અગર તમે પુરૂષ છો અને સ્ત્રીના નામે કોઇ એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં એક સુંદર મજાની છોકરીનો ફોટો છે. છતાં ફેસબુકને ખબર હોય છે કે તમે એક પુરૂષ છો કારણકે ફેસબુક આપના વિશે લગભગ બધુજ જાણે છે. જેમકે....આપની ઉંમર શું છે? આપનું જેન્ડર શું છે? આપ કેટલી ભાષાઓ બોલી શકો છો? કેટલું ભણ્યા છો તેમજ હજુ કેટલું ભણવા માંગો છો? આપનો ધર્મ કયો છે? જાતિ કઇ છે? આપ શું જોબ કરો છો? કેટલું કમાવો છો? ભાડેના મકાનમાં રહો છો કે પોતાનું ઘર છે? આપના ઘરની કિંમત કેટલી છે? ઘરની સાઇઝ શું છે? કેટલાં બેડરૂમ/હોલ/કિચન છે? ઘરમાં સભ્યો કેટલાં છે? આપ ડિવોર્સી છો કે સિંગલ? માતા-પિતા સાથે રહો છો કે અલગ?
-
ફેસબુકનું નવું algorithm એ પણ જાણે છે કે આપ કોઇને પસંદ કરો છો કે નહીં? બલ્કે તેને તમારાથી પહેલાં ખબર પડી જાય છે કે તમે કોઇ છોકરી/છોકરા સાથે પ્રેમમાં પડવાના છો. કોની કોની પ્રોફાઇલ ચેક કરો છો? આપની પાસે બાઇક/કાર છે કે નહીં અને જો છે તો કઇ બ્રાન્ડની છે? કાર કેટલી જુની છે તેમજ તેનો insurance રીન્યુ કરવાનો સમય થઇ ગયો છે કે નહીં? સર્વિસની જરૂર છે કે નહીં? આપના કમ્યુટરમાં કઇ OS(Operating System) છે? આપ કઇ વેબસાઇટની મુલાકાત લો છો? ક્રેડિટ કાર્ડ છે કે નહીં? આપને કયો ટીવી શો પસંદ છે? કઇ બ્રાન્ડનો મોબાઇલ છે? આપનું કોન્ટેક્ટ લિસ્ટ, sms, mms સઘળું તેને ખબર છે.
-
હજી આગળ.....આપે ફોન દ્વારા કયા નંબર ઉપર, કેટલો સમય તેમજ શું વાત કરી તેની પણ રજેરજની માહિતી તે રાખે છે(વ્યક્તિ સ્વાતંત્ર્યતા my foot!!!). આપ શરાબ પીવો છો કે નહીં? ઘણાં કેસમાં તો તે એ પણ જાણે છે કે આપ કઇ લેબલની શરાબ પીવો છો? આપને એલર્જી છે કે નહીં? ચશ્મા પહેરો છો કે નહીં? ઇવન આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેરો છો કે નહીં? કોઇ બિમારી છે કે નહીં? ઓફીસે જવા માટે બસના ધક્કા ખાવ છો કે કારમાં જાવ છો? ફેસબુક સિવાય કમ્યુટરમાં આપે બીજી કઇકઇ tab ઓપન કરી છે? આપની પત્ની ગર્ભવતી છે કે નહીં? તેમજ expected delivery કયા મહિનામાં થશે?(યાદરહે ફેસબુક જેટલું જાણે છે તેના લિસ્ટની આ 10% વિગત પણ નથી)
-
શું અત્યારસુધી આપને જાણકારી હતી કે ફેસબુક તમારી આટલી બધી માહિતી રાખે છે? વિશ્વાસ નથી આવતો? સ્વાભાવિક છે કે આપને આ વાત ગળા નીચે ઉતરે તેવી નથી. કારણકે આટલી બધી અંગત જાણકારીઓ તો ભગવાનને જ ખબર હોય, રાઇટ??

જ્યારે ફેસબુક આપ આપના સ્માર્ટફોનમાં ઇન્સટોલ કરો છો ત્યારે ગુગલ એપ સ્ટોર આપને જણાવે છે કે ફેસબુક આપના ફોનમાં નીચે મુજબની services ઉપયોગ કરવાની પરમિશન માંગી રહ્યું છે. જેને વાંચ્યા વિના આપ accept કરી લો છો(જુઓ ઇમેજ).
-
જેમાં સામેલ હોય છે.......આપ ફોન ઉપર શું શું activity કરો છો, કેટલી applications ચાલી રહી છે, આપની browsing history, bookmarks, આપના ગુગલ એકાઉન્ટના data જેમાં તમારૂં નામ, ઉંમર, જેન્ડર વગેરે બધુજ સામેલ હોય છે, આપનું સંપૂર્ણ contact list, આપનું લોકેશન, sms, mms, photo, vodeo, audio સાથેસાથે આપના external storage એટલેકે મેમરી કાર્ડનું access પણ સામેલ હોય છે.
