ઇમેજમાં મૌજૂદ માછલીનું નામ છે સીલાકેન્થ(Coelacanth).એંસી વર્ષ પહેલાં 1938માં દક્ષિણ આફ્રિકી માછીમારે જ્યારે આ માછલી પકડી ત્યારે તેને ખુદને પણ ખબર ન હતી કે તે પ્રકૃતિના એક રહસ્યને સામે લાવી રહ્યો છે. આ કોઇ સાધારણ માછલી નો’તી. વૈજ્ઞાનિકોએ આ માછલીના ફક્ત જીવાશ્મ જ જોયા હતાં પરંતુ તેને જીવિત જોવાનો અવસર એમને પ્રથમ વખત પ્રાપ્ત થયો હતો. જેને આપણે લગભગ આઠ કરોડ વર્ષ પહેલાં લુપ્ત થયેલ માની લીધી હોય અને અચાનક તે આપણી સમક્ષ આવી જાય તો કેવી અનુભૂતિ થાય? જે પૂર્વજને આપણે વીતેલો અધ્યાય માનીને ચાલતા હતાં, તે આજે આપણને સાક્ષાત સજીવતાનું પ્રમાણ આપી રહી છે.
-
સીલાકેન્થના તરવાવાળા પંખ(fin) અન્ય માછલીઓથી અલગ છે. સંસારની લગભગ બધી જ માછલીઓ રે-ફિન(ray fins) જ્યારે સીલાકેન્થ લોબ-ફિન(lobe fins) કહેવાય છે. આ રે અને લોબ ફિન એટલે શું? સામાન્ય માછલીના પંખ ઉપર પાતળી અને લાંબી કિરણ જેવી દેખાતી સંરચનાઓ હોય છે. એમની ઉપર ચામડીનું એક પાતળું આવરણ ચઢેલું હોય છે. માંસ કે હાડકાઓ જેવું તેમાં કંઇજ હોતું નથી. પરંતુ સીલાકેન્થના પંખમાં માંસ પણ હોય છે અને એક હાડકુ પણ હોય છે(જુઓ

ઇમેજ). જેવીરીતે આપણાં હાથપગમાં માંસના આવરણની ભીતર એક-બે હાડકાં છે એમ.
-
આ વાતનો શું નિષ્કર્ષ નીકળે છે? ગંભીર અઘ્યયનના ફળસ્વરૂપ આજે આપણે જાણીએ છીએ કે સીલાકેન્થ જેવી માછલીઓમાંથી જ સ્થળચર જીવોનો જન્મ થયો હતો. આ માંસલ પંખ જ બાદમાં હાથ-પગમાં રૂપાંતર પામ્યા. સામાન્ય માછલીઓ ભુમિ ઉપર આળોટીને ચાલી નહોતી શકતી પરંતુ સીલાકેન્થ જેવા જીવ ચાલ્યા તેમજ તેમણે જળ છોડીને જમીનને પોતાનો નવો આશિયાના બનાવ્યો. દેડકા જેવા ઉભયજીવી, સાંપ જેવા સરીસૃપ, કબૂતર જેવા પક્ષી અને મનુષ્ય જેવા સ્તનવંશી જીવ આજ જળચર જીવોના વંશજો છે. પ્રકૃતિમાં હર જગ્યાએ બદલાવ પોતાનું કાર્ય કરી રહ્યો છે પરંતુ કેટલાંક અપવાદ પણ છે. હિન્દ મહાસાગરમાં મળી આવતો કરોડો વર્ષ પુરાણો આ જીવ પોતાનું જૈસે થે જેવું જીવન જીવી રહ્યો છે.
(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment