Thursday, March 5, 2020

ગૌમૂત્ર

એક વાત સમજાવો....."સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગૌમૂત્ર વડે કેન્સર મટાડયાનો દાવો કર્યો." શું આ વિધાન દ્વારા તેમણે ગરીબ મહિલાઓ જે બ્રેસ્ટ કેન્સર વડે ઝઝૂમી રહી છે તેમને મિસગાઇડ નથી કરી, એવું કહીને કે ગૌમૂત્ર વડે તેને મટાડી શકાય છે??
-
અગાઉ પણ ઘણી વખત દોહરાવાયેલ ઉપરોક્ત ગુમરાહ કરનારા વિ
ધાનની હવે આડઅસરના નમુના જુઓ.....કેન્સર જાગરૂકતા વિષેના એક સત્રમાં ડોક્ટરોએ જણાવ્યું કે ગત વર્ષ આઠ કેન્સરના દર્દીઓ(સમગ્ર દેશના નહીં ફક્ત એકજ ક્ષેત્રના) કીમોથેરાપી દરમિયાન કીધા વગરના ગુપચુપ પંતજલિ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ ગૌમૂત્રનું સેવન કરતા રહ્યાં. જેના કારણે તેઓની કિડની ખરાબ રીતે સંક્રમિત(infected) થઇ ગઇ. પરિસ્થિતિ એવી ઉભી થઇ કે કેન્સરથી વધુ અર્જન્ટ તેમના માટે કિડનીનો ઇલાજ જરૂરી થઇ પડ્યો.
-
એક વાત જાણી લ્યો.....આ scientifically સત્ય છે કે અગર ગાય જેવા જાનવરનું મૂત્ર મનુષ્ય પીશે તો તેની કિડની ખરાબ થઇ જશે. કેમકે ગૌમૂત્રમાં યુરિયાનું પ્રમાણ ખુબ વધારે હોય છે અને કિડનીએ યુરિયાને દૂર કરવામાં અત્યાધિક મહેનત કરવી પડે છે. પરિણામ સ્વરૂપ અધિક વર્કલોડના કારણે કિડની ફેઇલ થઇ જશે. તો હે દેશબંધુઓ!!! અધોગતિ તરફ લઇ જતી આવી વિચારધારાથી બચો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવો!!!

No comments:

Post a Comment