-
આટલુંજ નહીં આપના કેમેરાને ચલાવવાની અનુમતિ, માઇક્રોફોન, આપનો ફોન નંબર, તેનો device ID તેમજ ફોન દ્વારા કયા નંબર ઉપર વાત કરી રહ્યા છો એ જાણવાની અનુમતિ પણ માંગી લે છે(જુઓ ઇમેજ....જેમાં ઝુકરબર્ગ પોતાના લેપટોપના કેમેરા અને માઇક્રોફોન ઉપર હંમેશા ટેપ ચોંટાડેલી રાખે છે). હજી ગંભીર વાત બાકી છે......ફેસબુક આપની પાસેથી એ પરમિશન પણ માંગી લે છે કે તે આપના ફોનમાં કંઇપણ download કરી શકે છે, કોઇપણ જાતનું notification આપ્યા વિના. તેમજ આપના contact list માં ફેરફાર પણ કરી શકે છે.
-
હરએક વ્યક્તિના આટલા બધા ડેટાને સાચવવા માટે સ્વાભાવિક છે કે તેને વિશાળ કમ્પ્યુટરોની ફૌજ જોઇએ, giant સર્વરો જોઇએ, ટેકનીશ્યનો અને ઇજનેરો જોઇએ, મોટું infrastructure તેમજ મોટો સ્ટાફ જોઇએ, જેના માટે ખુબજ પૈસા જોઇએ. હવે સવાલ એ ઉભો થાય છે કે ફેસબુક આવું કરે છે શા માટે? આનો જવાબ ખુબજ રસપ્રદ તેમજ લાંબો છે જેને આપણે આગળ જોઇશું. ત્યાંસુધી એક મજેદાર વાત........ફેસબુક હવે આપને બે ચીજ ઓફર કરી રહ્યું છે. (1) આપનો એ ડેટા જે આજ સુધી તેણે જમા કર્યો છે, તે ડેટા આપ ફેસબુક પાસે માંગી શકો છો. (2) ફેસબુકે આપની પર્સનાલિટી કેવી બનાવી છે એટલેકે આપ કઇકઇ જાહેરાત માટે suitable છો. ટૂંકમાં આપની પાછળ કેટલાં જાહેરાતકર્તાઓએ પૈસા ખર્ચ્યા છે તેની જાણકારી પણ મેળવી શકો છો. અગર આપને જાણવું હોય કે ફેસબુક આપની વિષે શું-શું જાણે છે તેની સઘળી માહિતી ફેસબુક આપને આપે છે. જેની રીત આ પ્રમાણે છે.....

(1) સેટિંગ્સમાં જાઓ.
(2) Your Facebook Information ઉપર click કરો.
(3) download you information ની જમણી બાજુ આપેલ view ને ઓપન કરો.
(4) અંતે create file ઉપર click કરો.
ફેસબુક આપની ફાઇલ તૈયાર કરી, આપની પાસે આપના એકાઉન્ટનો પાસવર્ડ માંગશે અને થોડા સમય બાદ આપને આપની ફાઇલ સુપરત કરશે.

હવે સવાલ એ ઉઠે છે કે ફેસબુક આવું શા માટે કરે છે? જવાબ છે.....પૈસા માટે....પૈસા માટે હર વ્યક્તિની આટલી બારીકી જાસુસી? તેના સ્ટોરેજ માટે આટલા જાયન્ટ કમ્પ્યુટરો-સર્વર વસાવવા, એના માટે engineers અને workers નો ખડકલો કરવો, વધુ પડતુ નથી લાગતું? જી હાં, વધુ પડતુ લાગે છે પરંતુ કોઇ ચારો નથી. કેમ? આગળ વાંચો....
-
વાત કરીએ ટીવી જાહેરાતોની. આ જાહેરાતો મોટાભાગના દર્શકોને પસંદ નથી આવતી. કેમ? કારણકે આ જાહેરાતો આપણા મનપસંદ પ્રોગ્રામની વચ્ચે કંટાળો ફેલાવવાનું કામ કરે છે. આપ કોઇ ફિલ્મ જોઇ રહ્યા હો અને કોઇ એવો મહત્વનો સીન જેના માટે આપ રાહ જોઇ રહ્યા હો, તે પહેલાં તેમાં એક જાહેરાત મુકી દેવામા આવે છે. જેનાથી આપનો tempo, આપની અવસ્થા અચાનક જ બદલાઇ જાય છે. ટીવીવાળાને ફરક નથી પડતો કે આપ તેને જુઓ કે ન જુઓ. તેમને ફક્ત એમાંજ રસ હોય છે કે કયો પ્રોગ્રામ તેને કેટલી મોંઘી જાહેરાતો લાવીને આપે છે(ભાડમાં જાય દર્શકો!!!).
