Sunday, March 8, 2020

Drugs

ડ્રગ્સ શરીર માટે ખૂબજ હાનિકારક છે. તેનાથી થોડા સમય માટે શરીરને આરામ મળે છે પરંતુ ઘણી વસ્તુઓ શરીર ગુમાવી પણ દે છે. ડ્રગ્સનું સેવન કરનારાઓને તેની લત શું કામ લાગી જાય છે? ડ્રગ્સ શરીરમાં શું કરે છે? તેના ગેરફાયદા શું છે?
-
આપણાં મગજમાં એક reward(ઇનામી) system હોય છે જે સારા તેમજ સ્વસ્થ કાર્ય કરવા માટે આપણને ઇનામ આપે છે(wow!!!). ઉદાહરણ તરીકે....અગર આપણે આઇસ્ક્રીમ ખાઇએ કે બીરયાની આરોગીએ ત્યારે મગજ આપણને ઇનામી રીતે જણાવે છે કે તે ટેસ્ટી છે. આપણને મજા આવે છે, સારૂં લાગે છે, ખુશી મહેસુસ થાય છે. મગજ આવું એટલા માટે કરે છે કે next time આપણે તે ક્રિયાને વધુ કરીએ. તો હર એવા કાર્ય માટે ચાહે તે ખોરાક હો યા સેક્સ, મગજ ઇનામી દ્રષ્ટિએ આપણને સારી અનુભૂતિ કરાવે છે અને આપણને relax રાખે છે.
-
આ સઘળી ક્રિયા મગજમાં થાય છે. આ ક્રિયા દરમિયાન આપણાં nerve cells(ચેતા કોષો) એક ખાસ neuro transmitter ઉત્પન્ન કરે છે જેને ડોપામાઇન(Dopamine) કહે છે. ડોપામાઇન કમાલનું રસાયણ છે. જ્યારે આ રસાયણ મગજમાં ઉત્પન્ન થાય છે ત્યારે ચાહે આપ મીઠુ(sweet) ખાઓ કે ન ખાઓ આપને સારૂ જ લાગશે. ઉદાહરણ તરીકે આપને કોઇ છોકરી કે છોકરો પસંદ છે, તેને જ્યારે તમે મળો કે જુઓ છો ત્યારે પણ મગજમાં ડોપામાઇન ઉત્પન્ન થાય છે. જેના કારણે આપને મજેદાર feeling આવે છે. જ્યારે આપ કોઇ અન્યને જુઓ છો તો આવી feeling નથી આવતી. કેમ? કારણકે ત્યારે ડોપામાઇનની ઉત્પત્તિની માત્રા ખૂબ જ ખૂબ જ ઓછી હોય છે. ટૂંકમાં આ ડોપામાઇન એ પુરષ્કારરૂપી રસાયણ છે જે આપણને relax અને happy રાખે છે.
-
અહીં હવે ડ્રગ્સ આવે છે. ડ્રગ્સ (જેમકે કોકેઇન) જ્યારે કોઇ વ્યક્તિ લે છે તો તે brain cells ને મજબૂર કરે છે ડોપામાઇનને રિલીઝ કરવા માટે. કેટલી માત્રામાં? નોર્મલ કરતાં વધુ. કેટલીક વખત તો 100 ઘણું વધારે. આપે ઘણીવાર જોયું જ હશે કે જ્યારે કોઇક પોતાના પાર્ટનરને જોઇ રહ્યું હોય છે ત્યારે feeling એટલી બધી તીવ્ર હોય છે કે બાજુમાં બેઠેલ કોઇ મિત્રની વાતમાં તેનું ધ્યાન જ નથી રહેતું. કેમ? કારણકે ડોપામાઇન આપણાં શરીરના નોર્મલ function ને અસર કરે છે. હવે જરા વિચારી જુઓ જ્યારે ડ્રગ્સનું સેવન કરી 100 ઘણી વધુ feeling વધી જવા પામે તો ઘણી...ઘણીજ વધુ અસર કરે છે. નોર્મલ function ખોરંભે ચઢે છે, વ્યક્તિ સૂવા માંગે છે તેમજ એકલો કોઇક રૂમમાં પડ્યો રહેવા માંગે છે.
-
ડ્રગ્સનો નશો ઉતરતા નોર્મલ કાર્ય, જેના માટે મગજ દ્વારા આપણને ડોપામાઇનની જરૂર હોય છે, એટલો ડોપામાઇન નથી મળતો જેટલાં ડોપામાઇનની આપણને આદત પડી ચૂકી હોય છે. આપણને નથી કોઇ ભોજન પસંદ આવતું કે ન કોઇ શખ્સ. આવી બેચેનીમાથી છૂટવા માટે આપણને ઓર વધુ ડ્રગ્સની જરૂર પડે છે જે ન મળતાં માથામા દર્દ થવા માંડે છે. કેટલું? જે લોકો ચા ના રસિયા હોય અને સમયસર જો ચા ન મળે તો તેઓ કેવું feel કરે છે? આ માટે તેઓ જેટલું પણ વર્ણન કરે તેનાથી લગભગ 100 ઘણું વધુ દર્દ થાય છે.
-
ફિલહાલ આની ઉપર ઘણાં રિસર્ચ થઇ રહ્યાં છે કે કઇરીતે આ ક્રિયાને રિવર્સ કરી શકાય તેમજ કઇરીતે ડ્રગ્સના સેવનને રોકી શકાય.

No comments:

Post a Comment