Monday, March 2, 2020

Pregnancy kit

મોટાભાગના દંપતિઓ home used pregnancy kit નો ઉપયોગ કરે છે જેમાં તેઓ ડોક્ટર પાસે ગયા વિના જ ચેક કરી શકે છે કે તેઓ માતા-પિતા બની રહ્યાં છે કે નહીં. મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ લગભગ 50-100રૂા. આસપાસના કિંમતની આ નાની વસ્તુ કઇ રીતે પોતાનું કાર્ય કરે છે?
-
આ કીટમાં પ્લાસ્ટીકની બોડીમાં એક વિશેષ પ્રકારનું પેડ(સ્ટ્રીપ) બેસાડેલ હોય છે. આ પેડ ઉપર સ્ત્રીના યુરીનની કેટલીક બૂંદ નાંખવાથી લાલ રંગની એક કે બે લાઇન અંકિત થયેલ દેખાય છે. એક લાઇનનો મતલબ નેગેટિવ રિઝલ્ટ અને બે લાઇનનો મતલબ પોઝિટિવ રિઝલ્ટ. હવે આ પેડની કાર્ય પધ્ધતિ જોઇએ.....દરઅસલ આ પેડને એક ખાસ પ્રકારના પ્રોટીનના લેપ વડે બનાવવામા આવે છે. પ્રોટીનનું નામ છે---મોનોક્લોનોલ એન્ટીબોડી(monoclonal antibody). આ પ્રોટીન યુરીનમાં રહેલ હાર્મોન્સ સાથે અભિક્રિયા કરી કીટમાં રંગીન લાઇનો ડેવલપ કરે છે. હવે પ્રશ્ન એ ઉદભવે છે કે યુરીનમાં એવા કયા ઘટકો હોય છે જે રિએક્શન કરવામાં મદદરૂપ થાય છે? એના માટે આપણે ગર્ભધારણની શરૂઆતી પ્રક્રિયાને સમજવી પડશે.
-
હર મહિલાના શરીરમાં ગર્ભધારણના તુરંત બાદ એક વિશેષ હાર્મોન બનવા માંડે છે જેને HCG(Human Chorionic Gonadotropin) કહે છે. જે દિવસે પુરૂષના શુક્રાણું અને સ્ત્રીના અંડાણુનુ મિલન થઇ જાય તેના એક અથવા બે સપ્તાહ બાદ આ હાર્મોનના બનવાની તીવ્ર પ્રક્રિયા શરૂ થઇ જાય છે. ભ્રૂણ જ્યારે શરૂઆતી અવસ્થામાં અમુક મિલીમીટરના કદનો હોય ત્યારે તેની આસપાસ આ હાર્મોનનું પડ બનવા માંડે છે જે ગર્ભનાળ દ્વારા માતા સાથે જોડાયેલ હોય છે. સાથે-સાથે આ હાર્મોન માતાના લોહી તેમજ યુરીનમાં પણ ભળી જાય છે. સ્ત્રીના ઉદરમાં અગર કોઇ ભ્રૂણ વિકસિત થયું હોય તો HCG ની માત્રામાં ઘણો વધારો થઇ જાય છે અને યુરીન પ્રેગ્નન્સી કીટના સંપર્કમાં આવવાથી બંન્ને વચ્ચે રિએક્શન થવા લાગે છે. HCG સામાન્ય હોય તો રિએક્શન ઓછું તીવ્ર થતાં ફક્ત એક લાઇન દેખાશે અને HCG અધિક તીવ્ર હોય તો બે લાઇન દેખાશે. સિમ્પલ ફન્ડા છે.
-
આપે ઘણાં crime shows માં જોયું હશે કે કોઇ મહિલાના મૃત્યુ બાદ પણ ફોરેન્સીક લેબવાળા કહી દે છે કે મરનાર મહિલા ગર્ભવતી હતી. How?? ડોક્ટરો લોહીના પરિક્ષણ દ્વારા જાણી લે છે કે લોહીમાં કયા કયા હાર્મોન્સ મૌજૂદ છે. લોહીમાં મૌજૂદ HCG હાર્મોનની સ્ટડી કરીને મૃત્યુ પશ્ચાત પણ આપણે ગર્ભધાનની સ્થિતિ જાણી શકીએ છીએ.

No comments:

Post a Comment