-
જ્યારે ફેસબુક જરાપણ નથી ઇચ્છતું કે લોકોને તેની appથી કંટાળો આવે અને લોકો બીજા સોશ્યલ મીડિયા નેટવર્ક ઉપર જતા રહે. એટલા માટે ફેસબુક આપની પ્રોફાઇલના ડેટાને પોતાના કમ્પ્યુટર દ્વારા પ્રોસેસ કરે છે. તેમજ આપને(જાહેરાત પણ) એજ બતાવે છે જે આપને પસંદ છે અને હકિકતમાં ફેસબુક આમા ઉસ્તાદ પણ છે. જેનું પરિણામ છે હર મહિને લગભગ 200 કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. હવે આટલું બધુ કરવા માટે તેને પણ જાહેરાતો જોઇએ છે અને ફેસબુક ચાલે પણ છે આ જાહેરાતોની બદોલત(અગર જાહેરાત નથી તો આપ ફેસબુક મફતમાં વાપરી નહીં શકો). પરંતુ તેની જાહેરાતો આપણી પસંદની હોય છે. જે આપણાં interest મુજબ આપણાં ફેસબુક પેજ ઉપર તે દર્શાવે છે. હવે આપની પસંદ/નાપસંદ જાણવા માટે આપની જાસુસી તો કરવી પડે કે નહી?
-
ફેસબુક ચાર પ્રકારે આપને ટાર્ગેટ કરે છે. (1) Geo Targeting:- જેમાં ફેસબુક આપને આપના લોકેશનના આધારે ટાર્ગેટ કરે છે. જેમકે અગર આપની અમદાવાદમાં કેક બનાવવાની શોપ છે, તો તે આપની જાહેરાત આસપાસના વિસ્તાર તેમજ અમદાવાદના રહીશોને જ બતાવશે. આપના શોપની જાહેરાતને ચેન્નાઇના ફેસબુક વપરાશકર્તાને બતાવીને શું ફાયદો? (2) Demographics:- જેમાં સામેલ છે....આપ કેટલું ભણ્યા છો, આપના લગ્ન/સગાઇ થઇ છે કે નહીં, આપનો જન્મદિવસ અથવા આપના મિત્રનો જન્મદિવસ કેટલો દૂર છે, આપ ડિવોર્સી છો કે સિંગલ, શું આપે નવીનવી જોબ જોઇન કરી છે. આવી માહિતીથી આપને પર્સનલી ટાર્ગેટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ધારોકે મારો જ્વેલરીનો શોરૂમ છે, તો હું ફેસબુક પાસે એવા વ્યક્તિઓના ડેટા માંગુ જેમની anniversary/સગાઇ/જન્મદિવસ આવનારા ત્રીસ દિવસની અંદર આવે છે. જેના કારણે મારૂં વેચાણ ચોક્કસ વધી જવા પામે. (3) Interest:- જેમાં સામેલ છે આપને શેમાં રૂચી છે? જેમકે ક્રિકેટ, ફુટબોલ, ચેસ, ઓનલાઇન ડેટિંગ, બોડી બિલ્ડીંગ, યોગા, વજન વધારવા/ઘટાડવામાં, રસોઇ, રાજકારણ, travelling, કપડાં, બ્યુટી પ્રોડક્ટ વગેરે. (4) Behaviour:- જેમાં સામેલ છે....રાષ્ટ્રીયતા, રોજીંદી ચીજવસ્તુઓ, શું આપ કોઇ ફેસબુક પેજના એડમિન છો? વગેરે. ઉદાહરણ તરીકે અગર આપની પાસે સેમસંગનો મોબાઇલ છે અને કોઇ કંપની કે જે સેમસંગ મોબાઇલના કવર બનાવે છે તે આપને આસાનીથી ટાર્ગેટ કરી શકે છે. અન્ય પેટા પ્રકારો પણ છે જેમકે....Pixel. અર્થાત આપ આપના મોબાઇલ કે કમ્પ્યુટરમાં કઇકઇ વેબસાઇટની વિઝિટ કરો છો. ઉદાહરણ તરીકે ધારોકે આપે શર્ટની એક એડ જોઇ અને તેની ઉપર ક્લિક કરી તે વેબસાઇટની મુલાકાત લીધી. પરંતુ શર્ટની ખરીદી નથી કરી. તો ફેસબુક આપની information ને save કરી લે છે અને આપને તેજ જાહેરાત ફરી બતાવે છે.
-
આ સ્ટ્રેટેજીથી દરેક ફાયદામાં રહે છે. આપને આપની મનપસંદની જ જાહેરાત જોવા મળે અને જાહેરાતકર્તાના પૈસા બચે છે કેમકે તે પોતાની જાહેરાત ફક્ત એવા વ્યક્તિઓને જ બતાવે છે જેની તેમને જરૂર છે. સૌથી મોટો ફાયદો ફેસબુકને પણ કે તેના user બીજા પ્લેટફોર્મ ઉપર નથી જતાં.

No comments:
Post a Comment