Monday, March 2, 2020

anolis scriptus

પ્રકૃતિની પણ પોતાની પસંદગી પ્રક્રિયા છે પરંતુ તે પસંદગી પ્રક્રિયા અગર નિહાળવા મળી જાય તો વિજ્ઞાનમાં ખબર બની જાય છે. આવી જ એક ખબર ગરોળીઓ વિષેની છે. કેરેબિયન દ્વીપ સમૂહોના આ નાનકડા જીવોમાં થયેલા બદલાવોએ ડાર્વિન ઉપર ફરી મહોર લગાવી દીધી છે.
-
અનોલિસ સ્ક્રિપ્ટસ(anolis scriptus) નામક ગરોળીઓ કેરેબિયન દ્વીપો પર મળી આવે છે. ઓછી ઉંચાઇના ઘાસ તેમજ વૃક્ષો-વેલાઓને વળગેલી(ચોંટેલી) રહી તે પોતાનું જીવન વ્યતિત કરે છે. કેરેબિયન દ્વીપો પર સમુદ્રી તોફાનોનું આવાગમન એક સામાન્ય બાબત છે. વૈજ્ઞાનિકોને આ તોફાનોના સાપેક્ષ ગરોળીઓમાં એક ખાસ બદલાવ જોવા મળ્યો. તોફાન બાદ જે ગરોળીઓ જીવિત રહી તેમના આગળના પગ પાછળના પગની તુલનાએ લાંબા હતાં તેમજ પગના પંજા પણ મોટા હતાં અને આવું એટલા માટે થયું હતુ કારણકે પગની આવી બનાવટ તેજ ગતિએ ચાલતી હવામાં પણ આ ગરોળીઓનું જીવન બચાવવા કારગર સિદ્ધ થતી હતી. અગર આગળના પગ પાછળના પગની તુલનાએ લાંબા અને પંજા મોટા હોય તો હવા તેમને ઘાસ તેમજ વૃક્ષો-વેલાઓથી ઉખેડીને બહાર ફંગોળી નથી શકતી.
-
જે કુદરત સાથે તાલમેલ જાળવશે, તે જ જીવશે. જે જીવશે તેજ સંભોગ કરી સંતાનો જણશે. એકવખત ફરી નિર્મમ કુદરતે શ્રેષ્ઠની પસંદગી કરી. એકવખત ફરી જેઓ તોફાનોના માર્યા ન મર્યા તેઓ જ પોતાના જીન-સમૂહોને આગળની પેઢીમાં લઇ ગયાં.


(સ્કંદ દ્વારા)

No comments:

Post a Comment