Thursday, March 5, 2020

ગૃહકાર્ય

શું ગૃહકાર્ય એટલેકે હોમવર્ક બાળકોની સર્જનાત્મકતા(creativity)ને મારી નાંખે છે?
Duke યુનિવર્સિટીના સાયકોલોજી અને ન્યૂરોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર Harris. M. Cooper પોતાના પુસ્તક The Battle Over Homework માં પોતાના રિસર્ચ વિષે લખે છે કે.....7 થી લઇને 12 ધોરણ સુધીના બાળકોને અગર હોમવર્ક આપવામાં આવે તો તેમને થોડો(repeat થોડો) ફાયદો થઇ શકે છે. પરંતુ પ્રી-પ્રાઇમરી તેમજ 1 થી 6 ધોરણ સુધીના બાળકોને હોમવર્ક કરાવવાથી કે આપવાથી કોઇજ ફાયદો નથી થતો. આ વાતને તેમણે સાબિત પણ કરી છે.
-
બીજા એક પ્રોફેસર છે Alfie Kohn. જેઓ પોતાના પુસ્તક The Homework Myth માં લખે છે......સાયન્ટિફિક રિસર્ચ કહે છે કે હોમવર્કથી બાળકો ભણતરથી દૂર થવા માંડે છે. કારણકે તમે બાળકોને ફોર્સ કરો છો જેના લીધે તેઓ તાણ(stress) અનુભવે છે. હોમવર્કના કારણે બાળકો ઘણી એવી પ્રવૃત્તિઓ ખોઇ બેસે છે જેના વડે તેમનું સામાજીક કૌશલ્ય(social skill) અને વૈજ્ઞાનિક અભિગમ(scientific approach) ઘડાય છે. ઉદાહરણ તરીકે મિત્રો સાથે રમત-ગમત નથી રમી શકતાં, વડીલો સાથે ચર્ચા નથી કરી શકતાં, પ્રકૃતિથી દૂર થતાં જાય છે, પોતાના હાથો વડે નવીન કાર્યો કરીને શીખતા નથી, પ્રયોગો(experiments) નથી કરતાં, ઘરની બહાર જઇ વસ્તુઓ ખરીદી નથી શકતાં, ચલણ(currency) નું મુલ્ય નથી સમજી શકતાં, તેમના શોખથી તેઓ દૂર થવા માંડે છે વગેરે. તેમનું કહેવું છે કે અગર હોમવર્ક ન આપવામાં આવે તો આપણાં બાળકો વધુ ક્રિએટીવ થશે.
-
PISA જે એક ઇન્ટરનેશન ટેસ્ટ છે તેની રેટીંગ (જુઓ ઇમેજ).....જેમાં ફિનલેન્ડ સૌથી ટોપ ઉપર છે. ફિનલેન્ડમાં 93% વિદ્યાર્થીઓ graduation પૂર્ણ કરે છે(અમેરિકામાં આ અંક 75% છે). 2016 થી ફિનલેન્ડે No Homework Policy અખત્યાર કરી. એ પહેલાં ત્યાં હોમવર્ક અપાતુ પણ ખૂબજ જૂજ માત્રામાં. હવે તે પણ તેમણે બંધ કર્યું. પરિણામ નજર સામે છે. દુનિયાના ઘણાં દેશો આ ટ્રેન્ડ તરફ વળી રહ્યાં છે. ખબર નથી ભારત(વિશ્વગુરૂ) શું કરશે??
એક આડ વાત:- જ્યાં સ્કૂલો કરતાં મંદિર અદ્યતન હોય, ક્લાસરૂમ કરતાં ગણપતિના મંડપ વિશાળ તેમજ સુશોભિત હોય, નાગરિકોની મૂળભૂત આવશ્યક્તાઓ માટે ફંડની સતત ખેંચ રહેતી હોય છતાં એક-એક ધારાસભ્યો 100,200,300 કરોડમાં ખરીદાતા હોય.....તે દેશમાં સપનાઓનો અસામયિક અંત સ્વાભાવિક ઘટના લેખાવી જોઇએ.(shame!!!) 


No comments:

Post a Comment