Georgia College & State University ના બાયોલોજીના પ્રોફેસર કેનેથ સલાડિન(Kenneth Saladin) ના હસ્તે લખાયેલ લેખના અંશ બે ભાગમાં....
અન્ય પ્રાણીઓની તુલનાએ મનુષ્યને જ બાળકને જન્મ આપતી વખતે અધિક દર્દ કેમ થાય છે? જ્યારે અન્ય પ્રાણીઓની માદાઓ મનુષ્ય સ્ત્રીઓની તુલનાએ અપેક્ષાકૃત આસાનીથી તેમજ ઓછી પીડા સાથે બચ્ચાઓને જન્મ આપે છે.
-
આ પ્રશ્નના ઉત્તરનો સબંધ સ્ત્રીઓની શ્રોણી એટલેકે પેલ્વિસ(Pelvis:-કમર-થાપાના હાડકાઓનો સમૂહ) સાથે છે. અન્ય સ્તનધારીઓની તુલનામાં આપણાં પેલ્વિસનો આકાર અધિક ગોળાકાર હોય છે.
-
આ પ્રશ્નના ઉત્તરનો સબંધ સ્ત્રીઓની શ્રોણી એટલેકે પેલ્વિસ(Pelvis:-કમર-થાપાના હાડકાઓનો સમૂહ) સાથે છે. અન્ય સ્તનધારીઓની તુલનામાં આપણાં પેલ્વિસનો આકાર અધિક ગોળાકાર હોય છે.
ઇમેજ-2માં ગર્ભસ્થ શિશુના માથાને કાળા રંગે દર્શાવ્યું છે જ્યારે તેની બાહરનો હિસ્સો માદાના શરીરનો ભાગ છે. આપ જોઇ શકો છો કે માદા મનુષ્યની પેલ્વિસનો આકાર આપણી નિકટતમ પ્રાઇમેટ્સ કપિઓની તુલનામાં કેટલો નાનો છે. આજ કારણ છે કે એક નાની જગ્યામાંથી બાળકના બહાર નીકળવાની પ્રક્રિયા દરમિયાન અધિક કષ્ટ થાય છે.
-
પરંતુ અહીં બીજો પ્રશ્ન એ ઉદભવે છે કે મનુષ્ય સ્ત્રીઓના પેલ્વિસ આટલા નાના કેમ હોય છે? એ મોટા તેમજ ફેલાવાવાળા કેમ નથી હોતા જેથી શિશુને બહાર આવવામાં આસાની રહે તેમજ પ્રસવપીડા પણ ઓછી રહે? આ પ્રશ્નના ઉત્તરનો સબંધ આપણી સીધા ઉભા રહી ચાલવાની ક્ષમતા અથવા કુશળતા સાથે છે અને આપણી આ ક્ષમતાનો સબંધ બે બાબતોથી છે....(1) આપણા ઉદર(પેટ) ને સહારો (2) ચાલવું-દોડવું.
-
ચિમ્પાન્ઝી અને ગોરીલા જેવા ચાર હાથો/પગોની સહાયતા વડે ચાલનાર પ્રાણીઓમાં પેટની ભીતરના અંગોના ભારને, પેટની મજબૂત માંસપેશિઓની ત્રણ પડ(લેયર) વાળી મોટી દિવાલ વડે સહાયતા મળે છે. પરંતુ કપિઓથી વિકસિત થઇને આપણા પૂર્વજો બે પગ ઉપર ચાલવા માંડ્યા. માટે પેટના અંગોનો ભાર પેલ્વિસ ઉપર પડવા લાગ્યો. આ ભારને સંભાળવા માટે નીચે કોઇ ચીજનું હોવું આવશ્યક થઇ ગયું. પ્રારંભિક મનુષ્યના આંતરડાઓ સાથે એ સમસ્યા થઇ ગઇ કે એમના લૂપ પેલ્વિસના ઉપરી હિસ્સા ઉપર પડીને કે લપેટાઇને હર્નિયાની અવસ્થા ઉત્પન્ન કરવા માંડ્યા. હર્નિયા ઘોર કષ્ટદાયક સ્થિતિ હોય છે જેમાં આંતરડા જેવું નાજુક અંગ કોઇ દબાણવશ અથવા કોઇ ખાલી જગ્યામાં ખસીને મરોડાઇ જાય છે. આપણા આંતરડાને આ સ્થિતિથી બચાવવા પ્રકૃતિએ કોઇ ઉપાય કરવો જરૂરી થઇ પડ્યો. ઉત્ક્રાંતિ દરમિયાન આપણાં પેલ્વિસનો નીચેનો ભાગ અંદર તરફ ખસવા માંડ્યો જેથી પેલ્વિસ ક્ષેત્રની માંસપેશિઓ અધિક મજબૂત થઇ ભારે ભરખમ તેમજ લાંબા આંતરડાઓને સહારો આપવા સક્ષમ બની(જુઓ ઇમેજ-3). આ રીતે પેલ્વિસ નાના થતા ગયાં.
