સૂર્યમંડળના બાહરી ચાર ગ્રહો ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન અંદરના ચાર ગ્રહો કરતા અલગ બિરાદરીના છે. ફક્ત આકાર જ નહીં સંરચનાની દ્રષ્ટિએ પણ. ધ્યાન ખેંચે એવી એક બાબત છે તેમનું ઝડપથી પોતાની ધરી પર એક ચક્કર પુરૂ કરવું. ગુરૂ પોતાનું એક ચક્કર લગભગ દસ કલાકમાં, શનિ સાડા દસ કલાકમાં, યુરેનસ સત્તર કલાકમાં તેમજ નેપ્ચૂન સોળ કલાકમાં પુરૂ કરે છે. હવે તેઓની તુલના ચોવીસ કલાકમાં પોતાનું એક ચક્કર પુરૂ કરવાવાળી આળસુ પૃથ્વી વડે કરી જુઓ.
-
આટલા મોટા ગ્રહ અને આવી તીવ્ર પરિભ્રમણ ગતિ?? આને સમજવા માટે એક ઉદાહરણ જોઇએ.....એક નર્તકી એક જ જગ્યાએ ઉભી રહી હાથ ફેલાવી ગોળગોળ ફરી રહી છે. એની રફતાર તેજ છે. પરંતુ જેમજેમ તે પોતાના અંગોને સંકોચે છે તેમ તેની ગતિ વધતી જશે. દરઅસલ આ ભૌતિકીના એક નિયમ અનુસાર થનારી પ્રક્રિયા છે. આ નિયમને Angular Momentum(કોણીય વેગ) conservation કહેવામાં આવે છે.
-
હવે પાછા આપણાં સૂર્યમંડળ તરફ ફરીએ અને તેઓના નિર્માણને સમજીએ.....દૂર અતીતમાં જ્યારે ન કોઇ ગ્રહ હતો, ન સૂર્ય હતો કે ન સૂર્યમંડળ હતું તે સમયે ફક્ત ગેસ અને ધુમાડાનું એક વિશાળ વાદળ હતું, જેને નેબ્યુલા અથવા નીહારિકા કહેવામાં આવે છે. વખત જતા આ નીહારિકા સંકોચાઇ. આ સંકોચનનું કારણ વિશાળ નેબ્યુલાનું પોતાનું ગુરૂત્વાકર્ષણ હતું. આજ સંકોચનને કારણે પ્રથમ સૂર્ય(જોકે સૂર્ય પણ સેકન્ડ જનરેશન સ્ટાર છે એવું મનાય છે) બાદમાં અન્ય ગ્રહોનો જન્મ થયો. ભીતરી ગ્રહો સૂર્યની નજીક હોવાથી ત્યાં અધિક માત્રામાં ગેસ જમા થઇ શકતા ન હતાં, પરંતુ એક નિશ્ચિત સીમાની બહાર પર્યાપ્ત ઠંડક હતી. ત્યાંથી દૂર બની રહેલ ગ્રહોમાં સારી એવી માત્રામાં ગેસ એકત્રિત થયો. બાદમાં ગેસનું તરલીકરણ અને અન્ય રૂપોમાં પરિવર્તન પણ થવા માંડ્યું. આ કારણે આપણાં સૂર્યમંડળના ભીતરી ચાર ગ્રહો નાના તેમજ બાહરી ચાર ગ્રહો મોટા બન્યાં. પોતાના વિશાળ કદ અને દળના કારણે આ ગ્રહોનું સંકોચન પેલી નર્તકી સમાન છે. તેઓ સંકોચાઇ રહ્યાં છે અને આ પ્રક્રિયા હેઠળ તેમની પરિભ્રમણ ગતિ તીવ્ર છે. ઘુમતા જે જેટલું અધિક દળ સંકોચશે તે તેટલોજ તીવ્ર ફરશે. હવે પોષ્ટનો મૂળ મુદ્દો....
-
ગુરૂનું ફરવું એ આખા ગ્રહનું ફરવું નથી.(કન્ફ્યૂઝ??વાંધો નહીં આપણે કન્ફ્યૂઝન દૂર કરીએ,ચાલો...) દરઅસલ ગુરૂના કે શનિના આપણે જ્યારે દર્શન કરીએ છીએ, ત્યારે કેવળ તેના બાહરી વાયુમંડળને જ આપણે જોઇ રહ્યાં હોઇએ છીએ. યુરેનસ અને નેપ્ચૂનનું ભૂરાપણું પણ તેમના વાયુમંડળને કારણે જ આપણને દેખાય છે અને બાહરી વાયુ કોઇ ઠોસ સપાટીની જેમ એકસાથે નથી ફરતું. અલગ-અલગ ભાગો અલગ-અલગ રીતે ઘુમે છે. એમની ગતિ ભિન્ન-ભિન્ન હોય છે. આજ કારણ છે કે ગુરૂના અલગ-અલગ હિસ્સાઓમાં ઘૂર્ણન ગતિ આપણને અલગ-અલગ મળશે. સૂર્ય, શનિ, યુરેનસ અને નેપ્ચૂનના પણ આ જ હાલ છે. ગુરૂ ધ્રુવો પર પોતાના ઇક્વેટર(ભૂમધ્યરેખા)ની તુલનાએ પાંચ મિનિટ મોડો ફરે છે. મતલબ તેનો મધ્યભાગ ધ્રુવોની તુલનાએ ઝડપી ફરે છે. આને Differential Rotation કહેવામાં આવે છે

.
-
તો હવે સવાલ એ છે કે ગુરૂ પોતાનું એક ચક્કર લગભગ દસ કલાકમાં પુરૂ કરે છે એવું વૈજ્ઞાનિકો કઇરીતે કહે છે??? દરઅસલ ગુરૂની ભ્રમણ ગતિ ત્રણ અલગ-અલગ સ્થાને માપી અંતે સરેરાશ કાઢવામાં આવે છે

No comments:
Post a Comment