હાલમાં જ સરકારે LGBT કાયદાને માન્યતા પ્રદાન કરી. ઘણાં નારાજ લોકોએ આને સૃષ્ટિ વિરૂધ્ધ તેમજ અપ્રાકૃતિક ગણાવ્યું. હકિકત શું છે? ચાલો જૈવિક તેમજ સામાજીક દ્રષ્ટિએ સમજીએ.
-
જૈવિક:-માતાના ગર્ભમાં આપણે શરૂઆતી મહિનાઓ સુધી નપુંસક જ રહ્યા હોઇએ છીએ. મતલબ શરૂઆતમાં આપણી પાસે ગુપ્તાંગ જ નહતા, ન નરના કે ન માદાના. સામાજીક:-આપણે યા નર હોઇએ છીએ યા માદા યા તો નપુંસક. બીજી કોઇ કેટેગરી નથી હોતી આપણી. આ સદિઓથી ચાલ્યુ આવતું ક્લાસિફિકેશન છે આપણું. આના સિવાય
જે કંઇપણ છે તે મહજ એક બીમારી છે બીજું કંઇ નહીં.જૈવિક:-માતાના ગર્ભમાં આપણે શરૂઆતી મહિનાઓ સુધી નપુંસક જ રહ્યા હોઇએ છીએ. મતલબ શરૂઆતમાં આપણી પાસે ગુપ્તાંગ જ નહતા, ન નરના કે ન માદાના. સામાજીક:-આપણે યા નર હોઇએ છીએ યા માદા યા તો નપુંસક. બીજી કોઇ કેટેગરી નથી હોતી આપણી. આ સદિઓથી ચાલ્યુ આવતું ક્લાસિફિકેશન છે આપણું. આના સિવાય
-
આપણો સમાજ સેક્સને ફકત લાલ અને જાંબલી રંગ જ સમજે છે, એથી વિશેષ કંઇ નહીં. સમાજ નથી જાણતો કે યૌનેચ્છા એ રંગોનો સતત ફેલાયેલો સ્પેક્ટ્રમ છે(રા,ના,પી,લી,વા,ની,જા.....ની જેમ). જેમાં એટલું સરળ વર્ગીકરણ નથી હોતું. નરને ઘણાંય સ્તરે નર હોવું પડે છે અને માદાને ઘણાંય સ્તરે માદા. ત્યારે તેઓ એવા દેખાય છે જેવા આપણો સમાજ એમને જોવા ઇચ્છે છે. પરંતુ સમાજ તો જેનેટિક પહેચાનને જ પાસપોર્ટ પરનો પહેલો થપ્પો સમજે છે. તે એ નથી સમજતો કે ફક્ત XX એટલે માદા અને XY એટલે નર થવા માટે કાફી નથી. મનુષ્યની યૌન-પસંદ કેવળ જીન્સ ઉપર નિર્ભર નથી કરતી. વાત એનાથી ય આગળ છે. જીન્સ ભલે નર કે માદાના હોય પરંતુ નર હાર્મોન કે માદા હાર્મોન ઉત્પન્ન ન થયા તો? અને ધારોકે હાર્મોન ઉત્પન્ન થયા પણ બાહરી અંગોનો વિકાસ સામાન્ય નર કે સામાન્ય નારી જેવો ન થયો તો? ઇટ ઇઝ કોમ્પલેક્સ....અને sexual preference ન આપણાં ચાહવાથી નક્કી થાય છે તેમજ ન આપણે તેને બદલી શકીએ છીએ. તે ફ્લુડિક છે, આજનો વિષમલિંગી કાલનો ગે પણ હોઇ શકે છે.
-
આપણે હર ચીજનું સેક્સીફિકેશન કરી નાંખીયે છીએ, ત્યાંસુધી કે ભગવાનનું પણ. મનુષ્ય હર ચીજ પોતાની સાપેક્ષ જુએ છે. તેની હર ક્રિયાઓ યા તો નર હોય છે યા માદા. દુનિયા આ બે ખાંચામાં વહેંચાયેલી છે જેને એક એવી લકીર વડે વહેંચવામાં આવી છે જે એકદમ સ્પષ્ટ અને distinct છે. ધરતી ઉપર આપ જે પાસપોર્ટ લઇને આવ્યા છો તે યા તો મેલ છે યા ફિમેલ અને અગર આપ આ બન્નેમાંથી એકેય નથી તો આપ આ ધરતીના નાગરિક નહીં પરંતુ શરણાર્થી છો.(અને શરણાર્થીઓના ક્યાં કોઇ હક્કો હોય છે?)
-
આપણી લૈંગિક પહેચાન ફક્ત વિચારવાથી નક્કી નથી થાતી. ઘણીખરી આપણે લઇને જન્મીએ છીએ તેમજ થોડીઘણી પર્યાવરણ આધારિત હોય છે. બાળક એવું વિચારીને યુવાન નથી થાતું કે તેને છોકરો બનવું છે કે છોકરી. કેટલાંય એવા છોકરા-છોકરી હશે જેઓ જીવનના શરૂઆતી વર્ષોમાં નોર્મલ હતાં પરંતુ પાછળથી સમલિંગી બન્યાં. પણ આપણો અવિચારી સમાજ થોડો એવું વિચારે? સમાજ જન્મનારા બાળકના સેક્સની ઓળખાણ ફક્ત એક ઇંચના સ્ટ્રક્ચરથી કરે છે. એને ન ભીતરના કેમિકલની જાણ છે ન જીનેટિક્સની. તેને ફક્ત ફ્રોક કે પેન્ટ ખરીદવામાં જ રસ છે અને આગળ જતાં બેબીડોલ કે બન્દૂકમાંથી એકની આસાનીથી પસંદગી કરી લે છે. ટૂંકમા આખી વાતનો સાર......સમલૈંગિક બિલકુલ 100% પ્રાકૃતિક છે તેની ઉપર સામાજીક ભેદભાવનો કોરડો વીંઝવો તદ્દન ગેરવ્યાજબી છે. જે સમૂહના આપ સદસ્ય ન હો, એમના પ્રતિ નિષ્પક્ષતા અને તર્કપૂર્ણરીતે વિચારવું આપણી ફરજ છે અને તેમાંજ ઉન્નતિ છે.
નોટ:- સેક્સ એ વિજ્ઞાન વડે સમજવાનો વિષય છે, પોર્ન વડે નહીં.

(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment