બાળકોએ બુદ્ધિમાન કરતા સર્જનશીલ હોવું આવશ્યક છે. એ જરૂરી નથી કે અધિક બુદ્ધિમાન વ્યક્તિ અધિક સર્જનશીલ પણ હોય. શોધકર્તાઓએ નિહાળ્યુ છે કે જે બાળકોની પહેચાન અત્યાધિક બુદ્ધિમાન તરીકે થઇ હોય, તેમાંથી શાયદ જ કોઇકે આગળ જઇને સર્જનાત્મકતાને કારણે પ્રસિધ્ધી પ્રાપ્ત કરી હોય. સર્જનશીલ હોવા માટે એક નિશ્ચિત સ્તરની બુદ્ધિ પર્યાપ્ત છે એના માટે અત્યંત બુદ્ધિમાનીની આવશ્યકતા નથી.
-
અગર એક બાળક પાઠને જલ્દી સમજી લે છે તેમજ તેને પુન: પ્રસ્તુત કરે છે તો તે એક બુદ્ધિમાન બાળક છે(સાર્વજનિક વ્યાખ્યા પ્રમાણે). જે આગળ જઇને એક મોટો વિદ્વાન બની શકે છે, એક મહાન અધ્યેતા બની શકે છે પરંતુ......એક આઇનસ્ટાઇન નથી બની શકતો. એજ પ્રમાણે કોઇક બાળક એવું હોય છે જે “શું છે?” ને બદલે “શા માટે છે?” માં રૂચી રાખે છે. જેના માર્કસ સરેરાશ હોય છે, પારંપરિક પ્રશ્નોના જવાબો પણ સરેરાશ હોય છે પરંતુ તેના તે વિષય ઉપરના અંગત સવાલો ગેરપારંપરિક હોય છે. એવા બાળકો પોતાના પ્રશ્નોથી હરકોઇને આંજી દેતા હોય છે અને ગૂંચવી નાંખતા હોય છે.
-
આવા બાળકો ખુબ ઓછા મળે છે અને જે મળે છે તેને શિક્ષક હતોત્સાહિત કરી નાંખે છે. જેને કારણે આપણો આઇનસ્ટાઇન બાળપણમાં જ ગુમનામીમાં ખોવાયને અંતે મૃત્યુ પામે છે. અગર પ્રથમ બાળક બુદ્ધિમાન છે તો બીજો સર્જનશીલ છે. બુદ્ધિમાનો ઘણાં મળે છે પરંતુ આ બીજા પ્રકારના ઘણાં દુર્લભ છે. એવો બાળક મળે તો હે શિક્ષકો!! તેને ગુમ ન થવા દેતાં. માનવતાને તેની ખુબજ જરૂર છે. કેમકે બુદ્ધિમાન ફક્ત અપાયેલ વિકલ્પોમાંથી સત્યને શોધે છે જ્યારે સર્જનશીલ વિકલ્પોને.

No comments:
Post a Comment