લગભગ 2000 વર્ષ પહેલાં યૂનાની દાર્શનિક એરિસ્ટોટલ(Aristotle) ધૂમકેતુ(Comet)ઓનો ગંભીરતાથી અધ્યયન કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. જોકે એમના અધ્યયનમાં ત્રુટીઓ ઘણી હતી(જે સ્વાભાવિક હતી). જ્યારે 1532 ની સાલમાં એક ધૂમકેતુ દેખાયો ત્યારે બે ખગોળશાસ્ત્રીઓએ એનો અભ્યાસ કર્યો. જેમાંથી એક ઇટાલીનો ગિરોલામો ફ્રકેસ્ટોરો જ્યારે બીજો ઓસ્ટ્રીયાનો પીટર એપીયન હતો. એમને એક રોચક વાત દેખાઇ કે ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિપરીત દિશામાં હોય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યના એક ભાગથી બીજા ભાગ તરફ જાય ત્યારે તેની પૂંછડીની દિશા પણ બદલાય જાય છે(જુઓ ઇમેજ). એનો મતલબ સાફ હતો કે સૂર્ય અને ધૂમકેતુ વચ્ચે જરૂર કોઇ સબંધ છે.
-
ધૂમકેતુઓનો પરિક્રમા પથ ગ્રહો-ઉપગ્રહોથી વિપરીત બિલકુલ અલગ પ્રકારનો હોય છે(જુઓ ઇમેજ
ધૂમકેતુઓનો પરિક્રમા પથ ગ્રહો-ઉપગ્રહોથી વિપરીત બિલકુલ અલગ પ્રકારનો હોય છે(જુઓ ઇમેજ
). તેઓનો પરિક્રમા પથ કેપલરના નિયમ ઉપર આધારિત છે. 1609માં જર્મન ખગોળશાસ્ત્રી જોહાનેસ કેપલરે ગ્રહોની પરિક્રમાની માહિતી આપીને નવી દિશા ખોલી નાંખી. આ નિયમ કહે છે કે અગર કોઇ પિંડ તારાની પરિક્રમા દરમિયાન તેની જેમ નજીક પહોંચશે તેમ તેની ગતિ વધી જશે તેમજ દૂર જવાથી ગતિ ઓછી થશે. આનો મતલબ સાફ છે કે હર ગ્રહો સૂર્યની પરિક્રમા ગોળ નહીં પરંતુ અંડાકાર પ્રકારે કરે છે(અગર ગોળ જ પ્રદક્ષિણા કરતા હોત તો નજીક કે દૂર જવાનો પ્રશ્ન જ નથી).
-
1682માં એક ધૂમકેતુ પ્રગટ થયો તે સમયે ન્યૂટનના યુવા મિત્ર એવા એડમન્ડ હેલીએ તેની સ્થિતિ અને ચાલનો ગહન અભ્યાસ કર્યો. તેમણે જુની બધી માહિતીઓ એકઠી કરી અંતે તારણ કાઢ્યું કે 1682નો ધૂમકેતુ જેને તેમણે પ્રત્યક્ષ જોયો હતો તેણે બિલકુલ એજ પથ ઉપર યાત્રા કરી હતી જે પથ ઉપર વર્ષ 1607,1532 અને 1456ની સાલના ધૂમકેતુએ. તેનો સમયગાળો લગભગ 76વર્ષનો હતો. મતલબ સાફ હતો કે આ ધૂમકેતુ એકજ હતો તેમજ તે દર 76 વર્ષે દર્શન આપતો હતો. આ ધૂમકેતુ બાદમાં હેલીના ધૂમકેતુ તરીકે ઓળખાયો.
-
ધૂમકેતુ હિમ,ધૂળ તેમજ વાયુઓના બનેલા હોય છે. જેમજેમ તેઓ સૂર્યની નજીક પહોંચે છે તેઓના દેહ ચમકવા માંડે છે સાથેસાથે તેઓમાં રહેલા હિમનું બાષ્પીભવન થવા માંડે છે અને સોલાર વીન્ડના કારણે તેઓના પાછળના ભાગે પૂંછડી જેવો આકાર આપણને દેખાય છે. જેમજેમ તેઓ સૂર્યની દૂર થતા જાય તેમ આ પૂંછડી દૂર થતી જાય છે.
-
બીજું, હેલીનો ધૂમકેતુ સૂર્યની સમીપ ક્યારે આવશે એ વૈજ્ઞાનિકો જાણે છે પરંતુ નિશ્ચિંત પણે ક્યારે આવશે એ નથી જાણતા. તેઓ લગભગ 76 વર્ષની વાત કરે છે(લગભગ!!!!), દિવસ કે મહિનો નથી કહી શકતાં. કેમ? કારણકે ધૂમકેતુ જ્યારે ગ્રહો પાસેથી પસાર થાય છે ત્યારે ગ્રહોનું ગુરૂત્વાકર્ષણ બળ તેને ખેંચે છે. માટે સ્પષ્ટપણે તેનો દિન નિર્ધારિત કહી શકાતો નથી



No comments:
Post a Comment