ઇ.સ.1772માં જર્મન ખગોળશાસ્ત્રી જે.ઇ.બોડે(Johann Elert Bode) એ એક નિયમ આપ્યો. આ નિયમ સૂર્યથી વિવિધ ગ્રહોના અંતરથી સબંધિત હતો. આ નિયમ કઇરીતે કાર્ય કરે છે તેના વૈજ્ઞાનિક કારણની હજીસુધી જાણ નથી પરંતુ તેની સચોટતા જુઓ......
-
આ સંખ્યાઓને જુઓ.....
0, 3, 3X2, 3X2X2, 3X2X2X2, 3X2X2X2X2, 3X2X2X2X2X2, વગેરે.
હવે તેમાં 4 ઉમેરો બાદમાં 10 વડે ભાગી નાખો. જવાબ આ પ્રમાણે મળશે..
0.4, 0.7, 1, 1.6, 2.8, 5.2, 10, 19.6, 38.8 વગેરે. અગર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને 1 માની લઇએ તો આ સમીકરણ પ્રમાણે ગ્રહોનું અંતર આ મુજબનું રહેશે.....બુધ 0.4, શુક્ર 0.7, પૃથ્વી 1, મંગળ 1.6, ગુરૂ 5.2 વગેરે.
-
હવે
મૌજૂદ ઇમેજમાં ગ્રહોનું બોડેના નિયમ પ્રમાણેનું અંતર તેમજ વાસ્તવિક અંતરની સરખામણી આપી છે જુઓ. કેટલું સામ્ય છે બે વચ્ચે. યાદરહે બોડે એ આ નિયમ આપ્યો ત્યારે હજુ યુરેનસ અને નેપ્ચુન ગ્રહો શોધાયા નહતાં. હવે મંગળ અને ગુરૂ વચ્ચેનો જે અંતરાલ છે(2.8) તે વિસ્મયકારક છે. જેનાથી એવો સંકેત મળે છે કે આ સ્થાને પણ કોઇક ગ્રહ હોવો જોઇએ જે હજીસુધી દેખાયો નથી. જાન્યુઆરી 1801માં આ સ્થાને એક લઘુગ્રહ મળી આવ્યો જેનું નામ સીરીસ(ceres) રાખવામાં આવ્યું. થોડા વર્ષો બાદ એટલાજ અંતરે પ્લાસ, જુનો અને વેસ્ટા નામે બીજા પણ લઘુગ્રહો મળી આવ્યાં. આજે એ લઘુગ્રહોના પટ્ટાને આપણે એસ્ટ્રોઇડ બેલ્ટ(asteroid belt) તરીકે ઓળખીએ છીએ. જોકે નેપ્ચુનના અંતરમાં થોડો વધુ તફાવત છે.



No comments:
Post a Comment