Monday, March 2, 2020

બ્રહ્માંડનું વિસ્તરણ

આપણું બ્રહ્માંડ પ્રકાશવેગ કરતાંય વધુ ઝડપે વિસ્તરી રહ્યું છે એવું ઘણી વખત વાંચવામાં આવે છે તો હવે પ્રશ્ન થાય છે કે શું બ્રહ્માંડ પ્રકાશવેગ કરતાંય વધુ ઝડપે વિસ્તરી રહ્યું છે? જવાબ છે ના...પ્રકાશવેગ કરતા વધુ ઝડપ શક્ય નથી(આ સ્પીડ લિમિટ છે).
-
આ વાતને સમજીએ. સૌપ્રથમ એ યાદ રહે કે વિસ્તરણ(expansion) ઝડપ(speed) દ્વારા માપવામાં આવતુ નથી. વિસ્તરણ મપાય છે હબલ પેરામીટર(Hubble parameter) દ્વારા. જેનું સૂત્ર છે....Ho=V/D(velocity/distance) આ મુજબ તેની વેલ્યુ છે લગભગ 70 km/s/Mpc(કિલોમીટર/સેકન્ડ/મેગાપારસેક). આનો અર્થ એવો થાય ધારોકે બે આકાશગંગાઓ એક મેગાપારસેક(1મેગાપારસેક=32લાખ પ્રકાશવર્ષ aprox) જેટલી એકબીજાથી દૂર હોય તો તેઓ 70 કિલોમીટર પ્રતિ સેકન્ડના દરથી એકમેકથી દૂર ભાગી રહી છે.
-
એવી જ રીતે અગર બે આકાશગંગાઓ 1,000 મેગાપારસેક જેટલી એકબીજાથી દૂર હોય તો તેઓ 70,000 કિલોમીટર પ્રતિ સેકન્ડના દરથી એકમેકથી દૂર ભાગી રહી છે અને ધારોકે અગર બે આકાશગંગાઓ 10,000 મેગાપારસેક જેટલી એકબીજાથી દૂર હોય તો તેઓ 7,00,000 કિલોમીટર પ્રતિ સેકન્ડના દરથી એકમેકથી દૂર ભાગી રહી છે કે જે પ્રકાશવેગ કરતા લગભગ બમણી ઝડપ છે.

No comments:

Post a Comment