ચિકિત્સા ક્ષેત્રમાં વર્ષ 2018નો નોબલ પુરષ્કાર કેન્સર ઉપચાર સંબંધિત છે. જેને પ્રાપ્ત કરનાર બે વ્યક્તિઓ જેમ્સ.પી. એલિસન અને તાસુકો હોન્જોએ ખુબજ મહત્વપૂર્ણ શોધ કરી છે. તેમની શોધ શું છે? કેન્સર શું છે? ચાલો થોડું ઉંડાણમાં ડોકિયુ કરીએ.
-
સૌપ્રથમ કેન્સર શું છે તે સમજીએ......કેન્સર કોશિકાઓ માનવ શરીરની એ કોશિકાઓ છે, જેમનું પોતાની વૃદ્ધિ ઉપર કોઇ જ નિયંત્રણ નથી. તે સામાન્ય કોશિકાઓથી આહાર અને સ્થાન માટે પ્રતિયોગિતા કરે છે તેમજ તેમને પછાડે છે. અંતત: આજ એ કારણ હોય છે જેના કારણે મનુષ્યની મૃત્યુ થઇ જાય છે. એવું નથી કે આપણું પ્રતિરક્ષા તંત્ર આ કોશિકાઓ સામે લડતું નથી કે તેને નષ્ટ કરવાની કોશિશ નથી કરતું, પોલીસવાળા અપરાધીને નષ્ટ કરવાની ફિરાકમાં તો હોય જ છે પરંતુ અપરાધી પણ એટલા શાતિર છે કે તે હંમેશા પોતાની અપરાધી તરીકેની પહેચાન છુપાવવાની ફિરાકમાં રહે છે. ચાલો આને સરળ રીતે સમજીએ.......
-
માની લો આપણું શરીર એક દેશ છે. આ દેશમાં અબજો નાગરિક રહે છે જેને કોશિકાઓ કહે છે. હર કોશિકા પાસે પોતાની નાગરિક હોવાની પહેચાન છે. આ પહેચાન કેટલાંક ખાસ અણુઓના રૂપે હોય છે, જે કોશિકાઓની સપાટી પર મૌજૂદ હોય છે. પરંતુ કેટલીક કોશિકાઓ ગુમરાહ થઇ જાય છે અને બીજાના હક્કો ઉપર તરાપ મારવાનું શરૂ કરે છે. આજ કેન્સરની કોશિકાઓ છે. પરિણામે શરીરના સિપાઇ/પોલીસ(Lymphocytes) હરકતમાં આવે છે. એમનું કામ આ ભટકેલા, ગુમરાહ નાગરિકોને ખતમ કરી દેશની સામાન્ય મુખ્યધારાવાળી જનતાને બચાવવાનું છે. આપણું પ્રતિરક્ષા તંત્ર સેના અને પોલીસ એમ બન્ને છે. સેના બની તે બાહરી દુશ્મનો સામે લડે છે અને પોલીસ બની તે ભીતર પેદા થયેલાં દુશ્મનો સામે લડે છે. હર કોશિકારૂપી નાગરિકનું આણ્વિક(અણુઓવાળુ) ઓળખપત્ર ચેક કરવામાં આવે છે. કેન્સર-કોશિકાઓની પહેચાન સામાન્ય કોશિકાઓથી ભિન્ન હોય છે. એમની પાસે ઓળખપત્ર અલગ હોય છે. એમની સંદિગ્ધ ઓળખાણ જો પકડાઇ જાય તો તેઓનું નિકંદન નીકળતા વાર નથી લાગતી.
-
પરંતુ કેન્સરરૂપી આ શત્રુઓ ક્યાં સીધાસાદા હોય છે? તેઓ પોતાની પહેચાન બદલી નાંખે છે, છુપાવી રાખે છે. તેઓ નવા અણું વિકસાવી લે છે જેથી કોઇ તેમની અસલિયત જાણી ન શકે તેમજ તેમને પોતાના જ સમજે. આ નવા ઓળખપત્ર જોઇને પોલીસ ગોથું ખાઇ જાય છે....અરે! તમારી પાસે તો કાયદેસરના કાગળીયા છે, તો તો તમે આપણાં ભાઇ છો, દોસ્ત છો દુશ્મન નહીં. ચાલો ચેકિંગ બંધ, આગળ વધો....આમ તેઓ વૃદ્ધિ પામતા રહે છે છેવટે એક દિવસ દેશ જ આખો નષ્ટ થઇ જાય છે. પોલીસને ગુમરાહ કરતા કાગળીયા ઘણી પ્રકારના છે. તેમાંથી બે નામો જાણી લ્યો...CTLA-4 અને PD-1. બસ એમ સમજી લ્યો જે કેન્સરરૂપી નાગરિકો પાસેથી આ ઓળખપત્ર પોલીસને મળ્યા એટલે સમજો પોલીસ ભટકી. પોલીસ જાણીજ નથી શકતી કે આ દગાબાજ છે. માટે કાર્યવાહી કરવાનો સવાલ જ પેદા નથી થાતો.
-
હવે બે વૈજ્ઞાનિકોએ આ ચાલબાજીને નાથવાનું વિચાર્યું. તેમણે આ ઠગનારા જાલી ઓળખપત્રો વિરૂધ્ધ કંઇક એવા રેપરો(આવરણો) બનાવ્યા કે પોલીસવાળાને તેઓ ઉલ્લુ ન બનાવી શકે. પરિણામ સ્વરૂપ હવે જ્યારે જ્યારે અરાજક તત્વોની પોલીસ સાથે મુલાકાત થશે ત્યારે પોલીસ કન્ફ્યુઝ નહીં થાય. કેન્સરના ઇલાજ માટે રેડિયોથેરેપી, કીમોથેરેપી, સર્જરી સિવાયનો ચોથો વિકલ્પ આપણને મળ્યો જેને ઇમ્યુનોથેરેપી તરીકેની ઓળખ મળી.

No comments:
Post a Comment