ડાર્વિનને અગર ખોટો સિધ્ધ કરવાનો પ્રયાસ કરવો છે તો હે ધાર્મિકો કેલ્વિન પાસેથી શીખો. વિજ્ઞાનને પરાસ્ત વિજ્ઞાનની ભાષામાં કરો, ન કે પરંપરાની દુહાઇ આપીને.
-
ડાર્વિને પોતાનો વિકાસવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત ફક્ત અનુમાનો લગાવીને નહોતો આપ્યો. એ સિદ્ધાંત પાછળ HMS Beagle નામક જહાજમાં કરેલ યાત્રાઓ હતી. એ યાત્રાઓ દરમિયાન વિવિધ જગ્યાઓના ખડકો, પથ્થરો, માટી, વૃક્ષો, વેલાઓ, પક્ષીઓ, જાનવરો વગેરેનું બારીકાઇથી નિરીક્ષણ થયું બાદમાં તેઓને વર્ગીકૃત કરાયા. ધ્યાન રહે એ સમયે વિજ્ઞાન આજ જેવું ઉન્નત નહતું કે તેઓ આ જીવ-જંતુઓ અને વૃક્ષોનું પ્રયોગશાળામાં સૂક્ષ્મદર્શી દ્વારા ઢંગનું અધ્યયન કરી શકે. એ રીતે એમનો એ સિદ્ધાંત ઓર મહત્વપૂર્ણ થઇ રહે છે.
-
ડાર્વિને તમામ જીવોની વિકાસદરને નીરખી-સમજી અને એવું કહ્યું કે આ રફતારથી જીવનને વિકસીત થવામાં સેંકડો મિલિયન વર્ષ લાગ્યા હશે. યાદરહે એ સમયે લગભગ સર્વે વૈજ્ઞાનિકો એવું માનતા હતાં કે પૃથ્વી થોડા સેંકડો મિલિયન વર્ષ જ પુરાણી છે. મતલબ જેટલી આયુ સમસ્ત જીવનની છે તેનાથી વૃદ્ધ તો આપણી વસુંધરા છે જ. અહીં સુધી બધુ બરાબર હતું હવે ટર્નિંગ પોઇન્ટ આવે છે.
-
હવે સવાલ ઉઠ્યો કે પૃથ્વીનો જન્મ સૂર્ય પછી જ થયો હતો સૂર્ય પહેલાં તો નહીં? તો સૂર્યની વય કેટલી? અહીં લોર્ડ કેલ્વિને પોતાના સિદ્ધાંતની પ્રસ્તુતી કરતા કહ્યું કે સૂર્ય ફક્ત 20-40 મિલિયન વર્ષ જ પુરાણો છે. હવે બતાવો ડાર્વિન બાબુ....અગર સૂર્ય 20-40 મિલિયન વર્ષ જ પુરાણો છે તો પછી પૃથ્વી અને તેની પર વિકસિત થયેલું જીવન કઇ રીતે સેંકડો મિલિયન વર્ષ પુરાણુ થઇ ગયું? છે કોઇ જવાબ? (Lord Kelvin`s views of the recent age of the world have been for some time one of my sorest troubles) ડાર્વિન પાસે ખરેખર આનો કોઇ ઉત્તર નહતો. કોઇ સંશય નથી કે ડાર્વિને કેલ્વિન ને પોતાનો સૌથી પીડાદાયક ઝખમ કહ્યો. કેલ્વિનની પ્રસ્તુતી તેમના સિદ્ધાંત ઉપર જોરદાર પ્રહાર હતો. પરંતુ સમયનો ખેલ જુઓ પછી કંઇક એવું થયું કે કેલ્વિન ખોટા સાબિત થયા અને ડાર્વિન સાચા. જુઓ કેવી રીતે......
-
સૂર્ય એક તારો છે. તારાઓ માંથી પ્રકાશ નીકળે છે. મોટાભાગના તારા આકારમાં ઘણાં મોટા હોય છે તેમજ પોતાના ગુરૂત્વીય પ્રભાવ હેઠળ સંકોચાતા હોય છે. આ સંકોચનના કારણે એમનામાં મૌજૂદ હાઇડ્રોજન નાભિકીય સંલયન(Nuclear fusion) દ્વારા હીલિયમમાં રૂપાંતરીત થતો રહે છે. આજ પ્રક્રિયા દ્વારા સૂર્યમાંથી એ ઉર્જા નીકળે છે જે આપણને અહીં મહેસુસ થાય છે. લોર્ડ કેલ્વિને સૂર્યની ઉંમરની ગણતરી નાભિકીય સંલયન વડે નહોતી કરી. એમના સમયે એની ખબર જ નહતી. વિજ્ઞાન આ ક્રિયા બાબતે તદ્દન અજાણ હતું. કેલ્વિને સૂર્યની ઉંમરની ગણતરી માટે તેની ગુરૂત્વીય ઉર્જાનો પ્રયોગ કર્યો હતો. સૂર્ય સંકોચાઇ રહ્યો છે તેમજ ઉર્જા ફેંકી રહ્યો છે. માટે આ વપરાશ અનુસાર સૂર્ય થયો 20-40 મિલિયન વર્ષ જૂનો.
-
કેલ્વિન ખોટા પડ્યા. સૂર્યની ઉંમર જ્યારે નાભિકીય સંલયનને ધ્યાનમાં રાખીને આંકવામા આવી, તો તે બિલિયનો વર્ષની આવી. બિલિયનો વર્ષ ઘરડો સૂર્ય, તો સેંકડો મિલિયનો વર્ષ ઘરડી પૃથ્વી અને એ ઘરડી પૃથ્વી ઉપર એનાથી ઓછી ઉંમરનો જીવ-વિકાસ અને તેનો વિકાસવાદ. શું કેલ્વિન ખોટા હતાં? ‘ખોટા’ શબ્દ હકિકતે અહીં થોડો કઠોર છે. જે ક્રિયાની જાણકારી જ તે સમયે વિજ્ઞાનને નહતી તો તે ક્રિયા દ્વારા સંપન્ન થતી ગણતરી કરવી કઇ રીતે? છતાંય ખોટું એ ખોટું જ છે. અહીં આપણને વિજ્ઞાન અપડેટ થતું દેખાય છે. (કાશ! ધર્મ પણ આ રીતે અપડેટ થતો હોત!!!) કેલ્વિનને ખોટા ડાર્વિને સાબિત નથી કર્યા એમના અનુગામી ભૌતિકશાસ્ત્રીઓએ કર્યા. વિજ્ઞાનમાં બિરાદરી નથી ચાલતી કે તમે જીવવિજ્ઞાનના છો અને અમે ભૌતિકવિજ્ઞાનના. વિજ્ઞાનમાં સત્યનું નિત્ય અન્વેષણ ચાલે છે. જેમાં સત્ય હોય, વિજ્ઞાન તેની પક્ષે હોય.

(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment