મધમાખી તેના ત્રણ કાર્ય માટે જાણીતી છે. (1) મધનું ઉત્પાદન કરવા માટે (2) મધપૂડાની દિવાલોમાંથી પ્રાપ્ત થતી મીણ માટે (3) તેના ડંખ માટે. પરંતુ આ સર્વે ભૂમિકાઓથી અલગ એક અન્ય મહત્વપૂર્ણ કિરદાર પણ તે નિભાવે છે જે માનવજીવન માટે વરદાનરૂપ છે. મધમાખી પ્રકૃતિમાં કંઇક એવા કામો પણ કરે છે જેના વગર આપણું જીવન સંભવ નથી. એક અનુમાન અનુસાર હર ત્રીજો કોળિયો જે આપણે મોં મા મુકીએ છીએ, એની પાછળ મધમાખીઓનું યોગદાન છે(wow!!!).
-
મધમાખીઓ મોટાપાયે વૃક્ષોનું પરાગનયન કરે છે. તે મધ માટે એક વૃક્ષના ફૂલથી બીજા વૃક્ષના ફૂલ સુધી સતત ઉડ્યે રાખે છે. આ દરમિયાન તે એક વૃક્ષના પરાગને બીજા વૃક્ષના પરાગ સુધી પહોંચાડે છે. પરાગનયનની આજ ક્રિયા દ્વારા વૃક્ષો, વેલાઓમાં ફળ, શાકભાજી અથવા બીજ બનવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. મધમાખીઓ આ કામ લાખો વર્ષોથી કરતી આવી છે. એવું માનવામાં આવે છે કે લગભગ અઢી લાખ વૃક્ષો-છોડવાઓ અને વનસ્પતિઓની પ્રજાતિઓમાં પરાગનયનનું કાર્ય મધમાખીઓ કરે છે. અગર મધમાખીઓ આ કાર્ય કરવાનું ત્યજી દે તો મનુષ્યો માટે આ કાર્ય કરવું લગભગ અસંભવ છે. મધમાખીઓના વિલુપ્ત થતાંની સાથેજ અઢી લાખ વનસ્પતિઓની પ્રજાતિઓ ઉપર સંકટ ઉભુ થશે. કેટલાય જંગલો સમાપ્ત થઇ જશે, કેટલાય ખેતરો બરબાદ થઇ જશે, કેટલાય ઉદ્યાનો નષ્ટ પામશે. ટૂંકમાં મધમાખી આપણી પ્રકૃતિના કૃષિકર્મીઓ છે.
-
પરંતુ અફસોસ!! આ કૃષિકર્મીઓનું સ્વાસ્થ્ય લગાતાર બગડી રહ્યું છે. પર્યાવરણમાં વધતાં પ્રદુષણના કારણે તેમનું જીવન સંકટમાં છે. કેટલાંક વિશેષજ્ઞોનું માનવું છે મોબાઇલ ક્રાંતિની બદોલત ટાવરોમાંથી નીકળતા રેડિયો તરંગોના કારણે મધમાખીઓ પોતાનો માર્ગ ભૂલી રહી છે. જેના કારણે તેમની મૃત્યુ પણ થઇ રહી છે. બીજીવાત, પાકમાં નંખાતા Neonicotinoid સમુહના કીટનાશકોનો વધુ પડતો ઉપયોગ મધમાખીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. આ કીટનાશકના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે. પરિણામે તેઓ બિમારીઓ સામે લડી નથી શકતી અને છેવટે મૃત્યુ પામે છે.

No comments:
Post a Comment