29 જાન્યુઆરી......ચાઇનાએ ભારતની વિનંતીને સ્વીકારીને ભારતીય નાગરિકોને વુહાન શહેરથી એરલિફ્ટ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. જેના માટે ચાર ડોક્ટરો અને એક ફાર્માસ્યુટિકલ સ્ટાફ સાથે એર ઇન્ડિયાનું 423 બેઠકોવાળુ જમ્બો B747 વિમાન રવાના થયું. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ કેરળના થ્રિસુર વિસ્તારમાં નોંધાયો. તે વ્યક્તિ એક મહિલા હતી કે જે વુહાન શહેરમાં મેડિસિનનો અભ્યાસ કરી રહી હતી. અત્યારસુધી સેંકડો લોકોની મૃત્યુ થઇ ચૂકી છે તેમજ હજારો લોકો આની લપેટમાં છે. તો શું છે આ કોરોના વાયરસ? તે કેવીરીતે કાર્ય કરે છે? કેવી તકેદારી લેવી જોઇએ? નજર કરીએ.....
-
Coronaviridae એક વાયરસોની ફેમિલિ છે જે પ્રાણીઓ, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓને અસર કરે છે. ઉદાહરણ તરીકે SARS પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ હતો જેને 2003 માં identify કરાયો હતો. આ વાયરસનું ઉદભવ સ્થાન પણ ચાઇના જ હતું તેમજ તે વિવિધ 26 દેશોમાં ફેલાયો હતો. જેના 8000 થી વધુ કેસો નોંધાયા હતાં. કોઇપણ વાયરસથી ગ્રસિત થવા માટે તમારે તેના physical contact(શારીરિક સંપર્ક) માં આવવું પડે. જેમકે કોઇ દર્દીની છીંકના સંપર્કમાં તમે આવ્યા હોય અથવા કોઇસાથે હાથ મીલાવ્યો હોય વગેરે. માનીલો તમે વાયરસયુક્ત દર્દી સાથે હાથ મીલાવ્યો અને તે વાયરસ તમારા હાથ સુધી પહોંચી ગયો. છતાં આ વાયરસ હજીપણ તમારા શરીરને કંઇપણ કરી શકવા સમર્થ નથી. કેમકે તે શરીરની ભીતર નથી ગયો. અગર આપ પોતાના હાથોને સારી રીતે ધોઇ લ્યો છો તો આ વાયરસ પણ ધોવાય જશે પરંતુ અગર તમે હાથ નથી ધોયા અને તે હાથ વડે ભોજન લીધું અથવા શરીરના કેટલાક અંગોને સ્પર્શ કર્યા જેમકે આંખ, નાક, હોઠ વગેરે તો તે વાયરસ શરીરમાં દાખલ થઇ જશે.
-
કોરોના વાયરસને ધ્યાનથી જુઓ ઇમેજ. તેમાં જે બાહરી પ્રોજેક્સન(નાના નાના એન્ટેના જેવા) દેખાય રહ્યાં છે તે એક પ્રકારની ચાવી(key) ની જેમ કાર્ય કરે છે. આ વાયરસ તમારી ઉપર હુમલો કરી શકશે કે નહીં તે નક્કી કરવામાં આ ચાવી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હકિકતે થાય છે એવું કે વાયરસ જ્યારે આપણાં શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણાં કોષ(cell)ના સંપર્કમાં આવે છે. અગર આ ચાવી જે તે કોષમાં ફીટ બેસી જાય તો એનો મતલબ એવો થાય કે આ વાયરસ હવે આપણાં કોષમાં દાખલ થઇ ચૂક્યો છે(જુઓ ઇમેજ). આપણાં કોષની જેમ વાયરસ પણ જેનેટિક સામગ્રી વહન કરે છે. તે DNA અથવા RNA કંઇપણ હોય શકે છે. કોરોના વાયરસના કેસમાં તે RNA નું વહન(carry) કરે છે. વાયરસ પાસે પણ આપણાં DNA ની જેમ સંપૂર્ણ information હોય છે કે કેવીરીતે પોતાની વૃદ્ધિ કરવી. આપણાં DNA માં તે Ribosome રૂપે હોય છે. જે DNA ની માહિતીના આધારે અલગ અલગ પ્રકારના પ્રોટીન બનાવે છે કે જે અલગ અલગ કાર્ય કરે છે. જેમકે નવા કોષોને બનાવવું વગેરે.
