આપણાં શરીરનું એક જ ધ્યેય હોય છે.....પોતાને જીવંત રાખવું. એટલા માટે તે હર એ ચીજ ને શંકાની નજરે જુએ છે જે આપણી નથી. જેમકે બેક્ટીરિયા, વાઇરસ, અન્ય વ્યક્તિના કોષ(cell), પોતાના જ બિમાર કોષ તેમજ હર એ ચીજ સામેલ છે જે આપણાં શરીરની નથી. એટલા માટે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ રીજેક્ટ થઇ જાય છે કેમકે શરીર તેને પોતાનું ગણતુ જ નથી.
-
આપણાં શરીરની security(સુરક્ષા) ને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે. (1) Border(Physical Barriers of Innate Immunity) એટલેકે સરહદી રખેવાળી (2) Police & Rangers(Innate Immunity) એટલેકે એ સુરક્ષાકર્મીઓ જે નાનામોટા threats સામે લડે છે (3) Army & Intelligence(Acquired Immunity) એટલેકે સ્પેશ્યલ ફોર્સ.
-
જ્યારે કોઇ બાહરી ઘૂસણખોર આપણાં શરીર ઉપર હુમલો કરે ત્યારે આપણી ત્વચા એક ઢાલ તરીકે તેનો રોલ અદા કરે છે. આપણી ત્વચા દેખાવે તો એકદમ પાતળી લાગે છે પણ તે ખુબજ કઠોર અને મજબૂત હોય છે. ત્વચાના છીદ્રો સિવાય હર એ છીદ્રો જે શરીરમાં છે ત્યાંથી બેક્ટીરિયા શરીરમાં પ્રવેશ કરી શકે છે. જેમકે નાક, કાન, મોં વગેરે. એટલા માટે આપણું શરીર આ ભાગોને વાળથી અને મ્યુકોઝલ(mucosal) layer વડે ઢાંકીને રાખે છે. આટલી નાકાબંધી છતાં કોઇ ઘૂસણખોર શરીરમાં પ્રવેશ કરે ત્યારે આપણી પોલિસ એટલેકે Neutrophils તુરંતજ તેની ઉપર હુમલો લાદે છે અને તેને ગળી જાય છે(આ Neutrophils લોહીની અંદર હોય છે). ગળ્યાના થોડા સમય બાદ તેઓ મૃત્યુ પામે છે. આપે જોયું જ હશે કે ચહેરા ઉપર થયેલ ખીલમાં થોડા સમય પછી પસ(પરૂ) થઇ જાય છે. આ પસ એ બીજું કંઇ નહીં પણ આપણાં શહીદ થયેલાં Neutrophils હોય છે.
-
હવે લોહીની બાહર બીજા ક્ષેત્રોમાં રેન્જર્સ કામ કરે છે જેને Macrophages કહે છે. જે દુશ્મનને ગળી જાય છે અને તોડી મરોડીને બાહર ઓકી નાંખે છે, પરંતુ તેઓ મરતા નથી. એક રેન્જર લગભગ 100 બેક્ટીરિયાને યમલોક પહોંચાડવા સક્ષમ હોય છે. આપણી પોલિસ એટલેકે Neutrophils અને Macrophages ને બાહરી દુશ્મનો સાથે લડવાની પરમિશન હોય છે પરંતુ પોતાનાઓ સામે જંગે ચઢવાની નહીં. એમના માટે અલગ રેજીમેન્ટ Natural Killer Cell(NKC) હોય છે. આ સૈન્ય આપણાં શરીરના એ કોષોને શોધે છે જેઓ યા તો
પોતાનું કાર્ય સરખી રીતે નથી કરતાં યા તો તેમણે કોઇ બેક્ટીરિયા અથવા વાઇરસને પોતાની અંદર શરણાર્થી તરીકે રાખ્યા હોય. NKC નું કાર્ય હર કોષિકા પાસે ઓળખપત્ર માંગવાનું હોય છે
-
આપણાં શરીરનું એક યુનિક ID કાર્ડ હોય છે. જેનું નામ છે....MHC-1(Major Histocompatibility Complex). જે એક પ્રોટીન હોય છે. જે કોષિકાઓએ ઘૂસણખોરોને શરણું આપ્યું હોય તે કોષિકાઓ આ પ્રોટીન બનાવવાનું ધીમેધીમે બંધ કરી દે છે. જેને જોતાંજ NKC તેમાં ઝેર(Perforin અને Granzyme) નાંખી દે છે. હવે માનો કે બાહરી ઘૂસણખોરોનો હુમલો બહુ વિશાળ માત્રામાં છે. આ સ્થિતિમાં આપણી પોલિસ અને રેન્જર્સની મર્યાદા આવી જાય છે. પછી ત્યાં બોલાવવામાં આવે છે સ્પેશ્યલ ફોર્સને એટલેકે D- cell(Dendritic cell) ને.
