મળી રહે છે. શિશુઓમાં આ વિટામિન નથી હોતું કારણકે તેઓ શાકભાજી નથી આરોગતા તેમજ તેમને ગર્ભ દરમિયાન "માં" પાસેથી કે સ્તનપાન દ્વારા પણ તેની પ્રાપ્તિ નથી થતી. પરિણામે તેની ઉણપ હંમેશા બનેલી રહે છે અને આ ઉણપ ઘણીવખત ભયાવહ સ્વરૂપ ત્યારે લે છે, જ્યારે ઘણાં શિશુઓમાં રક્તસ્ત્રાવ આરંભ થઇ જાય છે. આ સ્થિતિને Vitamin K Deficiant Bleeding(VKDB) કહેવામાં આવે છે. જન્મના તુરંત બાદથી લઇને છ મહિના સુધી ગમેત્યારે શિશુને થઇ શકે છે તેમજ ઘણીવખત મૃત્યુ પણ થઇ શકે છે. 1961 થી ડોક્ટરો શિશુઓને આ રસી આપી રહ્યાં છે. આ ઇન્જેક્શન વિટામિન-Kની પર્યાપ્ત માત્રા શિશુને આપી દે છે.
-
સાર:- યાદરહે.....લોહીનું તરલ હોવું જરૂરી છે, પરંતુ તેને ઘટ્ટ થતાં પણ આવડવું જોઇએ; હાડકાઓને મજબૂત પણ થવાનું છે; લોહીને ધમનીઓમાં અવિરત વહેવું પણ છે.

(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment