જીવોના વિકાસ બાબતે વૈજ્ઞાનિક સમુદાયમાં બે સિદ્ધાંતો પ્રચલિત છે..... લેમાર્કવાદ અને ડાર્વિનવાદ. આ પોષ્ટ દ્વારા ઘણી ગેરસમજણો દૂર થઇ જશે. ચાલો વિસ્તૃત ચર્ચા કરીએ એમની ઉપર.
-
ફ્રાંસીસી વૈજ્ઞાનિક લેમાર્ક કે જેઓ ડાર્વિન પહેલાં થઇ ગયાં તેમણે સૌપ્રથમ જીવોના વિકાસને વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનો વિસ્તૃત પ્રયાસ કર્યો. તેમણે તેમના સિદ્ધાંત inheritance of acquired characteristics માં દર્શાવ્યુ કે......જીવ પોતાના જીવનકાળ દરમિયાન જે બદલાવોને ગ્રહણ કરે છે તેને પોતાના સંતાનોમાં પણ પહોંચાડી દે છે. મતલબ તે જીવના સંતાનો તેના એ બદલાવ સાથે જન્મે છે. એ માટે તેમણે જીરાફની લાંબી ગરદન, હાથીની સૂંઢ વગેરે જેવા ઉદાહરણો આપી સમજાવ્યું.
-
લેમાર્ક અને ડાર્વિન બન્ને માનતા હતાં કે......જીરાફની ગરદન પહેલાં એટલી લાંબી નહતી કારણ આસપાસ પ્રચુર માત્રામાં ભોજન ઉપલબ્ધ હતું. પરંતુ બાદમાં ભોજનની ઉપલબ્ધી ફકત ઉંચા સ્થાનો પુરતી સિમિત રહી ગઇ. માટે તેમણે ઉંચા થઇ થઇને ભોજન પ્રાપ્તિ કરવી પડી. પરિણામે તેઓની ગરદનોએ લાંબુ સ્વરૂપ લીધું. આજ સિદ્ધાંત લેમાર્કે હાથીઓના સંદર્ભે પ્રસ્તુત કર્યો. આવશ્યકતા આવિષ્કારની જનની થઇ અને હાથીઓએ આસાનીથી ભોજન-પાણી ન મળવાના કારણે પોતાની સૂંઢોને લાંબી કરી લીધી. જે અંગનો અધિક પ્રયોગ કરશો એની વૃદ્ધિ થશે તેમજ જેનો પ્રયોગ ન કરશો તે અંગ વિલુપ્ત થશે. આપણે મનુષ્યો એપેન્ડીક્સ, કાનની માંસપેશી અને પગની નાની આંગળીનો પ્રયોગ ન બરાબર કરીએ છીએ માટે આપણે તેઓને ગુમાવવાના ક્રમમા છીએ. એક દિવસ આવશે જ્યારે આપણાં સંતાનો આ અંગો વગરના જન્મશે.
-
હર જીવ નુ એક પર્યાવરણ હોય છે. એ પર્યાવરણ એ જીવ માટે પડકારો ઉભા કરે છે. પરિણામ સ્વરૂપ જીવના શરીરમાં બદલાવ આવે છે. આ બદલાવ બાદ જીવ પર્યાવરણ સાથે બેહતર સંતુલન સાધી શકે છે. સાથેસાથે આ બદલાવોને તે પોતાના સંતાનોમાં પ્રજનન સમયે પહોંચાડી દે છે. આજ લેમાર્કનો લેમાર્કવાદ છે. પરંતુ આ સિદ્ધાંતમાં એક ત્રુટી છે અને તે છે...... કોઇપણ જીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના દેહમાં કરેલ બદલાવને સંતાનમાં પહોંચાડી નથી શકતો. સ્ત્રીએ નાક છેદાવ્યુ હોય તો તેની દિકરીનું નાક જન્મ સમયે આપોઆપ છેદેલું નથી થઇ જતું. કોઇ કુતરાની પૂંછડી કાપી નાંખવાથી તેના બચ્ચા વગર પૂંછડીના નથી જન્મતા. પહેલવાનનો છોકરો પહેલવાન નથી હોતો, ન તેન્ડુલકરનો તેન્ડુલકર કે ન આઇનસ્ટાઇનનો આઇનસ્ટાઇન.

