Thursday, March 5, 2020

પ્રેમ અને સિનેમા


આપણી પ્રેમી પેઢીઓ જે કુરબાન થઇ અને થઇ રહી છે, તેમાં ફિલ્મી કહાનીઓનો હાથ ખરો? એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આપણાં "બંધ" ઘરોના જે છોકરા-છોકરીઓ ભાગ્યા છે, તેમના માટેનો રોડમેપ ઘણેઅંશે સિનેમાએ તૈયાર કરી આપ્યો છે.
-
તમામ બાબતોમાં આઝાદ ખ્યાલોથી નાતો જોડતો(હકીકતે જોડવાનો ઢોંગ કરતો) આપણો મિડલ ક્લાસ આજે પણ લગ્નોમાં જાતિના બંધનોને આસાનીથી છોડવા તૈયાર નથી દેખાતો અને આજ પ્રવૃત્તિ વર્તમાન યુવા પ્રેમના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. એવામાં મુખ્યધારા એવા સિનેમાનો કિરદાર ઘણો મજેદાર છે. જેમાં વારંવાર પ્રેમકહાનીઓ વિષયના કેન્દ્રમાં હોય છે પરંતુ જાતિનો સંદર્ભ/ઉલ્લેખ જ ગાયબ હોય છે. કોઇપણ પ્રેમકહાની લ્યો જેમકે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. ફિલ્મની મુખ્ય અડચણ એજ છે કે નાયક-નાયિકાના સબંધ નાયિકાના પિતાને સ્વીકાર્ય નથી. પરંતુ આ ફિલ્મમાં ક્યાંય કોઇ એવું માનવા રાજી નથી દેખાતુ કે આનું એક કારણ જાતિ પણ હો
-
નક્કી કરેલ નિષ્કર્ષો અને પૂર્વનિર્ધારિત અંતવાળો આપણો સિને ઉદ્યોગ છે. ફિલ્મો પણ એવી બનાવવામાં આવે છે જેમાં કિરદારોને ઘણી છૂટ હોય છે મનમાની કરવાની પરંતુ અંતે સાચા માર્ગે(?) આવી નૈતિકતાની આંગળી ઝાલવી જ પડે છે. લોકપ્રિય સિનેમા પરંપરા અને આધુનિકતામાં આધુનિકતાનો પક્ષ નથી લેતાં. જેનો એક પ્રમુખ ઉદ્દેશ્ય પરંપરા નિર્ધારિત સામાજીક બંધનોની મધ્ય એક ઉપભોક્તા સંસ્કૃતિને ખપાવવાનું હોય છે. જેનો સ્તંભ પૂંજીવાદે ઉભો કર્યો છે. આજ એ અંશ છે જેને જોઇને કેટલીયે પેઢીઓનો પ્રેમ કુરબાન થઇ ગયો. તમને પ્રશ્ન થશે આમા પૂંજીવાદ વચ્ચે ક્યાં આવ્યો? વાત થોડી સુક્ષ્મ છે ચાલો સમજીએ......
-
પ્રેમના ચક્કરોમાં જ્યારે કહાનીઓના પાત્રો ઉલજાઇ જાય છે ત્યારે હિન્દી સિનેમાનો વણલખ્યો નિયમ છે કે તેઓ ગીતો ગાય છે. હિન્દી સિનેમામાં આવેલ પ્રેમના હર રૂપને સાકાર કરવામાં ગીતોની સૌથી અગ્રિમ ભૂમિકા છે. ઘણીવખત આ ગીતો ફિલ્મની બહાર નીકળી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગ્રહણ કરી લે છે. અહીં જાવેદ અખ્તરનું વક્તવ્ય ઉલ્લેખવું ખુબજ જરૂરી છે. જેઓ કહે છે, "મને લાગે છે કે ગીત એક પ્રકારના જકડણથી મુક્તિ છે. જ્યારે આપ ગીત ગાઓ છો તો પોતાની ભીતર કોઇક દબાયેલા ભાવ, ચાહત અથવા વિચારને મુક્ત કરો છો. ગદ્યમાં આપ ઉત્તરદાયિત્વ હોવ છો પરંતુ પદ્ય એટલેકે ગીતમાં આપ વગર પરવાહે ખુદને અભિવ્યક્ત કરી શકો છો. જેમકે અગર આપ કહો....ખબર નથી લોકો પ્રેમ શું કામ કરે છે? તો જરૂરથી કોઇ જવાબમાં પુછશે....તમે પ્રેમની આટલી વિરૂધ્ધમાં કેમ છો? પરંતુ અગર આપ આ પ્રકારનું એક ગીત ગાઓ....જાને ક્યોં લોગ પ્યાર કરતે હૈ? તો કોઇપણ આપની પાસે આનુ સ્પષ્ટીકરણ નહીં માંગે. લોકો ગીતમાં પોતાની ઇચ્છાઓને અભિવ્યક્ત કરવા માટે સ્વતંત્ર હોય છે. મને લાગે છે કે જે જેટલો વધુ દમિત(પીડાયેલો) હશે તેટલોજ તે વધુ ગીતોમાં પોતાની અભિવ્યક્તિ જોશે."
