"તારલીયા ટમટમીયા રે....." શું તારાઓ ઝબૂકે છે?? જવાબ છે.....ના. તો પછી આપણને તેઓ ઝબૂકતા હોવાનો ભાસ કેમ થાય છે? જવાબ છે.....આપણું વાયુમંડળ એટલેકે વાતાવરણ. કઇરીતે? ચાલો જોઇએ...
-
આપણી આંખો અને તારાઓ વચ્ચે વાયુમંડળનું એક મોટું પડ(layer) આવેલું છે. એટલેકે આપણે તારાઓને વાયુમંડળના એક મોટા આવરણની પાછળથી જોઇએ છીએ. આ આવરણ પણ અનેક નાના આવરણો વડે બનેલું છે. કેટલાંક આવરણ ગરમ છે તો કેટલાંક ઠંડા. દરેકની ઘનતા(density) પણ અલગ-અલગ છે. તેમજ તેઓ ગતિમાન પણ છે. ઘનતાના તફાવતને કારણે તેઓનો Refractive Index(વક્રીભવનાંક) પણ અલગ-અલગ છે. તારાઓનો પ્રકાશ આજ આવરણોમાંથી થઇને આવે છે અને પરાવર્તિત થાય છે. માટે ક્યારેક વધુ તો ક્યારેક ઓછું પરાવર્તનને કારણે તારાઓની ચમક વધઘટ થતી રહે છે. અગર આપ વાયુમંડળના બહારથી તારાઓને જુઓ તો તેઓ ઝબૂક્યા વગરના દેખાશે.
-
હવે અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે સૂર્ય અને ગ્રહો તો પછી શા માટે નથી ઝબૂકતા? કેમકે નજીક હોવાના કારણે તેઓ આંખો ઉપર ઘણો મોટો કોણ(viewing angle) બનાવે છે. જે ઝબૂકવાની સીમા થી વધુ છે.

No comments:
Post a Comment