અગર બ્રહ્માંડનો વિસ્તાર થઇ રહ્યો છે તો આ વિસ્તાર શેમાં થઇ રહ્યો છે?
વિષય થોડો જટીલ છે ચાલો સમજીએ.... બ્રહ્માંડને ફેલાવા માટે કોઇ સ્થાનની જરૂર નથી તે સ્વંયમાં ફેલાઇ રહ્યું છે. આ વાત સમજવી થોડી કઠીન છે માટે એક ઉદાહરણ લઇએ....ધારોકે તમારી પાસે એક રબર છે જેની લંબાઇ અનંત છે(wow!!). આ રબર બ્રહ્માંડને દર્શાવી રહ્યું છે. આ રબર ઉપર એક એક ઇંચને અંતરે તમે માર્કીંગ કર્યું છે. હવે તમે એ રબરને એટલું ખેંચો છો કે તે માર્કીંગ બે-બે ઇંચના અંતરે આવી જાય. રબર હજીપણ અનંત સુધી જઇ રહ્યું છે પરંતુ માર્કીંગની પેટર્ન બદલાઇ ગઇ. તે ફેલાઇ ગઇ.
-
ભૌતિકશાસ્ત્રીઓ જ્યારે અંતરિક્ષ વિષે વિચારે છે ત્યારે તેમનો અભિપ્રાય શૂન્યતા સાથે નહીં પરંતુ રબર જેવી ચીજ સાથે હોય છે. જેને તેઓ રબર નહીં પણ નિર્વાત(vacuum) કહે છે. ભૌતિકીમાં જેને કણ કહેવામાં આવે છે તે આ નિર્વાતમાં થનારા કંપન છે. આ નિર્વાત પણ રબરની માફક ખેંચાઇને ફેલાઇ શકે છે
માટે તેને વધારાના રિક્ત સ્થાનની આવશ્યકતા નથી હોતી.-
ભૌતિકશાસ્ત્રીઓ જ્યારે અંતરિક્ષ વિષે વિચારે છે ત્યારે તેમનો અભિપ્રાય શૂન્યતા સાથે નહીં પરંતુ રબર જેવી ચીજ સાથે હોય છે. જેને તેઓ રબર નહીં પણ નિર્વાત(vacuum) કહે છે. ભૌતિકીમાં જેને કણ કહેવામાં આવે છે તે આ નિર્વાતમાં થનારા કંપન છે. આ નિર્વાત પણ રબરની માફક ખેંચાઇને ફેલાઇ શકે છે
-
આ થોડી એવી વાતો છે જે લોકોને કન્ફ્યુઝ કરી નાંખે છે. ભૌતિકીના સાધારણ સિદ્ધાંત અનુસાર આકાશગંગાઓ એકબીજાથી દૂર થઇ રહી છે જેને આપણે બ્રહ્માંડનું વિસ્તરણ કહીએ છીએ. પરંતુ ભૌતિકીના જ સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત અનુસાર આમાંથી કોઇપણ આકાશગંગાઓ એકબીજાથી દૂર નથી જઇ રહી. વાસ્તવમાં થઇ એવું રહ્યું છે કે આ આકાશગંગાઓ વચ્ચેનું નિર્વાત ફેલાઇ રહ્યું છે.
-
બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બધી આકાશગંગાઓના નિર્દેશાંક સ્થિર છે(અર્થાત તેઓ ગતિશિલ નથી). બ્રહ્માંડના વિસ્તારને આપણે મેટ્રીક ટેન્સર(metric tensor) દ્વારા સમજી શકીએ છીએ કે જે સ્થિર નિર્દેશાંકો(fixed coordinates) વચ્ચેના અંતરને સમજાવે છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ). બિગ બેંગના સિદ્ધાંતમાં મેટ્રીક ટેન્સર એ ચીજ છે જે પરિવર્તિત થઇ રહી છે. માટે આ સિદ્ધાંત આકાશગંગાઓની કોઇ ગતિ ન હોવા છતાં બ્રહ્માંડને વિસ્તારિત થતું પ્રદર્શિત કરે છે. તેના વિસ્તરણમાં Acceleration હોવાની શોધથી આપણે એ જાણ્યું કે વિસ્તરણ થવાનો દર વધી રહ્યો છે.
-
બની શકે કે આપને આ હજી પણ કન્ફ્યુઝીંગ લાગતું હોય તો એ ખોટી વાત નથી બલ્કે શુભ સંકેત છે. કારણકે જ્યારે આપ એ ચીજોને જાણવાની કોશિશ કરો છો જે આપના વિચાર, આપની સોચને હલબલાવી નાંખે ત્યારે કન્ફ્યુઝન થવું સ્વાભાવિક છે. આ કન્ફ્યુઝન જ આપને સોચવિચાર કરવા તેમજ અધિક જાણકારી મેળવવાની પ્રેરણા આપે છે.

No comments:
Post a Comment