મોટા મોટા ફેશન શોમાં, ઘણાં અજીબો-ગરીબ પ્રકારના વસ્ત્રો પહેરી મોડેલો રેમ્પ ઉપર વોક શા માટે કરે છે? કેમ આવા વિચિત્ર વસ્ત્રો બનાવવામાં આવે છે જે સામાન્ય રીતે પહેરી પણ નથી શકાતા? જે વસ્ત્રો પહેરી જ શકાતા ન હોય તેને બનાવવાનો ફાયદો શું? ફેશન એક ખુબજ મોટી ઇન્ડસ્ટ્રી છે. જેમાં દુનિયાના એક થી એક ચઢિયાતા ટેલેન્ટ પોતાની આવડતને પ્રદર્શિત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. ઘણાં ખૂબસૂરત પરિધાનો બનાવવામાં આવે છે જેના દ્વારા ડિઝાઇનરની creativity નો અંદાજો આપણને મળી રહેતો હોય છે. પરંતુ ઘણાં એવા પણ પરિધાનો બનાવવામાં આવે છે જે ફક્ત અજીબ જ નથી હોતા પરંતુ પહેરવાલાયક પણ નથી હોતા. ઘણેઅંશે મજાક જેવા હોય છે. તો પછી આને બનાવવાનું તાત્પર્ય શું?
-
દરઅસલ ફેશન શો બે પ્રકારના હોય છે. (1) હુટ કટોર(Haute Couture) (2) પ્રેટા પોર્ટે(Pret-a-Porter). પ્રેટા પોર્ટે એ પ્રકારના વસ્ત્રો હોય છે જેને ડિઝાઇનર પહેરવા માટે તેમજ શોપમાં વેચવા માટે બનાવે છે. સમગ્ર દુનિયામાં આવા પ્રેટા પોર્ટે ફેશન શો ખુબજ વધુ માત્રામાં યોજાય છે. જેમાં રેમ્પ ઉપર મોડેલ એવા વસ્ત્રો પહેરે છે જે આપણે એક ગ્રાહક તરીકે ખરીદી શકીએ. પરંતુ આ પ્રેટા પોર્ટે શોને એટલી પ્રેસ અને પબ્લિક પ્રસિદ્ધિ નથી મળતી તેમજ તેની મોટી-મોટી હેડલાઇનો પણ નથી છપાતી. જ્યારે હુટ કટોરને અઢળક પ્રસિદ્ધિ મળે છે. અજીબો-ગરીબ કપડાંને કારણે પ્રેસ તેને વધુ મહત્વ આપે છે તેમજ તેનું રિપોર્ટીંગ પણ થાય છે.
-
સ્વાભાવિક છે કે અગર આપને ખબર પડે કે કોઇ ફેશન શોમાં પીગળી જાય તેવા વસ્ત્રો અથવા કોઇ હટકે વસ્ત્રો જોવા મળશે તો આપની ઉત્સુકતા તે શો તરફ વિશેષ રહેશે અને પ્રેસ તેને પીક કરશે. માટે કોઇપણ ડિઝાઇનરનો આ સૌથી મહત્વનો તેમજ ટૂંકો રસ્તો હોય છે મુખ્ય પ્રવાહમાં આવવા માટેનો. જેનાથી ડિઝાઇનરના વિચાર અને આવડતની ખબર પડે છે કે ફલાણો/ફલાણી ડિઝાઇનર ભવિષ્યમાં કેવું કાર્ય કરશે. હુટ કટોર વસ્ત્રો જનરલી પહેરવા માટે નથી હોતા પરંતુ તેનાથી આપણને language ની ખબર પડી જાય છે. જેમકે આ ડિઝાઇનર મુખ્યત્વે light colours, thin fabric સાથે કામ પાર પાડે છે. પછી જ્યારે તે ડિઝાઇનર પહેરવા લાયક કપડા બનાવે છે તેમાં તેની તે પેટર્ન અવશ્ય દેખાય આવે છે
-
ફેશન ડિઝાઇનર હુટ કટોર વસ્ત્રો બનાવતી વખતે....આ ડ્રેસ સારો છે કે ખરાબ? લોકોને પસંદ આવશે કે નહીં?....જેવી બાબતોને પ્રાધાન્ય નથી આપતો. પરંતુ તે પોતાની creativity ને એક મનુષ્યની ઉપર ડિઝાઇન કરી નાંખે છે. બિલકુલ એવીરીતે જે રીતે એક આર્ટિસ્ટ પોતાની creativity ને પેઇન્ટીંગ કેનવાસ પર paint કરે છે. આપે ઘણી વિચિત્ર પેઇન્ટીંગ જોઇજ હશે જેમાં નવીનતા જેવું આપણને કંઇ જ દેખાતું હોતું નથી. આજ પેટર્ન કાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ નજરે ચઢે છે. જેમાં ડિઝાઇનરો ઘણી એવી કારો બનાવે છે જે ક્યારેય પ્રોડક્શન લેવલ સુધી નથી જતી. આવું જ ઉદાહરણ આપ ફિલ્મોમાં પણ જોઇ શકો છો. ફિલ્મો બે પ્રકારની હોય છે. (1) commercial movie જે વકરો તો સારો કરે છે પરંતુ નિષ્ણાંતો તેને એક સ્ટાર પણ નથી આપતાં. (2) એ ફિલ્મો જેને નિષ્ણાંતો પાંચ સ્ટાર આપે છે પરંતુ તે બોક્ષ ઓફીસ ઉપર પૈસાનો વરસાદ નથી કરાવી શકતી.
-
બિલકુલ એવીજ રીતે હુટ કટોર ફેશન સામાન્ય જન માટે નથી હોતું. બલ્કે ડિઝાઇનર પોતાની creativity નો લાવા એક હ્યુમન કેનવાસ પર મઢી દે છે. તેને એ વાતની ફિકર નથી હોતી કે ડ્રેસ કેટલો comfortable છે? તે તો બસ પોતાના technical mind ને દુનિયા સમક્ષ રજૂ કરે છે કે એક human body ના કપડા આવી રીતે પણ ડિઝાઇન કરી શકાય છે. તેના તે કાર્યનું મૂલ્યાંકન મુખ્ય પ્રવાહના દર્શકો નથી કરતાં, પરંતુ ફેશન researcher કરે છે. ટૂંકમાં હુટ કટોર વસ્ત્રો પ્રોડક્શન માટે નથી હોતાં પરંતુ પોતાની સર્જનાત્મકતાને દર્શાવવા તેમજ study માટે હોય છે. જેથી પ્રોડક્શનવાળા વસ્ત્રોમાં પણ તેને અનુલક્ષીને ફેરફાર કરી શકાય.

.

No comments:
Post a Comment