-
જે સમાજમાં જેટલું વધુ દમન હશે ત્યાં તેટલાંજ વધુ ગીતો મળશે. આ આશ્ચર્ય નથી પરંતુ હકિકત છે કે ભારતીય સમાજમાં જ્યાં મહિલાઓ ઉપર દમન વધુ છે ત્યાં તેમના હિસ્સે ગીતો પણ પુરૂષોની સરખામણીએ વધુ આવ્યા છે. ગરીબને ભાગે અમીરથી વધુ ગીતો આવ્યા છે. લોકસંગીત આખરે નિર્માણથી લઇને સંરક્ષણ સુધી સામાન્ય માણસનું જ તો છે. અગર ગીત ફક્ત આનંદ અને આરામનું પ્રતિક જ હોત તો તે સમૃદ્ધ સમાજોમાં અધિક માત્રામાં મળવું જોઇતુ હતું પરંતુ તેની તાદાતો શ્રમિક અને વંચિત વર્ગ વચ્ચે જ વધુ છે. કેમ? સાથેસાથે એવું પણ પ્રતિત થાય છે કે ગીત એકરીતે આપણી સેક્સુઆલિટીનું પ્રતિક છે. એ મુજબ અગર સમાજમાં જેટલી મનુષ્યોની સેક્સુઆલિટીને દબાવવામાં આવશે અથવા દમિત કરવામાં આવશે ત્યાં એટલાંજ વધુ ગીતો તેમજ તેને ગાવાવાળા મળશે.
-
વારંવાર એવું કેમ થાય છે કે પ્રેમકહાનીને પૂરી થવામાં કોઇને કોઇ અડચણ ઉભી જ હોય(પછી ભલે તે જાતિની હો કે ક્લાસની). પ્રેમ સાથે જોડાયેલ આ શહીદી ભાવ તેને વધુ ઊંડો અને આકરો બનાવે છે. મશહુર ફિલ્મ શોલે પણ આવી જ એક અસંભાવ્ય પ્રેમકહાનીને પોતાની ભીતર સમેટેલ છે. જય અને રાધાની આ મૂક પ્રેમકહાની સમાજની પ્રચલિત માન્યતાઓની વિરૂધ્ધ છે. આપણે પણ એવું માની લીધું કે આ પ્રેમકહાનીનો સુવિધાજનક અંત જયની મૃત્યુ અને રાધાનું વિધવા રહી જવામાં જ છે. આનાથી અલગ કોઇપણ અંત ફિલ્મની લોકપ્રિયતામાં કેવી અસર ઉત્પન્ન કરતે એ જોવું ખુબજ મજેદાર અનુભવ હોત. એવું નથી કે બધીજ ફિલ્મો એવી બને છે પરંતુ અધિકતર ફિલ્મો આ તરજ ઉપર જ હોય છે.
-
આપણાં સમાજમાં પ્રેમ ફક્ત એક રૂમાની ખ્યાલ જ નથી, પણ એના ઘણાં ગહન અને સામાજીક નિહિતાર્થો છે. જેને હિન્દી સિનેમા એ હંમેશા અનુકૂલિત કરવાનો પ્રયાસ કર્યો છે. સ્પષ્ટ છે કે પ્રેમના સંદર્ભમાં જાતિના સવાલો હંમેશા કેન્દ્રમાં રહ્યા છે. આપણું સિનેમા શાહમૃગની જેમ પોતાનું મોઢુ સંતાડી તેને અણદેખ્યુ નથી કરી શકતું.
-
અંતે....અગર આપણે અને આપણાં સિનેમાએ વર્તમાન પેઢીના પ્રેમનો સાચો અર્થ સમજવો હોય તો પહેલા સબંધોની બરાબરીનું મહત્વ સમજવું પડશે. બન્નેએ સમજવું પડશે કે ભૂલ કરવાનો અને ભૂલી જવાનો જેટલો હક એક છોકરાને છે, તેટલોજ હક એક છોકરીને પણ હોવો જ જોઇએ. તેણે પણ મન ભરીને કનફ્યુઝ થવું જોઇએ અને ફિલ્મ દ્વારા અંતમાં તેના કિરદારની આવી અસહજ લાગતી ખાસિયતને અનુકુલિત ન કરવી જોઇએ.
ય શકે છે. જે દરઅસલ આપણા દેશમાં તમામ પ્રેમ-વિવાહોના રસ્તામાં આવતી મૂળ અડચણ છે.

(મિહીર દ્વારા)

No comments:

Post a Comment