ઇંડાની અંદર બચ્ચુ શ્વાસ કઇરીતે લે છે? ત્યાં તેને ઓક્સિજન કેવીરીતે મળે?
ઇંડાનો બાહરી ભાગ કઠોર હોય છે જેને shell કહે છે. તે shell ની નીચે બે પાતળા પડ હોય છે જેને membrane કહે છે. આ બે પડની વચ્ચે એક નાની વાયુ કોષિકા(air cell) હોય છે. જે ઓક્સિજન વડે ભરેલી હોય છે(જુઓ મુખ્ય ઇમેજ). મરઘીના જ ઇંડાની વાત કરીએ તો તેના બાહરી ભાગમાં 7000 થીય વધુ નાના-નાના છીદ્રો હોય છે જેને માઇક્રોસ્કોપીક લેવલ ઉપર જોઇ શકાય છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ). આ છીદ્રોને pores કહેવામાં આવે છે. આ છીદ્રો દ્વારા જ ઓક્સિજન અંદર પ્રવેશે છે અને કાર્બનડાયોકસાઇડ બહાર જાય છે.


No comments:
Post a Comment