એ તો આપણે જાણીએ છીએ કે આપણે ચંદ્રની એકજ બાજુને જોઇ શકીએ છીએ. તેની પાછળનો ભાગ આપણને ક્યારેય દેખાતો નથી. કેમ? આનો જવાબ પણ આપણને ખબર છે કે ચંદ્રને પોતાની ધરી ઉપર એક ચક્કર પુરૂ કરતા લગભગ એક મહિનો લાગે છે. સાથે-સાથે તેને પૃથ્વીનો ચકરાવો મારતા પણ એક મહિનો લાગે છે. માટેજ આપણને ચંદ્રનો ફક્ત એકજ ભાગ જોવા મળે છે. આને Tidal Locking પણ કહેવામાં આવે છે. સૂર્યમંડળના સર્વે ગ્રહોના ચંદ્રો પોતાના ગ્રહો સાથે Tidal Locking છે.
-
અગર ચંદ્રનો પોતાની ધરી ઉપર એક ચક્કર પુરૂ કરવા માટેનો સમય(પરિભ્રમણ) અલગ હોત તો આપણને તેની વિવિધ બાજુઓ જોવા મળત. હવે સવાલ એ છે કે ચંદ્રની પરિભ્રમણનો સમય એક મહિનાનો જ કેમ છે? કોણ જવાબદાર છે તેના પરિભ્રમણ સમય માટે? તેની ગતિને આ પ્રમાણેની રાખવા માટે તેને કોણ મજબૂર કરે છે? ચાલો જોઇએ.....
-
પૃથ્વી ચંદ્ર ઉપર ગુરૂત્વાકર્ષણ બળ લગાવે છે. કેટલું? f=gMm/r2. આ બળ સૂત્ર મુજબ 1/r2 ના હિસાબે બદલાય છે. જેનો મતલબ એવો થાય કે ચંદ્રનો જે ભાગ પૃથ્વીની નજીક હોય તેની ઉપર પૃથ્વી વધુ બળ લગાવે અને જે ભાગ દૂર હોય તેની ઉપર ઓછું. એનાથી બને એવું કે ચંદ્રનું ગુરૂત્વબિંદુ(center of gravity) બિલકુલ તેના મધ્ય ભાગમાં ન હશે પરંતુ ખસીને તે ભાગ પાસે આવવા લાગશે જે ભાગ પૃથ્વીની નજીક હોય(જુઓ ઇમેજ). એટલેકે center of gravity અને center of mass(કે જે ચંદ્રની બિલકુલ મધ્યમાં છે) mismatch થઇ જશે. હવે ધારોકે હું એક લાઇન બનાવું જે center of mass, center of gravity અને પૃથ્વીના center ને ભેગા કરે(જુઓ ઇમેજ) તો પૃથ્વી અને ચંદ્રની સંતુલિત સ્થિતિ હશે.
-
ચંદ્ર હંમેશા એવીરીતે જ ફરશે જેથી center of mass, center of gravity અને center of earth એકજ સીધી લાઇનમાં રહે. ધારોકે ચંદ્ર પોતાની ધરી ઉપર થોડો ઝડપી કે ધીમો ફરે તો center of gravity સીધી રેખાની બહાર નીકળી જશે(જુઓ ઇમેજ). આ સ્થિતિમાં પૃથ્વી ચંદ્ર ઉપર reverse torque લગાવશે. એટલેકે center of gravity ને ફરીથી લાઇનમાં લાવી દેશે. ટૂંકમાં ચંદ્રની પરિભ્રમણ ગતિને એક મહિના જેટલી રાખવા માટે ચંદ્રને પૃથ્વી મજબૂર કરે છે.

No comments:
Post a Comment