Monday, March 16, 2020

Max Planck


અગર બ્રહ્માંડ પોતાની પ્રારંભિક અવસ્થામાં નાનું હતું, તો આખિરકાર કેટલું નાનું હતું? આ સવાલે ઘણાં લાંબા સમય સુધી વૈજ્ઞાનિકોને પરેશાન રાખ્યા. અંતે સમસ્યાનો ઉકેલ મેક્સ પ્લાન્કે આપ્યો.
-
પ્લાન્કે સાબિત કર્યું કે સ્પેસટાઇમ quantised હોય છે. સરળ શબ્દોમાં ઉર્જા સતત નથી પરંતુ નાના-નાના પેકેટ્સના રૂપમાં વહેતી હોય છે. પ્લાન્કે ઉર્જાના આ ન્યૂનતમ પેકેટનું મુલ્ય 6.6261X10^-34 જૂલ/સેકન્ડ નિર્ધારિત કર્યું. જે ગણિતિય રૂપે સાચું હોવાની સાથેસાથે પ્રયોગો ઉપર પણ ખરૂ સાબિત થયું. બ્રહ્માંડની હર વસ્તુ vibrate(કંપન) થઇને એક નિશ્ચિત આકારની wavelength(તરંગલંબાઇ) પ્રદર્શિત કરે છે. પ્લાન્ક અનુસાર કોઇપણ વસ્તુની સૌથી નાની સંભવ વેવલેન્થ 1.6X10^-35 મીટર છે. જેને Planck Distance પણ કહે છે.
-
વેવલેન્થ અને તાપમાન એકબીજાના વ્યસ્તપ્રમાણમાં હોય છે. મતલબ વેવલેન્થ જેટલી નાની, વસ્તુનું તાપમાન એટલુ જ વધુ હોય છે. આ મુજબ Planck Distance ધરાવતી કોઇપણ વસ્તુનું તાપમાન બેહદ પ્રચંડ લગભગ 1.41x10^32(એક પાછળ 32 મીંડા) કેલ્વિન હોય છે. આ આપણાં બ્રહ્માંડનું સંભવિત સૌથી અધિક તાપમાન છે. એક સ્થાન ઉપર આનાથી વધુ તાપમાન એક ત્વરિત બ્લેકહોલને જન્મ આપે છે. માટે કહી શકાય કે પ્લેન્ક અચળાંક(costant) બ્રહ્માંડની બનાવટના ઢાંચાની સીમા છે. આજ પ્રકારે પ્રકાશ દ્વારા એક Planck Distance અંતરને કાપવા માટે લાગતો સમય છે 5.39x10^-44 સેકન્ડ છે. આ આપણા બ્રહ્માંડનો સૌથી નાનો સમયનો એકમ છે.
-
તો હવે આપણી પાસે સ્પેસટાઇમનો સમય-અંતર-તાપમાનનો સૌથી નાનો એકમ આવી ગયો છે, તો સવાલ ફરીથી....અગર બ્રહ્માંડ 14 અબજ વર્ષથી લગાતાર ફેલાઇ રહ્યું છે તો ભૂતકાળમાં તે કેટલું નાનુ હતું? જવાબ છે.....1.6x10^-35 મીટર અર્થાત પ્લાન્ક અંતર. કેમકે આનાથી નાના અંતરની કલ્પના કરવી સંભવ નથી. માટે બ્રહ્માંડના જન્મની ટાઇમલાઇનને આ આકારથી શરૂ કરવા સિવાય આપણી પાસે અન્ય કોઇ વિકલ્પ બચતો નથી.

No comments:

Post a Comment