રંગમંચ અને શાસ્ત્રીય સંગીત ધીમેધીમે હવે અભિજાત્ય(અમીરશાહી) ના ખોળે સરકી રહ્યાં છે. એને જોવું કે સાંભળવું જાણે મોટી વાત એટલેકે statusપૂર્ણ થઇ ગયું. બન્ને ક્ષેત્ર જાણે ધીરગંભીર અને જ્ઞાતા/દ્રષ્ટાઓના ક્ષેત્ર બની ગયા છે(આજે કેટલા સામાન્ય/મધ્યમવર્ગ નાટક કે શાસ્ત્રીય સંગીત જોવા/સાંભળવા જાય છે?). હકિકતે આ બન્ને ક્ષેત્ર માનવીના raw ફોર્મ છે, જેને જોવા/સાંભળવા માટે કોઇ રોકેટ-વિજ્ઞાનની જરૂર નથી. ચાલો થોડી મજેદાર તેમજ જાણવા લાયક ચર્ચા કરીએ શાસ્ત્રીય સંગીતની....
-
શાસ્ત્રીય સંગીતનો શ્રોતા વર્ગ સીમિત હોવાના કારણે તેમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધા છે અને અવસરો પણ સીમિત છે. રેકોર્ડિંગ કંપનીઓ ભારતમાં જ નહીં પશ્ચિમી દેશોમાં પણ શાસ્ત્રીય સંગીતમાં આર્થિક લાભ મર્યાદિત હોવાને કારણે બહુ ઓછો રસ ધરાવે છે. એક થી એક પ્રતિભાશાળી તેમજ સાજીન્દા કલાકારો ગુમનામીનું જીવન વ્યતિત કરી રહ્યા છે. કેટલાંક પહેચાનના મોહતાજ આ ફાની દુનિયાથી રૂખસત પણ થઇ ગયાં. કેટલાંયની ગાયન/વાદન શૈલી તેમજ કેટલાંયના વાદ્યો સુધ્ધા વિલુપ્તીના આરે છે. ચાલો નજર કરીએ આવી થોડી પ્રતિભાઓ પર.......
-
અધિકતર દ્રુપદ કલાકારો, વિચિત્રવીણા વાદકો(જેમકે અહમદ રઝા ખાન, ગોપાલ કૃષ્ણ, રમેશ પ્રેમ વગેરે), રૂદ્રવીણા વાદકો(જેમકે શમ્સુદ્દીન ફરીદી દેસાઇ, શ્રીકાંત પાઠક વગેરે) ગુમનામીની શ્રેણીમાં આવે છે. કેટલાંક અન્ય કલાકારો પણ છે જે લોકપ્રિય વિદ્યાઓમાં પારંગત હોવા છતાં સંભવત: વ્યાવસાયિક કૌશલ્યના અભાવે અળખામણા રહી ગયાં. જેમાંથી ઘણાના ફક્ત એકલ-દોકલ જ કમર્શિયલ રેકોર્ડિંગ છે જેમકે......પ્રમોદ કુમાર, મહમૂદ મિર્ઝા, શમીમ અહમદ, ઝોયા બિશ્વાસ(બધાય સિતારવાદક), દામોદરલાલ કાબરા, વિરેન્દ્રકુમાર માથુર, તેજેન્દ્ર મજૂમદાર(સર્વે ઉમદા સરોદવાદક) વગેરે. આમાં એક નામ ઉમેરવુ પડે એમ છે અને એ છે.... પંડિત લચ્છુ મહારાજ(તબલા વાદક).
-
થોડા સમય પહેલાં
એમનું નિધન થયું. વડાપ્રધાને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ગજબના તબલા વાદક હતા તેઓ. ક્લાસિકલ સિંગર ગિરિજા દેવીએ તેમના નિધને કહ્યું હતું કે તેઓની જેવા તબલા કોઇ વગાડી શકે એમ નથી. એવું કહેવાય છે કે તબલાના બોલો નો એમની પાસે ખજાનો હતો. એમના બહેન નિર્મલાદેવી પણ પ્રસિધ્ધ ગાયિકા હતાં જેમનો દિકરો ગોવિંદા ફિલ્મ એક્ટર છે. સરકારે એમને 1972માં પદ્મશ્રી આપવાની જાહેરાત કરી તો તેમણે એવું કહી લેવાનો ઇનકાર કરી દીધો કે જનતાનો પ્રેમ જ પુરષ્કાર છે.શાસ્ત્રીય સંગીતનો શ્રોતા વર્ગ સીમિત હોવાના કારણે તેમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધા છે અને અવસરો પણ સીમિત છે. રેકોર્ડિંગ કંપનીઓ ભારતમાં જ નહીં પશ્ચિમી દેશોમાં પણ શાસ્ત્રીય સંગીતમાં આર્થિક લાભ મર્યાદિત હોવાને કારણે બહુ ઓછો રસ ધરાવે છે. એક થી એક પ્રતિભાશાળી તેમજ સાજીન્દા કલાકારો ગુમનામીનું જીવન વ્યતિત કરી રહ્યા છે. કેટલાંક પહેચાનના મોહતાજ આ ફાની દુનિયાથી રૂખસત પણ થઇ ગયાં. કેટલાંયની ગાયન/વાદન શૈલી તેમજ કેટલાંયના વાદ્યો સુધ્ધા વિલુપ્તીના આરે છે. ચાલો નજર કરીએ આવી થોડી પ્રતિભાઓ પર.......
-
અધિકતર દ્રુપદ કલાકારો, વિચિત્રવીણા વાદકો(જેમકે અહમદ રઝા ખાન, ગોપાલ કૃષ્ણ, રમેશ પ્રેમ વગેરે), રૂદ્રવીણા વાદકો(જેમકે શમ્સુદ્દીન ફરીદી દેસાઇ, શ્રીકાંત પાઠક વગેરે) ગુમનામીની શ્રેણીમાં આવે છે. કેટલાંક અન્ય કલાકારો પણ છે જે લોકપ્રિય વિદ્યાઓમાં પારંગત હોવા છતાં સંભવત: વ્યાવસાયિક કૌશલ્યના અભાવે અળખામણા રહી ગયાં. જેમાંથી ઘણાના ફક્ત એકલ-દોકલ જ કમર્શિયલ રેકોર્ડિંગ છે જેમકે......પ્રમોદ કુમાર, મહમૂદ મિર્ઝા, શમીમ અહમદ, ઝોયા બિશ્વાસ(બધાય સિતારવાદક), દામોદરલાલ કાબરા, વિરેન્દ્રકુમાર માથુર, તેજેન્દ્ર મજૂમદાર(સર્વે ઉમદા સરોદવાદક) વગેરે. આમાં એક નામ ઉમેરવુ પડે એમ છે અને એ છે.... પંડિત લચ્છુ મહારાજ(તબલા વાદક).
-
થોડા સમય પહેલાં

No comments:
Post a Comment