"जुग सहस्र जोजन पर भानु। लील्यो ताहि मधुर फल जानू।।" હનુમાન ચાલીસાની આ પંક્તિનો ઉલ્લેખ કરી ઘણાં આસ્થાળુ સજ્જનો કહેતા હોય છે કે વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી સૂર્યના અંતરને ઘણું પાછળથી શોધ્યુ, જ્યારે તુલસીદાસજીએ હજારો વર્ષ પહેલાં હનુમાન ચાલીસામાં આનુ વર્ણન કરી દીધુ હતું. આ માટે તેઓ તર્ક આપે છે કે.....યુગનું મૂલ્ય 12000 વર્ષ, સહસ્ત્રનું 1000 તથા જોજન એટલેકે યોજનનું 8 માઇલ એટલેકે 12.8 કિ.મી. ગણના આ પ્રમાણે કરવામાં આવી....
યુગxસહસ્ત્રxયોજન
=> 12000×1000×12.8
=> 153600000
=> 15 કરોડ
આ રીતે પૃથ્વીથી સૂર્યનું અંતર સિદ્ધ થયું.
-
આ ગણનાને ઘણાં લોકો ખાસકરીને આસ્થાળુઓ સાચી માની લે છે, પરંતુ આમાં ગણિતના આધારભૂત નિયમોનું ઉલ્લંઘન છે. કઇરીતે? ચાલો જોઇએ.....બે ભિન્ન પ્રકારની ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવાથી તે બન્નેથી ભિન્ન કોઇક ત્રીજી ભૌતિક રાશિ પ્રાપ્ત થાય છે. ત્યાસુધી કે સમાન ભૌતિક રાશિઓનો ગુણાકાર કરવાથી પણ કોઇક ભિન્ન ભૌતિક રાશિ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે......અંતરને અંતર સાથે ગુણાકાર કરવાથી અંતર નહીં પરંતુ ક્ષેત્રફળ મળે છે. A મી.x B મી.=AB મી^2(ક્ષેત્રફળ). આ પ્રમાણે દળ(mass) ને પ્રવેગ(acceleration) સાથે ગુણવાથી દળ કે પ્રવેગ નહીં પરંતુ બળ મળે છે. A કિ.ગ્રાx B મી/સે.^2=AB કિ.ગ્રા-મી/સે.^2(ન્યૂટન અથવા બળ). પૃથ્વીથી સૂર્યના અંતરની ઉપરોક્ત ગણતરીમાં આ નિયમનું પાલન નથી થયું. સાચી ગણતરી આ મુજબ હોવી જોઇએ...

=> 12000 વર્ષ×1000×12.8 કિ.મી
=> 153600000 વર્ષ-કિ.મી.
=> 12000 વર્ષ×1000×12.8 કિ.મી
=> 153600000 વર્ષ-કિ.મી.
પરંતુ અંતરનું માત્રક 'વર્ષ-કિ.મી.' નથી બલ્કે આ કોઇપણ ભૌતિક રાશિનું માત્રક નથી. માટે આ ગણના દોષપૂર્ણ છે. આ ગણના એટલામાટે પણ દોષપૂર્ણ છે કે યુગ અને યોજનનું મૂલ્ય મનઘડત લેવાયું છે. આ સઘળુ તિકડમ એટલામાટે રચવામાં આવ્યું કે ગણતરીનો જવાબ 15 કરોડ લાવી શકાય. અહીં આપણે એ જાણી લેવું પડશે કે પૃથ્વીથી સૂર્યનું અંતર, પૃથ્વી દ્વારા સૂર્યના દીર્ઘવૃત્તાકાર પરિભ્રમણના કારણે પરિવર્તિત થતું રહે છે. પૃથ્વીથી સૂર્યનું લઘુત્તમ અંતર લગભગ 14,73,00000 કિ.મી જ્યારે મહત્તમ અંતર 15,21,00000 કિ.મી હોય છે.
-
“સામાન્યરીતે” આસ્થા અને તર્ક બન્ને વ્યસ્તપ્રમાણમાં હોય છે. મતલબ આસ્થા વધે તો તર્ક ઘટે અને તર્ક વધે તો આસ્થા ઘટે. આસ્થામાં ડૂબેલ વ્યક્તિ પોતાના પૂર્વગ્રહોની પુષ્ટિ માટે અનેક ભ્રમણાઓ/ધારણાઓને પોષતો હોય છે. આસ્થા સામાજીક, ધાર્મિક, રાજનૈતિક કોઇપણ પ્રકારની હોય શકે છે. તે વ્યક્તિની દૂરદર્શિતા, બોધગમ્યતા અને નિર્ણય લેવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેના દૂરોગામી પરિણામો હોય છે.

No comments:
Post a Comment