-
પેલ્વિસના નાના થવાનું બીજું કારણ આપણા ચાલવા-ફરવાની ક્ષમતા સાથે છે. ઉત્ક્રાંતિ દરમિયાન આપણાં ઘૂંટણ(Knee)થી પેલ્વિસને જોડતું મોટું હાડકુ ફીમર(femur) અંદર તરફ એવી રીતે વળવા લાગ્યુ કે આપણાં ઘૂંટણો શરીરના ગુરૂત્વ કેન્દ્રથી નીચે ચાલ્યા ગયાં(જુઓ ઇમેજ-4). હાડકાઓની સ્થિતિમાં આ બદલાવ ના કારણે આરામથી ચાલવા-ફરવાનું આસાન બની ગયું તેમજ લાંબા અંતર સુધી દોડવું સંભવ બન્યું. પરંતુ પેલ્વિસમાં થનારા આ બધા બદલાવે પ્રસવને કઠિન બનાવી દીધું.
-
ઉત્ક્રાંતિ દરમિયાન પેલ્વિસના સંકોચાવાને કારણે પ્રારંભિક મનુષ્યોના શિશુઓને એમાંથી બહાર નીકળવા માટે તકલીફ પડવા લાગી કારણકે વિકાસની પ્રક્રિયા દરમિયાન આરંભિક મનુષ્યોના માથાનો આકાર પણ મોટા થતાં જતા મગજને સહારો આપવા માટે મોટો થતો જતો હતો. આ સમસ્યાનો હલ ઉત્ક્રાંતિએ એ પ્રકારે કાઢ્યો કે....શિશુઓની ખોપડીના હાડકાઓ એવી રીતે મુલાયમ બનવા માંડ્યા કે તે યોનીમાર્ગ મારફત બહાર નીકળતી વેળા પડનારા દબાણને સહન કરી લે. ઉત્ક્રાંતિએ શિશુઓના જન્મનો સમય પણ પરિવર્તિત કરીને એવી રીતે રૂપાંતરિત કરી નાંખ્યો કે ખોપડીના કઠોર બનવા પહેલાંજ તેઓ જન્મ લેવા માંડ્યાં.
-
જેના ફળસ્વરૂપ મનુષ્યોના નવજાત શિશુઓ અન્ય પ્રાણીઓના શિશુઓની તુલનાએ અલ્પવિકસિત અવસ્થામાં જન્મ લેતા થઇ ગયાં. આ અપરિપક્વતા હાલમાં પણ જોઇ શકાય છે. બીજા પ્રાણીઓના નવજાત શિશુઓની જેમ માનવીના શિશુઓ જન્મતાની સાથે ચાલવા કે દોડવા નથી લાગતાં. તેઓ વાનરના શિશુઓની જેમ પોતાની માં ને જકડી નથી શકતાં. આપણાં નવજાત શિશુઓ એટલા શક્તિહીન હોય છે કે તેઓ કોઇપણ ચીજને મજબૂતાઇથી પકડી નથી શકતાં. અન્ય પ્રાણીઓની તુલનાએ મનુષ્યોને પોતાના શિશુની અધિક સારસંભાળ રાખવી પડે છે. ટૂંકમાં બે પગ ઉપર ઉભા રહી ચાલવા-દોડવાની કિંમત આપણે અધિક પ્રસવ પીડા તેમજ શિશુના લાંબા સમય સુધી સંપૂર્ણ રીતે માતા-પિતા પર નિર્ભર રહીને ચૂકવી છે.
-
આ બધી બાબતો સાથે એક રોચક વાત એ પણ છે કે ઉત્ક્રાંતિએ આપણાં શિશુઓને જન્મ સમયે અસહાય બનાવી દીધા પરંતુ તેમની દેખરેખ માટે સ્ત્રી-પુરૂષોના સંબંધોને દીર્ઘજીવી બનાવી દીધાં. પેલ્વિક શરીર-રચના વિજ્ઞાન(pelvic anatomy) ના કારણે નર અને માદા મનુષ્યો શારીરિક તેમજ ભાવનાત્મક દ્રષ્ટિએ એકબીજાની વધુ નિકટ આવ્યાં અને અન્ય પ્રાઇમેટ્સની તુલનાએ એકજ જીવનસાથી વડે તૃપ્ત રહેવા લાગ્યાં....

No comments:
Post a Comment