ડાર્વિનનો સિદ્ધાંત લેમાર્કથી ભિન્ન હતો. એમનું કહેવું હતું કે સર્વે જીવ એકજ પર્યાવરણમાં એક જેવા નથી હોતા તેમજ સર્વે જીવો એ પર્યાવરણ અનુસાર પોતાનામાં બદલાવ નથી લાવી શકતાં. બધાં જીરાફો અને હાથીઓ પોતાની ગરદન તેમજ સૂંઢ લાંબી નથી કરી શકતાં. જે કરી શકે છે તેઓ જ જીવી શકે છે. જે જીવી શકે છે તેઓજ સંતાનો પેદા કરી શકે છે અને તેમના એ બદલાવ પછી તેમના સંતાનોમાં આવે છે.
-
લેમાર્કનું એવું પણ માનવું હતું કે જીવોનો વિકાસ યોજના અનુસાર થઇ રહ્યો છે અને આ યોજના છે પરફેક્શન. હર જીવ ઉત્તરોત્તર જટિલ થતો જઇ રહ્યો છે, તેણે અધિકાધિક પૂર્ણ થવું છે. પરંતુ ડાર્વિનનો મત હતો કે જીવન પરફેક્ટ કે પૂર્ણની દિશામાં આગળ વધી નથી રહ્યું બલ્કે જીવનને પૂર્ણતા કે પરફેક્શનની ખબર જ નથી. તે બસ પર્યાવરણ અનુસાર પોતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
-
લેમાર્ક અનુસાર જીવ પોતાનો વિકાસ ચાહે છે અને તે પર્યાવરણના હિસાબે આ ચાહત પેદા કરે છે. જ્યારે ડાર્વિન અનુસાર જીવ વિકાસ જેવું કંઇપણ ચાહતુ નથી, તે પર્યાવરણ અનુસાર ફક્ત પોતાને ઢાળે છે. ચાહવા અને ઢાળવામાં શું અંતર છે એ તો આપ જાણો જ છો. જીવન દિશા નથી જાણતું તે પ્રતિક્રિયા જાણે છે. આ કારણેજ વિજ્ઞાને લેમાર્કના મતને ખારીજ કર્યો અને ડાર્વિનના મતને અપનાવી લીધો.
-
હવે એક આડ વાત.......ઘણાં લોકો કહે છે કે માણસ વાનરમાંથી બન્યો તો હાલમાં વાનરો કેમ છે? અને હાલના વાનરમાં મનુષ્ય જેવા ફેરફારો કેમ નથી થઇ રહ્યાં? વેલ, માણસ વાનરમાંથી બન્યો નથી અને વિજ્ઞાને ક્યારેય એવું કીધુ પણ નથી. આ એક ભ્રમ છે જેના માટે જવાબદાર મુખ્ય બે કારણો છે. (1) ચિત્ર(જુઓ

ઇમેજ-2) જે તદ્દન ખોટું છે સાચું ચિત્ર બીજુ(ઇમેજ-2) છે. (2) આપણી ભાષા. જીહા, આપણી પાસે શબ્દભંડારની મર્યાદા છે. અગર આપણી ભાષા વિજ્ઞાનના સેંકડો શબ્દો અંગ્રેજી પાસેથી ન લે તો તે વર્ણન જ ન કરી શકે. જુઓ ઉદાહરણ.....‘માણસ વાનરમાંથી બન્યો નથી.’ તો પછી શેમાંથી બન્યો? બોલતી બંધ!!! હકિકતે વાનરમાં આપણે ઘણાં જીવોનો સમાવેશ કરી નાંખ્યો છે. ગોરીલા વાનર નથી, ચિમ્પાન્ઝી વાનર નથી, ઓરેંગ્યુટેન વાનર નથી, બોનોબો વાનર નથી, લીમર વાનર નથી, ટાર્સિએર પણ વાનર નથી. વાનર શબ્દ એ રીતે આપણી અંદર ફીટ થઇ ગયો છે કે આપણે હરએક તેની સાથે મળતા જીવને વાનર કહીએ છીએ. એજરીતે જે પુર્વજમાંથી આપણે અને વાનરો અલગ થયા તેને પણ આપણે વાનર જ માનીએ છીએ.
(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment