Thursday, March 12, 2020

અંધા કાનૂન




કાનૂન(Justice) આંધળો કેમ હોય છે? ચાલો જાણીએ કે ન્યાયના પૂતળાનો મતલબ શું છે? કેમ તેની આંખો ઉપર પટ્ટી બાંધેલી હોય છે?
-
ન્યાયનું પૂતળુ એક સ્ત્રીની પ્રતિમા છે. તેની આંખો ઉપર પટ્ટી બાંધેલી હોય છે. તેના એક હાથમાં તલવાર હોય છે(જુઓ મુખ્ય ઇમેજ) જે double edged એટલેકે બેધારી હોય છે, તેમજ બીજા હાથમાં એક ત્રાજવું હોય છે. બંન્ને વસ્તુ switched પણ હોય છે. એટલેકે કોઇક પ્રતિમામાં જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ત્રાજવું તેમજ કોઇકમાં ડાબા હાથમાં તલવાર અને જમણા હાથમાં ત્રાજવું. તે પ્રતિમાએ એક ખાસ પ્રકારનો પોશાક પહેર્યો હોય છે જેને Toga કહે છે. તેમજ ઘણી મૂર્તિઓમાં તેના પગ નીચે એક સાપ હોય છે. આ બધી વિશેષતાઓનો શું મતલબ તે જોઇએ...
-
સૌપ્રથમ આ પ્રતિમા એક સ્ત્રીની શા માટે છે તેની ચર્ચા કરી લઇએ. ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે કે રોમન દેવીના નામે આ ન્યાયની દેવીને બનાવવામાં આવી. જેનું નામ હતું.....આયુસ્તિશિઆ(Iustitia)(જુઓ ઇમેજ). ગ્રીક એટલેકે યુનાની માયથોલોજીમાં પણ એક ન્યાયની દેવીનો ઉલ્લેખ છે જેનું નામ હતું થિમિસ(Themis). તો આ રીતે આપણને મળી એક ન્યાયની દેવી. જેના એક હાથમાં ત્રાજવું એટલામાટે હોય છે કે તે સાચા અને ખોટાનો નિર્ણય fact અને evidence(પુરાવા) ના આધારે કરે છે.
-
આ દેવી પોશાક Toga એટલામાટે પહેરે છે કે રોમન સમયમાં આ પોશાકને વિદ્વાનના પોશાક તરીકે જોવામા આવતો હતો. આજે આ પોશાકનો થોડો modified પોશાક જજો પહેરે છે. હાથમાં રહેલ તલવાર એવું દર્શાવે છે કે ન્યાયની દેવી ન્યાયનો ફક્ત ફેંસલો જ નથી કરતી, બલ્કે તેને in forced એટલેકે લાગુ કરાવવાનો પણ હક રાખે છે. તેમજ તે એટલી તાકાત ધરાવે છે કે તેના નિર્ણયો ઉપર અમલ પણ કરાય. પગ નીચે રહેલ સાપ(જુઓ ઇમેજ) હકિકતે શેતાનને કચડવાનું પ્રતિક છે. એટલેકે શેતાન અને શેતાની ચાલોને કચડવાની સાથેસાથે આ દેવી ખુબજ તટસ્થતાથી ન્યાય કરે છે.
-
આંખો ઉપર બાંધેલ પટ્ટી દર્શાવે છે કે તે એ નથી જોઇ શકતી કે તેની સામે કોણ ઉભુ છે, કયા વેશમાં ઉભુ છે તેમજ કેટલું તાકતવર છે. આ દેવી અંધ છે તથા તે ફક્ત અને ફક્ત એ વાત ઉપર નિર્ણય લે છે કે તેની સામે કેવા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. દેવીને એનાથી પણ કોઇ ફરક નથી પડતો કે તે ખુદ શું ઇચ્છે છે(આનો જ ફાયદો ઉઠાવી ઘણાં ગુનેગારો છટકી જાય છે). બલ્કે તેનો ફેંસલો એ બુનિયાદ ઉપર થઇ રહ્યો છે કે કેટલા સબૂતો તેના ત્રાજવાના પલડામાં રાખવામાં આવ્યા છે.

No comments:

Post a Comment