Monday, March 2, 2020

Moon mission

એવા ઘણાં લોકો છે જે હજી એમ માને છે કે માનવી ચંદ્ર ઉપર ગયો જ નથી. તેમજ વળતી દલીલ કરે છે કે એપોલો અભિયાન બાદ માનવી ચંદ્ર ઉપર કેમ ન ગયો? બીજુ, એપોલો અભિયાનને બાદ કરતા જેટલાં પણ ચંદ્ર અભિયાનો થયાં તે બધા માનવરહિત કેમ થયાં??
-
સૌથી મહત્વપૂર્ણ તથ્ય એ છે કે એપોલો અભિયાન, વૈજ્ઞાનિક અભિયાન ક્યારેય હતું જ નહીં. અત્યાર સુધી કુલ 12 વ્યક્તિઓ ચંદ્ર ઉપર ગયા છે જેમાંથી વૈજ્ઞાનિક ફક્ત એક જ હતો(એ પણ અંતિમ ચંદ્રયાત્રામાં) બાકીના સર્વે સૈન્ય અધિકારીઓ હતાં. વૈજ્ઞાનિકો એટલી નિર્માલ્ય પ્રજાતિઓ છે કે તેઓના હાથમાં એ અધિકાર પણ નથી કે પોતે શોધની દિશા પસંદ કરી શકે. આ શોધો માટે જરૂરી નાણાંનો નિર્ણય રાજનેતાઓ લે છે માટે દિશાઓ પણ તેઓ જ નકકી કરે છે. એમની પ્રાથમિકતા વિજ્ઞાન નહીં પરંતુ આવનારી ચૂંટણીઓ હોય છે. એપોલો અભિયાન એક રાજનીતિક વર્ચસ્વની લડાઇ હતી, નાક માટેની લડાઇ હતી, એક રાજનેતા દ્વારા દાયકાના અંત સુધીમાં ચંદ્ર ઉપર માનવને મોકલવાનું ગાંડપણનું પરિણામ હતું.
-
એપોલો યાન સુરક્ષિત ન હતાં. ત્રણ યાત્રીઓના મૃત્યુ પ્રયોગ દરમિયાન એક દુર્ઘટનામાં દાઝી જવાના કારણે થયા હતાં. તેમજ ત્રણ યાત્રીઓ એપોલો-13 યાનમાં મરતા-મરતા બચ્યા હતાં. સોવિયત સંઘ અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવામાં તેમજ ટેકનીકમાં અમેરિકાથી આગળ તેમજ બહેતર હતું, હજીપણ છે.(નાસાના કેટલાય યાન, શટલ રીટાયર થઇ ગયાં જ્યારે સોયુજ હજીપણ સુરક્ષિત મનાય છે)
-
આ સ્થિતિમાં અમેરિકી માનસિકતા પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહી હતી, રાજનેતાઓ અલોકપ્રિય થઇ રહ્યાં હતાં. કેનેડીએ આખા માહોલને રાજનીતિક પડકારના સ્વરૂપે લઇને એપોલો અભિયાનની ઘોષણા કરી દીધી. માનવીએ ચંદ્ર ઉપર પગ મુકી દીધો. હવે આગળ શું? કંઇ નહીં. નેતાઓએ જોયુ કે જનતાનું ધ્યાન એપોલો/ચંદ્ર થી હટી ગયું છે ફંડિંગ બંધ કરી દીધું. પરિણામે એપોલો 18,19,20 કચરાના ડબ્બામાં. એપોલો-18 તો સંપૂર્ણ રીતે તૈયાર હતું.
-
એકવાત યાદ રાખો કે અંતરિક્ષ માનવ અભિયાન યાત્રા ક્યારેય લાંબી નથી હોતી. ખાવા,પીવા, રહેવા, સુરક્ષિત આવવા જવાની ચુનૌતી ખુબજ મુશ્કેલ હોય છે. જ્યારે રોબોટીક અભિયાન એકતરફી હોય છે તેમને પાછા લાવવાની માથાકૂટ હોતી નથી માટે તેઓ લાંબા સમય સુધી કાર્યરત રહે છે. માટેજ હવે અભિયાન ફક્ત રોબોટીક હોય છે. માર્સ રોવર જેવી સફળતા માનવ અભિયાન દ્વારા ક્યારેય સંભવી નહીં શકે. એકવાર પાછળ રહી ગયા પછી સોવિયત સંઘે ચંદ્ર ઉપર માનવયાન મોકલવાનો પ્રયાસ ક્યારેય નહીં કર્યો. જોકે બાદમાં ખબર પડી કે માનવ અભિયાન તેની પ્રાથમિકતામાં ક્યારેય હતું જ નહીં.

No comments:

Post a Comment