Sunday, March 8, 2020

થર્મોમીટર

બે સવાલ.....(1) શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરને જીભ નીચે અથવા કાંખમાં દબાવીને શું કામ રાખવામાં આવે છે?(શરીરના કોઇપણ ભાગને ફક્ત સ્પર્શ કરીને તાપમાન કેમ માપવામાં નથી આવતું?) (2) થર્મોમીટરને તાપમાન માપતા પહેલાં હાથ વડે ઝાટકવામાં કેમ આવે છે?
-
ઇમેજને ધ્યાનથી જુઓ.....જેમાં નીચેવાળા ચમકદાર ભાગને બલ્બ કહે છે. થર્મોમીટરનો પારો(mercury) ત્યાંજ સંગ્રહિત રહે છે. પારો એક એવી પ્રવાહી ધાતુ છે જેમાં ઉષ્મા(heat) મળતા thermal expansion તુરંત
જ થવા માંડે છે. બલ્બની બરોબર ઉપર ટ્યુબમાં એક notch હોય છે જેને kink કહે છે. આપણે જ્યારે થર્મોમીટરના બલ્બનું તાપમાન વધારીએ છીએ, ત્યારે તેની અંદરનો પારો ફેલાવા લાગે છે અને નળીમાં ઉપર ચઢે છે.
-
kink આ પાતળી નળીનો પણ સૌથી પાતળો હિસ્સો હોય છે. જેનું કાર્ય છે....ઉપર ચઢેલા પારાને તુરંત નીચે પડવાથી રોકવું. એનો શું ફાયદો? અગર તુરંત જ પારો નીચે ઉતરી જાય તો સટીક તાપમાનને સ્કેલ ઉપર વાંચવું કઇરીતે? આજ કારણ છે કે તાપમાન માપતા પહેલાં થર્મોમીટરને ઝાટકવામાં આવે છે જેથી ઉપર ચઢેલ સઘળો પારો નીચે બલ્બમાં આવી જમા થઇ જાય. અગર આવું નહીં કરીએ તો થર્મોમીટર વાતાવરણની ગરમી દ્વારા પારામાં થયેલ expansion ને બતાવશે, કે જે વાતાવરણનું તાપમાન હશે અને આપણને ખોટું reading મળશે.
-
હવે નજર કરીએ પ્રથમ સવાલ ઉપર.....થર્મોમીટરના બલ્બને દબાવીને એટલા માટે રાખવામાં આવે છે જેથી તે વાતાવરણના તાપમાનને ન દર્શાવે. ઉદ્દેશ્ય એ જ હોય છે કે બલ્બ ચારેબાજુથી ઢંકાયેલ હોવો જોઇએ જેથી તેને જે પણ ગરમી મળે તે ફક્ત શરીરની જ મળે બાહરી વાતાવરણની નહીં.

No comments:

Post a Comment