સૌથી પહેલાં NRC માટે લડેલ જે માણસે પોતાની સમગ્ર યુવાની આસામમાંથી ઘૂસણખોરોને કાઢવા માટેની લડત માટે ખર્ચી નાંખી હોય અને અંતે તેજ નિરાશ થઇને કહે કે અમે એક ગાંડપણ માટે જીન્દગી બર્બાદ કરી નાંખી તો તેને તમે શું કહેશો?
-
એ માણસ છે....."મૃણાલ તાલુકદાર". જે આસામના નામચીન પત્રકાર છે. જેમનું NRC ઉપર લખેલ પુસ્તક 'POST COLONIAL ASSAM' નું વિમોચન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ થોડા દિવસ પહેલા દિલ્હીમાં કર્યું. એમનું બીજુ પુસ્તક 'એનઆરસી કા ખેલ' આવવાની તૈયારીમાં છે. તેઓ એનઆરસી મામલે કેન્દ્ર સરકારને સલાહ આપનારી સમિતિમાં પણ સામેલ છે. તેઓ ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનથી જોડાયેલા છે. હવે વાંચો તેમની આપવીતી.....
-
મારી અને મારા જેવા હજારો લોકોની યુવાની આસામમાંથી ઘૂસણખોરોને કાઢવા માટેના આંદોલનમાં ખૂંપી ગઇ. અમારામાં જોશ હતો પણ હોશ નહોતો. અમને ખબર નહોતી કે અમે જેમને આસામમાંથી બાહર કાઢવા માટેનું આંદોલન કરી રહ્યાં છીએ, તેમને કઇરીતે ઓળખવા? તેમજ તેમને બહાર કરવાની પ્રક્રિયા શું હશે? 1979 માં અમારૂ આંદોલન શરૂ થયું અને 1985 માં તો અમારી સરકાર બની ગઇ. પ્રફુલ્લ મહંત હોસ્ટેલમાં રહેતા હતાં. હોસ્ટેલથી સીધા સીએમ હાઉસ રહેવા પહોંચી ગયાં. પાંચ વર્ષ કેમ વીતી ગયા અમને ખબર જ ન પડી. રાજીવ ગાંધીએ સરસ કાર્ય કર્યું કે અમને ચૂંટણી લડાવીને સત્તા અપાવી. સત્તા મેળવીને અમને એહસાસ થયો કે સરકારના કામ અને મજબૂરી શું હોય છે?
-
પછીની ચૂંટણી અમે હારી ગયા પરંતુ પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવ્યાં. આ બીજા પાંચ વર્ષમાં પણ અમને સમજ ન પડી કે બાંગ્લાદેશીઓની ઓળખાણની પ્રક્રિયા શું હશે? લોકો અમારાથી અને અમે ખુદથી નિરાશ હતાં. છતાં ઘૂસણખોરો વિરૂધ્ધ અમારી લડાઇ અકબંધ હતી. બાદમાં ઘણા વખત પછી અમને આ પ્રક્રિયાની જાણકારી આપી દેશના હોમ સેક્રેટરી રહેલા ગોપાલ કૃષ્ણ પિલ્લઇએ. એમણે અમને સમજાવ્યુ કે તમે સર્વેની નાગરિકતા ચેક કરો. પોતાની નાગરિકતા પણ ચેક કરાવો અને જે બાહર રહે તે ઘૂસણખોર. ચોરને પકડવા માટે ક્લાસ રૂમના દરેકની તલાશી લેવાનો આ આઇડિયા અમને ખુબ ગમ્યો. પરંતુ ત્યારે ખબર નહોતી કે સવા ત્રણ કરોડ લોકો જ્યારે કાગળો માટે પરેશાન થઇને આમતેમ ભાગશે ત્યારે શું થશે?
