ડંખ માર્યા બાદ અધિકતર મધમાખીનું મૃત્યુ શા માટે થઇ જાય છે?
-
આ માટે સૌપ્રથમ તેના ડંખને સમજવો પડે. મધમાખીનો ડંખ કાંટા જેવો હોય છે(કંઇક અંશે હાર્પૂન જેવો) જે એકવખત કોઇ જાનવરની અંદર ગયા પછી આસાનાથી બહાર નથી આવતો(જુઓ ઇમેજમાં લાલ સર્કલ). જ્યારે મધમાખી આપણને કરડે છે ત્યારે તેનો આ ભાગ આપણાં શરીરમાં ચાલ્યો જાય છે જેને તે પરત ખેંચીને બહાર કાઢી નથી શકતી. પોતાને આઝાદ કરવા માટે તે ડંખને ત્યાં જ છોડી દે છે. પરંતુ આ ડંખ સાથે તેના ઉદર(પેટ)નો મહત્વપૂર્ણ ભાગ જોડાયેલ હોય છે જેમકે પાચનતંત્ર, સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ પણ ત્યાંજ છૂટી જાય છે. ઉદરના આ ભાગો વિના મધમાખી લાંબો સમય જીવિત નથી રહી શકતી. માટે ડંખ માર્યાના થોડા સમય બાદ તે મૃત્યુ પામે છે.

No comments:
Post a Comment