ધર્મ અને વિજ્ઞાન બન્નેનો ઉદ્દેશ્ય......સત્યની ખોજ નો છે, પરંતુ ધર્મ અને વિજ્ઞાનમાં મુખ્ય તફાવત પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે પસંદ કરાયેલા માર્ગનો છે. વિજ્ઞાન આપણને ‘પહેલાં જાણો પછી માનો’ ની રાહ પર ચાલવાનું કહે છે જ્યારે તથાકથિત ધર્મ આપણને ‘પહેલાં માનો પછી જાણો’ એટલેકે તથ્યહીન શ્રધ્ધાના આંધળા માર્ગ ઉપર ચાલવાનું કહે છે. શું....કારણ, તથ્ય તેમજ બુદ્ધિનો પ્રયોગ કર્યા વિના કોઇ અજ્ઞાત પ્રતિ દાસત્વ સ્વીકાર કરવું એ વિવેકબુદ્ધિનું ગંભીર અપમાન નથી?? ઇશ્વર એ બીજું કંઇજ નથી પરંતુ આપણું અજ્ઞાન છે. જેમ જેમ જ્ઞાનની રોશની માટે આપ આગળ વધો છો ઇશ્વર અંધારામાં સંકોચાતો જાય છે.
No comments:
Post a Comment