-
તેઓ દુશ્મનો ઉપર હુમલો નથી કરતાં પરંતુ દુશ્મનને ગળી જાય છે તેમના ટુકડા કરી નાંખે છે અને તે ટુકડાઓને પોતાના શરીર ઉપર ચીપકાવી દે છે અને તે સેમ્પલ લઇને આર્મીના હેડક્વાર્ટર પાસે જાય છે. આ સેમ્પલ ત્યાં T-cell ને સુપરત કરાય છે(T-cell બે પ્રકારના હોય છે. Intelligent T-cell જેને memory T-cell કહે છે અને બીજા killer T-cell જેને Cytotoxic T-cell કહે છે). જે ઘૂસણખોરોના ઓળખપત્રને બીજી સ્પેશ્યલ રેજીમેન્ટ B-cell ને પહોંચાડે છે. આ સેલ સેમ્પલને સ્ટડી કરે છે અને ઘણી મોટી માત્રામાં નાની-નાની આઈટમ બનાવે છે. આ આઈટમને આપ એક બલ્બ જેવી માની શકો. આવા કરોડો બલ્બ એટલેકે anti bodies ને બનાવી તે લોહીમાં છોડી દે છે. આ બલ્બ હુમલો થયેલ સ્થળે પહોંચી જ્યાંજ્યાં બેક્ટીરિયા છુપાયેલા હોય, તેમની સાથે ચોંટી જાય છે અને સળગવાનું શરૂ કરી દે છે. આ બલ્બને T-cell પણ સારી રીતે ઓળખતા હોય છે, માટે ત્યાં અત્યંત મોટું ઘમાસાણ યુદ્ધ ફાટી નીકળે છે. આ બલ્બના હોવાથી કામ ઘણું સરળ થઇ જાય છે. કેમકે જે જે બેક્ટીરિયાને આ બલ્બનો ભેટો થાય છે તેની ઉપર આપણી પોલિસ અને રેન્જર્સ પણ હાથ સાફ કરી લે છે. કારણકે તેમની ટ્રેનિંગ પણ એવી જ હોય છે કે બલ્બને જુઓ અને ઉડાવી દો. ધીમેધીમે બેક્ટીરિયા મરવાનું શરૂ કરી દે છે અને અંતે એક-એક કરીને બધા ખતમ થઇ જાય છે.
-
આ પ્રક્રિયા દરમિયાન આપણાં ઘણાં જવાનો પણ શહીદ થાય છે, પરંતુ માતૃભૂમિની માટી પણ એટલી અસરદાર હોય છે કે આવા અન્ય બીજા જવાનોને જન્મ આપતી રહે છે જે આપણાં માટે જાનની કુરબાની આપવા હંમેશા તત્પર હોય છે.
નોટ:- આ પોષ્ટમાં શારિરીક સુરક્ષાને ખુબજ.....ખુબજ.....ખુબજ.....સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. રીયાલીટીમાં આ બધુ ખુબજ complex રીતે ઘટીત થાય છે.
(અલી દ્વારા)

No comments:
Post a Comment