Thursday, March 12, 2020

સામાજીક બળાત્કાર


જે સમાજમાં છોકરીની મરજી વિરૂધ્ધ લગ્ન કરવામાં આવે છે, તે સમાજનો હર સદસ્ય બળાત્કારી હોય છે. છોકરીના પ્રેમપ્રકરણની ઘરે ખબર પડી જતાં અથવા પ્રેમી સાથે ભાગેલ છોકરી જ્યારે પકડાઇ જાય છે, તે સમયે તેની સાથે થતો વ્યવ્હાર કોઇપણ યાતના/જુલમ કરતાં વધુ હોય છે. માં-બાપ ઝેર ગટગટાવી મરી જવાની ધમકીઓ આપે છે અંતે ઉતાવળે તે છોકરીના બીજે લગ્ન કરી દેવામાં આવે છે. આ સ્થિતિમાં માં-બાપ દ્વારા સ્વીકૃતિ સાથે દીકરીને બળાત્કાર માટે અન્યને સોંપવામાં આવે છે. આપણાં સમાજમાં સામાજીક બળાત્કાર માન્યતા પ્રાપ્ત છે જ્યારે પ્રેમપૂર્વક ગળે મળી રહેલાં પ્રેમીઓને જોઇને આપણી સંસ્કૃતિ સ્ખલિત થઇ જાય છે.
-
ઉપરોક્ત કથનના વિરોધમાં ઘણાં કહે છે કે જો એવુંજ હોય તો થોડા સમય બાદ તે છોકરી સામાન્ય અથવા ખુશ કઇરીતે થઇ જાય છે? તો એનો જવાબ છે કે.....વૈશ્યાગૃહમાં પણ કિડનેપ કરીને લવાયેલ છોકરી થોડા સમય બાદ ત્યાંના માહોલમાં સામાન્ય થઇ જાય છે. તો શું આ આધારે કિડનેપિંગને જસ્ટીફાઇ કરી શકાય છે?
-
દરઅસલ આપણે આપણાં દ્વારા સ્વીકૃત હર કુકર્મને છુપાવવાની અને સંરક્ષણ આપવાની કોશિશ કરીએ છીએ. એટલા માટેજ તે લગ્નો, જેમાં પતિ-પત્નીનો કોઇરીતે મનમેળ ન હોવા છતાં જીન્દગી ખેંચી નાંખે છે જ્યારે ઘણાં સમજુ યુગલો જેમના ઉપર સામાજીક સ્વીકૃતિની મહોર નથી લાગી, લગાતાર ઉપેક્ષા અને ઉત્પીડનથી મુરઝાઇ જાય છે. આપણો સમાજ એટલો દુષિત છે કે અહીં પુરૂષ અને મહિલાની મધ્યેના સહજ આકર્ષણને અત્યંત અપમાનજનક સંજ્ઞાઓ આપવામાં આવે છે. બળાત્કારનો અર્થ છે, મરજી વિરૂધ્ધ કરાયેલ સેક્સ. એ મુજબ આપણાં સમાજોમાં ઘણાં વિવાહ સંબંધિત સબંધોની શરૂઆત કેવીરીતે થાય છે.....આપ વિચાર કરી લો.

No comments:

Post a Comment