-
પછીથી રંજન ગોગોઇએ કાનૂની મદદ કરી અને પોતે તેમાં રૂચી લીધી. એમાં આસામના એક શખ્સ પ્રદીપ ભુંઇયાની ખાસ ભુમિકા રહી. તેઓ સ્કૂલના પ્રિન્સીપાલ હતાં. તેમણે જ સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી અને પોતાના ખીસ્સાના 60 લાખ રૂપીયા ખર્ચ્યા. બાદમા તેમની જ યાચિકાને ધ્યાનમાં લઇને સુપ્રિમ કોર્ટે એનઆરસી ના આદેશ આપ્યાં. અન્ય શખ્સ અભિજીત શર્માએ પણ એનઆરસી ડ્રાફ્ટ લાવવા માટે ખુબ દોડધામ કરી. તો આ રીતે એનઆરસી વજૂદમાં આવ્યું અને વજૂદમાં આવતાની સાથે જ અમે વિચારવા લાગ્યા કે અરે....રે....આ અમે શું કરી નાંખ્યું? ખુદ અમારા ઘરના સભ્યોના નામ જ બાહરી થઇ ગયાં. જરા વિચારો....જે લોકો ઘૂસણખોરોને બહાર કાઢવા માટે આંદોલન કરી રહ્યાં હતાં એમના જ ઘરના સભ્યોના નામ એનઆરસી લિસ્ટમાં ન આવ્યાં.
-
જોકે બાદમાં ખામીઓ દૂર થઇ. 42 હજાર કર્મચારીઓ લાગલગાટ ચાર વર્ષ સુધી કરોડો કાગળો જમા કરતા રહ્યાં અને વેરિફિકેશન ચાલતું રહ્યું. સઘળુ આસામ જાણે ગાંડુ થઇ ગયું. એક-એક કાગળની પુષ્ટિ માટે બીજા રાજ્ય સુધી દોડ લગાવવી પડતી હતી. જેમકે કોઇના દાદા 1971 પહેલાં રાજસ્થાનની કોઇ સ્કૂલમાં ભણ્યા હોય તો તેણે દાદાનું સ્કૂલ સર્ટિફિકેટ લેવા ઘણીવાર રાજસ્થાન જવું પડ્યું. લોકોના લાખો રૂપીયા વેડફાઇ ગયાં. સેંકડો લોકોએ દબાવમાં આવીને આત્મહત્યા કરી લીધી. કેટલાઓ તો લાઇનોમાંજ મરણ પામ્યા. હું વર્ણન નથી કરી શકતો કે અમે અમારા જ લોકોને કેટલી તકલીફ આપી.
-
અને અંતે મળ્યુ શું? પહેલાં 40 લાખ લોકો એનઆરસી ના લિસ્ટમાં ન આવ્યાં, હવે 19 લાખ લોકો નથી આવી રહ્યાં. ચાલો હું કહું છું કે ફાઇનલી પાંચ કે ત્રણ લાખ લોકો લિસ્ટમાં ન આવશે તો આપણે એનું કરીશું શું? અમે આ બધુ પહેલા નહોતું વિચાર્યુ. અમને નહોતી ખબર કે આ સમસ્યા આટલી બધી માનવીય મૂલ્યોથી જોડાયેલ છે. મને લાગે છે કે આપણે આટલા લોકોને ન પાછા બાંગ્લાદેશ મોકલી શકીશું, ન જેલમાં રાખી શકીશું તેમજ ન આટલા લોકોને બ્રહ્મપુત્ર નદીમાં ફેંકી શકાય છે. તો અંતે એવો નિર્ણય નીકળશે કે આ લોકોને વર્ક પરમિટ આપવામાં આવે અને એનઆરસી થી પીછો છોડાવી લેવો. કેન્દ્ર સરકાર બીજા રાજ્યોમાં એનઆરસી લાવવાની વાત કરી રહી છે, પરંતુ તેમને આસામનો અનુભવ થઇ ચૂક્યો છે.

No comments:
Post a Comment