વાવાઝોડા આવવાનું કારણ શું? આપને જાણીને નવાઇ લાગશે પરંતુ આનો ટૂંકો અને સરળ ઉત્તર છે......પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. જી હા, વાવાઝોડા ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે પૃથ્વીનું રોટેશન.
-
આપણી પૃથ્વીના મધ્યભાગને equator(વિષુવવૃત્ત) કહે છે. સામાન્ય રીતે તે ક્ષેત્ર હરિયાળો જ રહે છે. કેમકે ત્યાં વરસાદ ખૂબ સારો થાય છે, તોફાન તેમજ કડાકા કરતાં વાદળો પણ રહેતા હોય છે. જ્યારે આ વાદળો જમીન માર્ગે થઇ સમુદ્રને મળે છે........ઉદાહરણ તરીકે.....આફ્રિકાના પશ્ચિમ કાંઠે થઇ એટલાન્ટિક સમુદ્રને મળે છે......ત્યારે સમુદ્રની ઠંડી તેમજ ભેજવાળી હવા સહરાના રણની ગરમ અને સૂકી હવા સાથે ભળે છે. હવે તે ગરમ હવા ઉપર ચડે છે જેના કારણે મધ્યમાં એટલેકે ઠંડી અને ગરમ હવાની વચ્ચે એક low pressure zone બને છે. ફળસ્વરૂપ વધુને વધુ હવા ઉપર ચડે છે અને આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. જેના કારણે તોફાનો વધ્યા કરે છે. અગર તેમને એક યોગ્ય કદ અને આકાર મળી જાય તો તે એક વાવાઝોડામાં રૂપાંતરિત થઇ જાય છે.
-
પરંતુ તેઓ ફરે છે શા માટે? એટલા માટે કેમકે પૃથ્વી ફરે છે જેના લીધે Coriolis effect ઉત્પન્ન થાય છે. જે વાવાઝોડાને ફેરવે છે. અગર વાવાઝોડું વિષુવવૃત્તની ઉપર હોય તો clockwise એટલેકે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે અને નીચે હોય તો counter clockwise એટલેકે ઘડિયાળના કાંટાની વિપરિત દિશામાં ફરે છે(જુઓ ઇમેજો).

No comments:
Post a Comment