પૃથ્વીની વસ્તીના લગભગ અડધા લોકો ખોડાથી પીડાય છે. શું છે આ ખોડો? તે કેવીરીતે નિર્માણ પામે છે? કેમ હરકોઇને ખોડો નથી થતો? આવો વિગતવાર જોઇએ....
-
યાદરહે આપણી ત્વચા વિવિધ પડો(layers) વડે બની છે(જુઓ ઇમેજ). આપણી ત્વચાના કોષો સતત નિર્માણ પામતા રહે છે. એક સેકન્ડમાં લગભગ 500 નવા કોષો બને છે અને તેઓ અંદરથી લઇને બાહ્ય ત્વચા તરફ સતત આગળ વધે છે. જેમજેમ તેઓ ઉપર(બાહ્ય ત્વચા) તરફ જતા જાય તેમતેમ સપાટ અને સખત થતાં જાય છે. અંતે તેઓ ખરી પડે છે. આપણાં જીવનકાળ દરમિયાન આપણી ત્વચા લગભગ 45 કિલો. વજન જેટલા મૃત કોષોને ત્યજી દે છે. પરંતુ આપણને તે દેખાતા નથી કેમકે તેઓ નાના માઇક્રોસ્કોપીક ટુકડાઓ સ્વરૂપે હોય છે. જોકે ઘણા લોકોના ત્વચાના આ ટુકડાઓ મોટા હોય છે, ખાસ કરીને માથાની ચામડીના. આજ ટુકડાઓને ખોડો કહેવાય છે.
-
ખોડાનું કારણ છે માલાસીઝિયા ગ્લોબોસા(Malassezia Globosa) કે જે એક ફૂગ છે અને તે આપણાં ખોપડીની ઉપરની ચામડી ઉપર રહે છે. તે વાળ હેઠળના ગરમ ભેજવાળા વાતાવરણમાં ખીલે છે. થોડું સુક્ષ્મ રીતે જોઇએ.....આપણાં વાળમાંથી એક તેલ હંમેશા સ્ત્રાવિત થતું રહે છે જેને સીબમ(Sebum) કહે છે(જુઓ ઇમેજ). માલાસીઝિયાનો વસવાટ આ તેલ માંજ હોય છે. હકિકતે થાય છે એવું કે આ ફૂગ તેલ આરોગે છે અને બાયપ્રોડક્ટ તરીકે(જેમ આપણે મળમૂત્રનો નિકાલ કરીએ છીએ) એક enzyme(ઉત્સેચક) મુક્ત કરે છે. જેને લિપેસેસ(Lipases) કહે છે. આ એન્જાઇમ ચરબીના અણુઓને તોડી નાંખે છે. સાથેસાથે તે ફેટી એસિડ પણ ઉત્પન્ન કરે છે. જે ખોપડીની ચામડીમાં બળતરા કરાવે છે.
-
આ સઘળી પ્રક્રિયા હરકોઇ વ્યક્તિના માથામાં ઘટિત થાય છે. પરંતુ હર વ્યક્તિના immune system(પ્રતિરક્ષાતંત્ર) સરખા નથી હોતા. માટે કેટલાંક વ્યક્તિઓનું પ્રતિરક્ષાતંત્ર આ બધા પરમાણુંઓને આક્રમણખોરો સમજી લે છે અને શરીરની ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કરે છે. આ ડિફેન્સ સિસ્ટમ પગલારૂપે ત્વચાના કોષોનું ટર્નઓવર ઝડપી બનાવે છે. પરિણામ સ્વરૂપ જે ત્વચાના કોષોને સામાન્યરીતે પરિપક્વ થઇ સપાટી સુધી પહોંચતા લગભગ એક મહિના જેટલો સમય લાગતો હોય તે સમય ઘટીને સાત દિવસ જેટલો થઇ જાય છે. અંતે કોષોનો આ જમાવડો બાહરી ત્વચા ઉપર એક ઝુંડ સ્વરૂપે આપણને દેખાય છે અને આપણે તેને ખોડા સ્વરૂપે જોઇએ છીએ.

No comments:
Post a Comment