Monday, March 2, 2020

Observable Universe


બ્રહ્માંડની બહાર શું છે?
આ પ્રશ્નના જવાબ માટે વૈજ્ઞાનિકો વર્ષોથી કોશિશ કરી રહ્યાં છે પરંતુ બદકિસ્મતી છે કે આપણને હજીસુધી ખબર નથી કે બ્રહ્માંડની બહાર શું છે? પરંતુ કેમ ખબર નથી? તેનું એક મહત્વપૂર્ણ કારણ છે જે સમજવા જેવું છે.
-
બ્રહ્માંડની બહાર જોવા માટે સૌપ્રથમ જરૂરી છે તેના છેડા સુધી પહોંચવું. આપણે દૂરની વસ્તુઓને જોવા માટે હબલ ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ જેની ઉપલબ્ધ રેન્જ છે 10 થી 15 અબજ પ્રકાશવર્ષ(યાદરાખો આપણાં બ્રહ્માંડની ઉંમર છે 13.8 અબજવર્ષ---મતલબ બિગબેંગ 13.8 અબજવર્ષ પહે
લાં થયો હતો). આ રેન્જ સુધી આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ. આ રેન્જ બાદ પણ હબલ ટેલિસ્કોપ દ્વારા 46 અબજ પ્રકાશવર્ષ સુધી જોઇ શકાય છે પરંતુ વસ્તુઓને બહેતર રીતે observed નથી કરી શકાતી માટે તેને હબલ ડીપ ફિલ્ડ(HDF) એવું નામ એનાયત કરવામાં આવ્યું છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ). આ પ્રમાણે આપણે ફક્ત 93 અબજ પ્રકાશવર્ષની વ્યાસના બ્રહ્માંડને જોઇ શકીએ છીએ જેને Observable Universe કહેવાય છે(જુઓ ઇમેજ). હવે આની બહાર શું છે તેની આપણને હાલમાં ખબર નથી.
-
આટલું વિવરણ વાંચ્યા બાદ મહત્તમ મિત્રો માનતા હશે કે સમસ્યા આપણાં ટેલિસ્કોપની મર્યાદામાં છે રાઇટ?? જી નહીં સમસ્યા ટેલિસ્કોપની નથી. હવે વાંચો ખુલાસો....મુખ્ય સમસ્યા છે 46 અબજ પ્રકાશવર્ષ બાદ સઘળું દેખાતું બંધ થઇ જાય છે કારણકે બિગબેંગ(13.8 અબજવર્ષ) પહેલાં ત્યાં કંઇજ નહતું. આ વાત ઘણાંને નહીં સમજાય માટે એક ઉદાહરણ લઇએ....
-
આપણને ખબર છે કે સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતા પ્રકાશને 8 મિનિટનો સમય લાગે છે. મતલબ જે ફોટોન સૂર્યમાંથી નીકળશે તે 8 મિનિટ બાદ આપણી આંખ સુધી પહોંચશે. અર્થાત આપણે જ્યારે પણ સૂર્યને જોઇ રહ્યા હોઇએ ત્યારે હંમેશા આપણને તેની 8 મિનિટ જૂની સ્થિતિ દેખાતી હોય છે. એજ રીતે માનીલો કે આપણે કોઇ ગેલેક્ષીને જોઇએ છીએ અને તે 1 પ્રકાશવર્ષ દૂર છે, તો ત્યાંથી એક વર્ષ પહેલાં રવાના થયેલ ફોટોન આપણને અત્યારે દેખાય છે. અર્થાત તે આકાશગંગા એક વર્ષ જૂની સ્થિતિમાં દેખાય રહી છે. હવે ધ્યાન આપો, આપણાં બ્રહ્માંડનું નિર્માણ લગભગ 14 અબજવર્ષ પહેલાં થયું હતું. મતલબ 14 અબજવર્ષ પહેલાં કંઇજ નહતું. હવે માનીલો કે કોઇ ગેલેક્ષી આપણાંથી 15 અબજ પ્રકાશવર્ષ દૂર છે. આપણે ટેલિસ્કોપ વડે તેને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો જે ફોટોન 15 અબજવર્ષ પહેલાં ત્યાંથી રવાના થયા હોય તે આપણી આંખોમાં પ્રવેશશે. પરંતુ 15 અબજવર્ષ પહેલાં તો બિંગબેગ જ થયો નહતો અર્થાત ત્યાં કંઇ હતું જ નહીં. એટલા માટે આપણને કંઇજ નહીં દેખાય.
-
હવે અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે અગર બિંગબેગ 14 અબજવર્ષ પહેલાં થયો હોય તો આપણને 14 અબજ પ્રકાશવર્ષ પછી બધુ દેખાતું બંધ થઇ જવું જોઇએ પરંતુ આપણે 46 અબજ પ્રકાશવર્ષ સુધી જોઇ શકીએ છીએ એવું કેમ? એનું કારણ છે અંતરિક્ષનો ફેલાવો અને આઇનસ્ટાઇનની સ્પેશ્યલ થીયરી ઓફ રિલેટિવિટી. ટૂંકમાં, ભલે આપણે ગમે તેટલાં શક્તિશાળી ટેલિસ્કોપ બનાવી લઇએ પરંતુ અંતરને કારણે આપણને સઘળી ચીજો જૂની સ્થિતિમાંજ દેખાશે. માટે બ્રહ્માંડના છેડાને આપણે ક્યારેય નહીં જોઇ શકીએ તેમજ તેની બહાર શું છે તેનો જવાબ પણ શાયદ આપણને ક્યારેય નહીં મળે.

No comments:

Post a Comment