એક સવાલ....જ્યારે કોઇ કસરત કરીને પોતાનું વજન ઉતારે છે તો તેના શરીરની ચરબી આખરે ક્યાં જાય છે? સવાલ સરળ અને સીધો છે પરંતુ જવાબ સરળ નથી. કારણકે દુનિયાભરના 99% તબીબી વિશેષજ્ઞનો જવાબ ખોટો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના ‘સ્કૂલ ઓફ બાયોમોલિક્યુલર સાયન્સ’ ના વૈજ્ઞાનિક “રૂબેન મીરમેન(Ruben Meerman)” એ 150 તબીબી વિશેષજ્ઞોનો સર્વે કર્યો(જેમાંથી 147 તબીબોનો જવાબ ખોટો હતો). લગભગ દરેક તબીબની પ્રતિક્રિયા હતી કે, ચરબી ઉર્જામાં પરિવર્તિત થઇ જાય છે. દરઅસલ આવું ભૌતિક દ્રવ્ય સંરક્ષણના નિયમો વિરૂધ્ધ છે, કે જેમાં બધી રાસાયણિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.
-
વેલ, સાચો જવાબ છે....શરીરની ચરબી ઉચ્છશ્વાસ રૂપે બહાર નીકળી જાય છે(wow.... surprising!!!!). હવે વાંચો ખુલાસો......મીરમેનની શોધ અનુસાર ચરબી...કાર્બનડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઇ જાય છે જેમાં શરીરના મુખ્ય ઉત્સર્જન અંગ ફેફસા અગત્યનો રોલ અદા કરે છે. શરીરમાંથી પાણી પેશાબ, પરસેવો, શ્વાસ તેમજ અન્ય શારીરિક તરલ પદાર્થોના રૂપમાં બહાર નીકળે છે. તેઓ theconversation.comમાં જણાવે છે કે, અગર આપ 10 કિ.ગ્રા. ચરબી ઓછી કરો છો તો તે 8.4 કિ.ગ્રા. કાર્બનડાયોક્સાઇડના માધ્યમે તથા શેષ 1.6 કિ.ગ્રા. પાણી રૂપે બહાર નીકળશે. ટૂંકમાં વ્યવહારિક રૂપે આપણે જે વજન ઓછું કરીએ છીએ તેને આપણે શ્વાસ રૂપે છોડીએ છીએ.
-
તેઓ ઉદાહરણ ટાંકે છે કે, અગર આપના શરીરમાં 3.5 કિ.ગ્રા. ખોરાક અને પાણી જાય છે તો સાથેસાથે 500 ગ્રા. ઓક્સિજન પણ જાય છે. તો ટોટલ 4 કિ.ગ્રા. ઇનપુટ સામે 4 કિ.ગ્રા. આઉટપુટ હોવો જોઇએ. અગર આઉટપુટ ઓછો હશે તો વજન વધી જશે. તેમના મતાનુસાર વજન ઘટાડવા માટે ચરબીની કોશિકાઓમાંથી કાર્બન બહાર કાઢવું જરૂરી છે અને આપણે કાર્બન ઉચ્છશ્વાસ રૂપે બહાર કાઢીએ છીએ. તો શું એવું થઇ શકે અગર આપણે વધુ શ્વાસ લઇએ તો કાર્બનમાં રૂપાંતરિત થયેલી ચરબીને ઓછી કરવામાં કામિયાબ થઇ જઇએ? દુર્ભાગ્યવશ એ શક્ય નથી કારણકે વધુ શ્વાસ લેવાથી હાઇપર્વેન્ટલેશન થઇ જશે જેના કારણે ચક્કર પણ આવી શકે અને વ્યક્તિ બેહોશ પણ થઇ શકે છે. એકમાત્ર રસ્તો છે જેના લીધે શરીરથી મુક્ત થનાર કાર્બનડાયોક્સાઇડની માત્રા વધી શકે......એનામાટે માંસપેશીઓની ગતિવિધિને વધારવી પડે જેના માટે સૌથી સરળ રસ્તો છે કસરત. ટૂંકમાં ચરબી ન વધે માટે ઓછો ખોરાક અને કસરત કારગત ઉપાય છે.

No comments:
Post a Comment