શું સૈદ્ધાતિંક ભૌતિકી(Theoretical Physics)નું અધ્યયન સમય તેમજ સંસાધનોની બરબાદી છે?? ચાલો જોઇએ.......
1873માં એક યુવા બ્રિટિશ સૈદ્ધાતિંક ભૌતિકશાસ્ત્રી(theoretical physicist) જેમ્સ ક્લાર્ક મેક્સવેલ(James Clerk Maxwell) એ કેટલાક પૂર્ણ વિકસિત સમીકરણો લખ્યાં. ભૌતિકશાસ્ત્રના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓમાં તે સમીકરણો સ્થાન પામવાના હતાં. એ સમીકરણોએ કેટલાંક અદ્રશ્ય તરંગોના અસ્તિત્વની ભવિષ્યવાણી કરી અને સાથેસાથે એ પણ જણાવ્યું કે તેઓને પ્રયોગશાળામાં ઉપકરણો દ્વારા ઉત્પન્ન કરી તેમજ ઓળખી પણ શકાય છે.
-
બરાબર 14 વર્ષ બાદ એક યુવા જર્મન ભૌતિકશાસ્ત્રી હેનરિચ રૂડોલ્ફ હર્ટઝ(Heinrich Rudolf Hertz) એ કેટલાક શ્રૃંખલાબદ્ધ પ્રયોગ કર્યાં જેના દ્વારા મેક્સવેલના સિદ્ધાંતોની પુષ્ટિ થઇ ગઇ. જ્યારે હર્ટઝને તેમના પ્રયોગોની ઉપયોગિતા બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,“ફિલહાલ તો આનો કોઇ ઉપયોગ નથી, આ પ્રયોગોથી ફક્ત એટલુંજ સિધ્ધ થયું છે કે મેક્સવેલના સમીકરણો અને સિદ્ધાંતો સાચા હતાં.
-
આ રિઝલ્ટના 25 વર્ષ બાદ RMS ટાઇટેનિક નામનું એક દુર્ભાગ્યશાળી જહાજ એટલાંટિક મહાસાગરમાં વિરાટ હિમખંડ સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. પરંતુ તેના ચાલક દળે ગુગ્લીએમો માર્કોની(Gugliemo Marconi) દ્વારા આવિષ્કૃત એક દૂરસંચાર યંત્રનો ઉપયોગ કર્યો. એ યંત્ર મેક્સવેલ અને હર્ટઝના સિદ્ધાંતો તેમજ પ્રયોગો આધારિત હતું. એ યંત્રનો ઉપયોગ કરી શીઘ્ર સહાયતા માટે સંદેશો મોકલવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપ એક બીજું જહાજ RMS કારપાથિયા ત્યાં પહોંચ્યું અને લગભગ 700 લોકોના પ્રાણ બચી ગયાં.
-
માર્કોનીના એ પ્રસિધ્ધ આવિષ્કારને લોકો વાયરલેસ ટેલિગ્રાફ અથવા રેડિયોના નામે ઓળખતા થયાં. હર્ટઝના પ્રયોગો વિના આ આવિષ્કાર સંભવી શક્યો ન હોત અને હર્ટઝના પ્રયોગો મેક્સવેલના સિદ્ધાંતો/સંકલ્પનાઓ પર આધારિત હતાં. જેમાં મેક્સવેલે દર્શાવેલ એ અદ્રશ્ય તરંગો બીજા કોઇ નહીં પરંતુ રેડિયો તરંગો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો હતાં. જે હાલમાં ઉપયોગમાં લેવાતા લગભગ હર ઇલેક્ટ્રોનિક યંત્રનો આધાર છે. રેડિયો તરંગો વિના વાયરલેસ સંચાર, ઉપગ્રહ સંચાર, મોબાઇલ કે ઇન્ટરનેટનો પ્રયોગ અસંભવ છે.
-
યાદરાખો આખી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જેમાં આધુનિક કમ્પ્યુટિંગ, કમ્યુનિકેશન અને લેસર સામેલ છે....સૈદ્ધાતિંક ભૌતિકશાસ્ત્રીઓ દ્વારા સ્થપાયેલ નિષ્કર્ષો પર આધારિત છે. જોકે તેમને સિધ્ધ કરવા માટે તેમજ તેમના વ્યવહારિક જ્ઞાન માટે અનેક મહાન પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રીઓએ અસંખ્ય પ્રયોગો પણ કર્યા છે. હવે તમે કહો....શું સૈદ્ધાતિંક ભૌતિકશાસ્ત્રનું અધ્યયન(જેના માટે કેટલાંક પેપર તેમજ પેનની જ જરૂર હોય છે) આપણાં સમય અને સંસાધનોની બરબાદી છે??

No comments:
Post a Comment