Monday, March 2, 2020

આપણું શિક્ષણ અને આપણે

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અમેરિકામાં બોર્ડની પરીક્ષાના પરિણામો આવી રહ્યાં છે? અથવા યુ.કે.માં છોકરીઓએ બાજી મારી લીધી કે ઓસ્ટ્રેલિયામાં કોઇ છાત્રના 99.5 % આવ્યા હોય? એપ્રિલ, મે, જૂન આ સમયગાળામાં ભારતના લગભગ હર ઘરમાં દસ્તક દે છે એક ભય, એક ઉત્તેજના, એક જીજ્ઞાસા, એક માનસિક વિકૃતિ. હર માતા-પિતા, બોર્ડના એક્ઝામમાં બેઠેલ હર વિદ્યાર્થી વ્યતિત થતા હરપળને એક ડિપ્રેશન, એક ઇનસિક્યોરિટીમાં વિતાવે છે.
-
માતા-પિતા પાક(ફસલ)ની જેમ બાળકોને ઉછેરી રહ્યાં છે કે, ક્યારે પાક તૈયાર થાય, ક્યારે એમની અધુરી આંકાક્ષાઓ પૂરી થાય અને ક્યારે પાક લઇએ. આપણાં પૂંજીવાદી ઇન્વેસ્ટર્સને કેવી પ્રોડક્ટ જોઇએ એ હિસાબે શિક્ષા અને તેના ઉદ્દેશ્યો નક્કી થાય છે. એક પરિવારનું અસ્તિત્વ, સુખચેન, ત્યાગ, સંઘર્ષ તેમજ માનવીય ભાવનાઓની એટલા માટે બલિ ચઢી જાય છે કારણકે TCS(Tata Consultancy Services) ને એક બેહતરીન સોફ્ટવેર ડેવલોપર જોઇએ, યા મેકેન્સેને બેસ્ટ બ્રેઇન જોઇએ, યા રિલાયન્સને બેહતર ગેમ ડિઝાઇનર જોઇએ. આપણાં સ્કૂલ દેશના બેસ્ટ નાગરિક નહીં પરંતુ દેશના બેસ્ટ મજૂર બનાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે અને માં-બાપ બાળકોને બાળકો નહીં પણ એક મેકેનિકલ ડિવાઇસ બનાવવા પ્રતિજ્ઞાબદ્ધ છે. જેવી રીતે નેપાળના માં-બાપો આપણાં માટે મજૂરો તૈયાર કરી રહ્યાં છે તેવી જ રીતે આપણે ટાટા, રિલાયન્સ, મારૂતિ, એલ એન્ડ ટી વગેરે માટે મજૂરો તૈયાર કરી રહ્યાં છીએ.
-
બાળકોને જીવવા દો, દુનિયા ખતમ થવા નથી જઇ રહી. એમને બેસ્ટ employee નહીં બેસ્ટ citizen બનાવવામાં યકીન રાખો. બાળપણની પણ પોતાની અપેક્ષાઓ હોય છે, પોતાના નિસ્વાર્થ સપનાઓ હોય છે. ભલે એમનો આપણાં માટે કોઇ અર્થ ન હોય પરંતુ બાળકો માટે તે કોઇ જન્નત થી કમ નથી. માટે પ્લીઝ એમને મનોરોગી ન બનાવો. ટોપર્સની ખબરો, એમને મિઠાઇ ખવડાવતા માતા-પિતાની તસવીરો...એક માનસિક રૂગ્ણતા તો છે. શું આવી હરકતો એક સામાન્ય સ્તરના બાળકોને માનસિક હીનતાની અનુભૂતિ નથી કરાવતી?? અરે!!! ટોપરો તો બે-ચાર જ હશે બાકી દેશનો બોજ તો 99% સામાન્ય બાળકોએ જ ઉઠાવવાનો છે. ભલે બાળકો કોઇ કંપનીના સીઇઓ થઇ જાય પરંતુ બાળપણની રિક્તતા એમને જીવનભર ડંખશે અને અંતે માનવીય વિકૃતિઓમાં પરિણમશે. આપણને બેસ્ટ સીઇઓ તો મળી જશે જેમની પ્રાથમિકતા એમની કંપની હશે દેશ નહીં. માટે હે માતાઓ-પિતાઓ, પોતાના બાળકોને પોતાની જીન્દગીનો પાર્ટ-2 ન સમજો. તેઓ “તમારા” થકી છે “તમે”નથી. યાદરાખો, દુનિયાના લગભગ બધા જ મોટા કાર્યો સ્વાધ્યાયિઓએ કર્યા છે, નહીં કે ડિગ્રીબાજોએ....

No comments:

Post a Comment