-
પરંતુ જ્યારે કોરોના વાયરસ કોષની અંદર પહોંચી જાય છે ત્યારે તે પોતાના RNA ની માહિતી મુજબ આપણાં કોષના ribosome નો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. જે ribosome અત્યારસુધી આપણાં DNA ને ફોલો કરતુ હતું તે હવે વાયરસના RNA મુજબ કાર્ય કરવાનું શરૂ કરી દે છે. કોરોનાનો વાયરસ ત્યારબાદ નવા RNA, envelope અને capsid બનાવવાનું શરૂ કરી દે છે કે જેના વડે તે ખુદ બન્યો હોય છે. એટલેકે હવે આપણો કોષ સંપૂર્ણપણે વાયરસ નિર્માણ મશીન બની ચૂક્યો છે. વાયરસને એટલામાટે જ જીવિત નથી કહેવામાં આવતો કેમકે તેની પાસે પોતાની વૃદ્ધિ કરવા માટે કોઇપણ મિકેનિઝમ નથી હોતુ. તેમને એકથી બે થવા માટે કોઇ જીવંત તંત્ર(organism) ની જરૂર પડે છે. ધીરેધીરે શરીરમાં તેમની સંખ્યા વધતી જાય છે અને કોષ મરવા માંડે છે.
-
જ્યારે શરીરને સમગ્ર ઘટનાની જાણ થાય ત્યારે શરીર આપણાં immune system(પ્રતિરક્ષાતંત્ર) ને સાબદુ કરે છે. જેના કારણે આપણને શરીરમાં થોડા લક્ષણો દેખાય છે. કોરોના વાયરસના કેસમાં આ લક્ષણો ગળામાં બળતરા, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો વગેરે જેવા હોય છે. આ લક્ષણો સામાન્ય તાવ, ખાંસીના પણ હોય શકે છે. માટેજ ડોક્ટરોને ઘણાં test કરવા પડે છે એ જાણવા માટે કે ક્યાંક આ લક્ષણો કોરોના વાયરસના તો નથીને?
-
એક સ્વસ્થ પ્રતિરક્ષાતંત્ર કોરોના વાયરસને પણ ખતમ કરી શકે છે, પરંતુ તકલીફ તેમની સાથે થાય છે જેમનું પ્રતિરક્ષાતંત્ર નબળુ હોય જેમકે વૃદ્ધો. ઉંમર વધવાની સાથે પ્રતિરક્ષાતંત્ર પણ નબળુ પડતું જાય છે. એટલા માટેજ કોરોના દ્વારા થયેલ મૃત્યુના કેસોમાં અધિકતર વૃદ્ધોજ સામેલ છે. શ્વેતકણો વાયરસ અને બેક્ટેરિયા વિરૂધ્ધ લડવાનું કાર્ય કરે છે. શ્વેતકણો હુમલાની વિરૂધ્ધ અલગ અલગ પ્રકારના રસાયણો મુક્ત કરે છે. ક્યારેક હુમલાને ખાળવા પ્રતિરક્ષાતંત્ર એટલુ બધુ overdrive થઇ જાય છે કે તે ખુબ વધુ માત્રામાં રસાયણો મુક્ત કરવા માંડે છે. આ રસાયણોનું ઘોડપુર આપણાં ફેફસામાં જમા થવા માંડે છે. જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે અને બધા અંગોને પુરતો ઓક્સિજન મળી નથી રહેતો. જે અંતે મૃત્યુનું કારણ બને છે. કોરોના વાયરસના કેસમાં ડરવાની જગ્યાએ સાવચેતી રાખવાની જરૂર છે. જેમકે છીંકતી વખતે રૂમાલનો ઉપયોગ કરવો, બહારથી આવીને હાથ તુરંત ધોઇ નાખવા, કોઇપણ ફળફળાદી વગેરે ખાતા પહેલાં તેને વ્યવસ્થિત રીતે ધોઇ નાખવા.

No comments:
Post a Comment