Wednesday, March 11, 2020

કાર્બનડાયોક્સાઇડ

વૈજ્ઞાનિક સમુદાય પ્રદુષણ ઓછું કરવાનું કહે છે કારણકે તેનાથી વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. બીજી તરફ કાર્બનડાયોક્સાઇડ એ વૃક્ષો માટે જીવન છે તો પછી સમસ્યા શું છે?
-
સમસ્યા છે તેની માત્રામાં. જી હા, કાર્બનડાયોક્સાઇડ વૃક્ષો માટે જરૂરી છે પરંતુ તેની અધિક માત્રા પાછી નુકસાનકારક પણ છે. હકિકતે કાર્બનડાયોક્સાઇડ જેટલો આપણાં પર્યાવરણમાં હોવો જોઇએ તેનાથી ક્યાંય વધુ માત્રામાં મૌજૂદ છે. જે વૃક્ષો ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. વૃક્ષો કાર્બનડાયોક્સાઇડનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ માટે કરે છે. પરંતુ જે રીતે આપણે ગરમીની ઋતુમાં પરસેવો કાઢીએ છીએ બિલકુલ એવી જ રીતે વૃક્ષો પણ પોતાના પર્ણો(પાંદડાઓ) દ્વારા પાણીનો નિકાલ કરે છે. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણની સાથે જ થાય છે તેમજ તેમને ઠંડા રાખે છે.
-
જો આ પ્રક્રિયા રોકાઇ જાય તો વૃક્ષ સુકાવા માડે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, જરૂરિયાત કરતાં વધુ કાર્બનડાયોક્સાઇડની માત્રા આ પ્રક્રિયાને ધીમી કરી નાંખે છે. પરિણામ સ્વરૂપ વૃક્ષ ધીમેધીમે સુકાવા માડે છે. એટલામાટે કાર્બનડાયોક્સાઇડની અધિક માત્રા વૃક્ષો માટે બેકાર છે.

No comments:

Post a Comment